________________
માત્રનો માજણ્યો ભાઈ છે.’
‘પણ રાવજી !નાકેનાકું દિલ્હીના સૈન્યથી રોકાઈ ગયું છે. શાહજાદા મોજમની સાથે બાદશાહે બનાવેલા જોધપુરરાજ ઇન્દ્રસિંહ, જાલોરના રામસિંહ ને સુબેદાર કુલીચખાં પણ જોડાયા છે.” રાઠોડ દૂતે કહ્યું.
‘રાઠોડ ઇન્દ્રસિંહ ને રાઠોડ રામસિંહને શું કહેવું ? કમનસીબી આપણી છે. ભારતવર્ષના નંદનવનને ઉજ્જડ કરનાર કુહાડાઓ ઘણા આવ્યા, પણ જ્યાં સુધી એ કલા કુહાડીનાં પાનાં જ હતાં, ત્યાં સુધી કુહાડીનું જોર ને ચાલ્યું. પણ જ્યારે જ્યારે આપણી જ વનનાં વૃક્ષોએ હાથા આપ્યા ત્યારે ત્યારે એ કુહાડાઓએ ભારે કેર વર્તાવ્યો ! પણ ફિકર નહિ ! મારા વફાદાર રાઠોડ વીરો એને પણ ભરી પીશે. આજ એક સોનેરી સ્વપ્ન નષ્ટભ્રષ્ટ કરવાની કલંકની ભૂળી ટીલી દુર્ગાદાસના કપાળે ચોટી, એ કલેકની કાલિમા ધોવાના યત્નમાં અગર મોત મળશે, તોય ઉજ્જવલ મોત હશે. ઘોડાં પાછાં ફેરવો બેલીઓ ! સર્વનાશ વેચનાર વંટોળિયાની જેમ ધસી પડો, યમરાજના હાથમાંથી પણ અકબરશાહને લાવે છૂટકો છે.”
રાઠોડી ઘોડાઓની લગામ ખેંચાઈ. વંટોળિયા વેગે એ પાછા ફર્યા. એવા ઝનૂનથી પાછા ફર્યા, કે દિલ્હી દરબારની માખીને પણ માર્ગ વચ્ચે આવવું મુશ્કેલ બન્યું.
મરણની સામે રજપૂતોને પાંખો ફૂટે છે. રજપૂતી મોતને જોઈને જેટલી ખીલે છે, એટલી જીવન જોઈને ખીલતી નથી.
એક પછી એક નાકેબંધી તોડતા, ભલભલા જંગબહાદુર મોગલવીરોને થાપ આપતા છાવણીઓને ભેદતા રણમાં નિરાશ્રિત ભટકતા અકબરશાહને જઈ મળ્યા. | દોડીને દુર્ગાદાસ એકબરને ભેટી પડ્યા. જોરજોરથી બોલવા લાગ્યો :
મારો શાહ ! મારો અકબરશાહ ! ફટ તને દુર્ગાદાસ ! તેં અબી બોલ્યા, અબી ફોક કર્યું ! તારી મર્દાઈમાં ધૂડ પડી ! માઁ દોસ્તીના બંધ આવા બાંધતા હશે ?' દુર્ગાદાસના શબ્દ શબ્દ ડામની વેદના હતી. જાણે સગે હાથે એ ડામે પોતે પોતાને ચાંપતા હતા.
‘રાવસાહેબ ! થનાર થઈ ગયું. મુકદ્દરની વાત છે. કોઈ વાત મનમાં ન લાવશો, રાઠોડ વીર દુર્ગાદાસ માટે બીજું ગમે તે કહીશ, પણ દગલબાજ કહીશ તો જહન્નમમાં પણ મને આશરો નહિ મળે.’ અકબરશાહે કહ્યું.
શાહની દિલદિલાવરી જોઈ રાઠોડો આફરીન પોકારી ગયા.
આહ ! કેવો રંગ જામ્યો હતો ? વાતવાતમાં રંગ બેરંગ થઈ ગયો. એ બેરંગની જવાબદારી રાઠોડોની છે, બાદશાહ !' દુર્ગાદાસે કહ્યું,
114 D બૂરો દેવળ
‘સત્તા એવી ચીજ છે, કે માણસનું મગજ ભમાવી નાખે છે. રાવસાહેબ ! પહેલી ભૂલ મારી કે મેં બાદશાહ બન્યા પછી બાબાને તૈયાર થવા માટે પંદર દિવસનો સમય આપ્યો. નાચતાન ને ગાન-તાનમાં ગૂંથાઈ ગયો. બાબો નાચગાનનો વિરોધ કેમ કરે છે, એ આજ સમજાયું. બાબાની આટલી શિક્ષા પણ મેં માની હોત તો, આજ આ ઘડી ન આવત.’ ઉદાર મનનો એકબરશાહ પોતાનો દોષ શોધી રહ્યો. બધા રાઠોડો રાવ દુર્ગાદાસને અકબરશાહની હેત-પ્રીત પર ઓળઘોળ થઈ જવા લાગ્યા .
‘આલમગીરની ફતેહનો મૂલ મંત્ર જ એની સાદાઈમાં, એના સંયમમાં, એની જાગરૂ કતામાં છે, એ જરાક ઉદાર હોત તો તમામ દુનિયા પર હકૂમત ચલાવવાની હોશિયારી ને હિકમત રાખે છે. એની એક એક વાત અનોખી છે.દુર્ગાદાસે કહ્યું.
‘રાવ સાહેબ ! આપણે સિંહની બોડમાં હાથ નાખ્યો છે. હવે ચેતતા રહેવાની જરૂર છે. મને હાથ કરવા તેઓ આકાશપાતાળ એક કરશે.'
| ‘આલમગીર આકાશપાતાળ એક કરશે, તોય એકબરશાહને પામી નહિ શકે. તમારું રક્ષણ એ દુર્ગાદાસનો જીવનમંત્ર બન્યો છે. અત્યારે આપણે કામચલાઉ આશ્રય શોધી લેવાની જરૂર છે.'
‘આજ આપણને મોત પણ નહિ સંઘરે, એને પણ સમર્થ આલમગીરની શરમ અડશે.’
‘જેને કોઈ ન સંઘરે, એને સંઘરનાર મેવાડ છે. ચાલો, આપણે મેવાડના રાણા જયસિંહના આશ્રયે જ ઈએ.’
અકબરશાહ ને દુર્ગાદાસે ઘોડાં મારી મૂક્યાં. થોડા વખતમાં મેવાડમાં પ્રવેશ કર્યો, રાણા જયસિંહે બંને સમર્થ યોદ્ધાઓને આવકાર આપ્યો. મેવાડ તો નાથના નાથને પણ સનાથ કરનારું ! એને ખોળે બેઠેલાને ચિંતા કરવા જેવું જ શું હોય ! અને અહીં જ જોધપુરનો નાનો બાળરાજા અજિત પણ પનાહ લઈ રહ્યો હતો. આ તો રાણા પ્રતાપ ને રાણા રાજસિંહની ભૂમિ ! આલમગીર જેવો આલમગીર અહીં આવીને અટકી જાય ! એનાથી મેવાડની માખી પણ ઊડી ન શકે !
એક તરફ રાઠોડો ને અકબરશાહ મેવાડની છત્રછાયામાં બેસી ગયા, બીજી તરફે આલમગીરે ભારે કડક હાથે કામ લેવા માંડ્યું.
દુર્ગાદાસ અને અકબરશાહે બધું જાણવા કાન દિલ્હી તરફ દોડાવ્યા, અરે ! જે ખબર આવતા એ ખરાખરીના હતા. બાદશાહ મૂછ આમળતો કહેતો હતો કે ‘૭૦ હજારના સૈન્યને મેં મારી એકલાની કરામતથી સાડા ત્રણસોનું બનાવી નાખ્યું,
નવી પાદશાહીની લાશ B 115