SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 16 નવી પાદશાહીની લાશ રાઠોડ વીર દુર્ગાદાસના શોચનો આજ પાર નથી. સોળ વર્ષનો સાત ખોટનો, એકનો એક દીકરો અંતરિયાળ ફાટી પડે. તોય જેવો આઘાત ન લાગે તેવો આઘાત એમને લાગ્યો હતો.. ધર્મ માત્રને એક નજરે જોનાર, મજહબ તો એ કે મજહબ નહિ, ને હોય તો મજહબ તમામને સરખું માન, એવી નવીન પાદશાહીની ચૂંથાયેલી લાશ જાણે એમના મોં આગળ પડી હતી, ને કોડભરી આણું વળેલી નવયૌવના વિધવા જેવા રાવ દુર્ગાદાસના મરસિયા જાણે ગાયા ખૂટતા નહોતા ! દુર્ગાદાસ-વીર દુર્ગાદાસ આજ એક રાતમાં પાંચ વર્ષ વધુ વૃદ્ધ થઈ ગયા હતા. ભાલો જમીન પર ખોડી, ઘોડાની લગામ એક હાથમાં પકડી, ધરતી ભણી મોં નમાવી એ વિચારમાં પડી ગયા હતા. મોટી ધમણ જેવા એમના સીનામાંથી ભારે લોહનિશ્વાસ નીકળી રહ્યા હતા ! ઠંડું પોલાદ પણ મીણ થઈ જાય, એવા એ ગરમ ગરમ નિશ્વાસ હતા. ન જાણે આમ ને આમ એ મહાન ક્રાંતિવીર ક્યાં સુધી ઊભો રહેત, પણ એવામાં મભૂમિ પર ખબર મેળવવા ફરતો રાઠોડ દૂત આવ્યો. એણે પ્રણામ કરતાં ઊડતી રેતીથી ને કોઈ વાર પાછળ પડેલા આલમગીરના ખૂની મારાથી અકળાઈ જઈ કહે છે : ‘દુર્ગાદાસ ! દોસ્તીનાં કાંડાં કાપ્યાં હતાં, કે દગલબાજીની જાળ બિછાવી હતી ? કહો ? શું કહો છો ? રાઠોડોની કીર્તિ પર કલંકકાલિમા કેમ ઢાળી ?’ વળી થોડીવારમાં શાન્ત પડીને કહે છે : “ના, ના, દુર્ગાદાસ પર શંકા કરવી એ પોતાના પર શંકા કરવા જેવું છે. એ માણસના દેહમાં તો શું, એના પડછાયામાં પણ દગલબાજી નથી. માત્ર મુકદ્દર અમારું દગલબાજીવાળું છે.” રાવજી ! આવા શોચ કર્યા કરે છે એ શહેનશાહ ! કોઈ વાર વળી પોતાના પિતાની કરામતને વખાણે છે. સતત પાછળ દુશ્મનો ધસી રહ્યાના સમાચાર મળ્યા કરે છે. દોડાદોડી કર્યા કરે છે, આ દિશામાંથી પેલી દિશામાં, એક રાત એક ઠેકાણે કાઢી નથી. બે ટેક એક ઠેકાણે જમ્યા નથી. કોઈ ડાઘુઓનું ટોળું બાદશાહીનું મડદું લઈને નીકળ્યું હોય તેવું તેમનું દૃશ્ય છે. દિવસોથી પૂરું ખાધું નથી, પૂરું પીધું નથી ! પાછળ શાહજાદો મોઆજમ ચડ્યો છે. જરૂર પડે આલમગીર પોતે પણ આ તરફ નીકળી આવે ! દુર્ગાદાસની આંખો જમીન ખોતરી રહી. થોડીવારે ઊંચું માથું કર્યું : ‘બેલીઓ !' દુર્ગાદાસે કરુણ સ્વરે કહ્યું. એમની એક આંખમાં વીજળીની જ્વાલા હતી, એક આંખમાં મેઘની ભીનાશ હતી, ‘આપણી આગેકૂચ પૂરી થઈ. પીછેકૂચ શરૂ કરો. આ તો સસલીએ સિંહને હંફાવ્યા જેવું થયું. વળી પાછા.” ‘પાછા વળીને શું કરશું ?' મુખ્ય સાથીદારે કહ્યું : | ‘બાપનું બારમું કરશું. દાઢી મૂંછ મૂંડાવી નાખીશું. રાજ કરશે તો આલમગીર કરશે, આપણે તો મફતનાં દાઢીમૂછ ઉગાડ્યાં છે ?' દુર્ગાદાસે આત્મતિરસ્કારથી કહ્યું. ‘રે, શું રાખ્યુ દુર્ગાદાસ આવાં વેણ કવેણ કાઢે છે ? શું સાગર મર્યાદા મૂકે છે ? શું ધરતી બોજથી ધ્રૂજે છે ? શું સિંહ ખડે ચરે છે ? માણસ હોય તે ભૂલ કરે. ભૂલ ઢોરથી ન થાય.” ભાટી સરદારોએ કહ્યું. ઝાઝી વાતો કરવાનો સમય નથી. સિંહ તો હવે જ્યારે થઈએ ત્યારે, અત્યારે તો આલમગીરે પોતાની કળથી આપણને નાસતાં શિયાળ બનાવી દીધાં છે. વાહ રે કરામતી પુરુષ ! તારી હિકમત-હોશિયારી જોઈ આફરીન પોકારી ઊઠવાનું દિલ થાય છે, પણ અત્યારે વાત કરવાનો વખત નથી. થોડાં પાછાં વાળો.’ ‘શા માટે ? આલમગીરના પંજામાં પડવા માટે ?' ના. ના. આલમગીરના પંજામાંથી અકબરશાહને છોડાવવા માટે ! અગ્નિનો અવતાર આલમગીર, પુત્રને સ્વાહા કરતાં લેશ પણ સંકોચ નહિ કરે ! આજ અકબરશાહ આલમગીરનો પોતરો નથી, પરદેશી મોગલ નથી, રજપૂતોનો ને રાઠોડ નવી પાદશાહીની લાશ | Il3 કહ્યું : ‘હજૂર ! બૈરાં-છોકરાં થોડાં પર, માલસામાન ઊંટ પર ને બીજા બધા પગપાળાનવા શહેનશાહ અકબરશાહની સવારી આમ દર બંદરની ધૂળ છાણતી ફરે છે ! અકબરશાહના મુખ પર સોળ વર્ષનો છોકરો ફાટી પડ્યા જેવી ગમગીની છે. વારંવાર એ અફસોસ કરે છે, ને તમને યાદ કરે છે. કોઈ વાર તાપથી, કોઈ વાર
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy