SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તો પણે અજબ જેવું દશ્ય દેખાયું. પુરુષ સ્ત્રીને પકડી પાડી હતી અને બંને જાનવરની જેમ એકબીજાને મોંથી બચકાં ભરતાં હતાં ! અરે, પ્રેમની આ ઉત્કટ અવસ્થા ! જયસિંહ દશ્ય જોતાં મૂંઝાઈ ગયો ! આ તે કોઈ વામ વાર્ગીનો અખાડો કે અઘોર પંથીઓની અઘોર ક્રિયા ! ધીમા ધીમા, હવાની લહેરીઓ સાથે ગીતના સ્વરો પણ આવતા હતા. ‘દારૂ પિયો રંગ કરો, રાતાં રાખો નેણ : બેરી થારા જલ મરે, સુખ પાવેલા સેણ. દારૂ દિલ્હી-આગરો દારૂ બીકાનેર. દારૂ પીઓ સાહેબા, કોઈ સૌ રૂપિયારો ફેર. દારૂ તો ભકભક કરે, સીસી કરે પુકાર : હાથ પ્યાલો ધન ઘડી, પીઓ રાજકુમાર. સોરઠિયો દોહો ભલો, ભલી મરવણી બાત જોબન છાઈ ધન ભલી, ભલી તારા છાંઈ રાત. છલબલીઆ ઘોડા ભલા, અલબલી અસવાર, મદ છકી મારૂ ભલા, મરવણ નખરાદાર.' 'હા, હા, મરવણ નખરાદાર !' પુરુષ તૂટક શબ્દોમાં કહ્યું. થોડીવાર ભિન્ન ભિન્ન અંગો પર બચકાં ભરવાની રીત ચાલુ રહી, પણ પછી જયસિંહે પુરુષને લથડાતો જોયો. કોઈ મોટું વૃક્ષ મૂળથી ઊખડી પડે, એમ એ ઢળી પડ્યો. નીચે પડ્યો પડ્યો હાથ-પગ તરફડાવવા લાગ્યો. મોંએ હાથ મૂકી પાણી માગવા લાગ્યો, ચંદ્રના પ્રકાશમાં દેખાતું એ દૃશ્ય કોઈ માયાવી સૃષ્ટિનું લાગતું હતું. પાણી લાવી આપવાને બદલે સ્ત્રી જોરથી હસી, ને ગુફા તરફ ફરી ! કાળા કેશની વચ્ચે આવતું એનું ગોરું ગોરું મુખડું પૂર્ણ ચંદ્રની શોભા ધરી બેઠું હતું ! સ્ત્રી ગુફાની વધુ નજીક આવી ! ચંદ્રના પ્રકાશમાં એનું મોં લોહીના ટશિયાથી વિવર્ણ બન્યું હતું. આખા દેહ પર જંગલી જાનવરે કર્યા હોય તેવા ઉઝરડા ને લોહીના નાના નાના ટશિયા હતા ! સ્ત્રી જેની સાથે ક્ષણ વાર પહેલાં રમતી હતી, હસતી હતી, એને ત્યાં પાણી ! પાણી ! કરતો છોડી, ગુફા, તરફ કાં ધસી આવી ! શું નરમુંડધારી કોઈ યોગિની પોતાના પણ એવા બૂરા હાલ કરવા તો આવતી નથી ને ! જયસિંહને ક્ષણવાર ભયની કંપારી છૂટી રહી. પરસ્ત્રીને માતા ગણવાનું નીમ લેવા એનું મન ઉત્સુક થઈ ગયું. ‘તરસ્યાને પાણી ?’ જયસિંહમાં માનવતા પોકાર પાડી રહી. અને મન થઈ 100 D બૂરો દેવળ આવ્યું કે પાણી લઈને પહોંચી જાઉં, કમોતે મરતા માનવીનું મોત સુધારું, નહિ તો એ આ સૂકી ભૂમિમાં ભૂત થઈ ભટકશે. ભૂંડી ભૂમિ વધુ ભૂંડી થશે. સ્ત્રી નજીક ને નજીક આવી રહી હતી. એનું મુખ પિછાની શકાય તેટલી નજીક આવી. જયસિંહે એને ઓળખી કાઢી. એ ન૨૨ક્તધારિણી સુંદરી બીજી કોઈ નહિ, જેને પોતે હ્રદયેશ્વરી બનાવી હતી. એ બાલુસુંદરી પોતે હતી ! જયસિંહનું કોમળ મન પેલા દશ્યનો ભાર મહામહેનતે જીરવતું હતું. ત્યાં આ આશ્ચર્યજનક સત્યનો આઘાત એને વ્યાકુળ બનાવી રહ્યો. શ્રમિત મગજમાં ચક્કર આવવા જેવું લાગ્યું. એણે કટાર ઉઠાવી. દોડીને સુંદરી પર ચલાવી દીધી. પણ બસ. એક ઘા સાથે એના શૂરાતનનો અંત આવી ગયો. એ બે નેત્ર દાબીને નીચે બેસી ગયો. થોડી વાર એની સૂધબૂધ ખોવાઈ ગઈ. કેટલીએક પળો પસાર થઈ. હવામાં આવતી સુગંધે એને ફરી સ્વાસ્થ્ય આપ્યું. જયસિંહે આંખો ઉઘાડી. સુંદરી સ્વસ્થ થઈને વિરામાસન પર બેઠી બેઠી કંચુકીના બંધ બાંધી રહી હતી. કટારી એની ગૌરવર્ણી ભુજામાં થોડો ઘસરકો કરીને ચાલી ગઈ હતી. જખમ સામાન્ય હતો. સુંદરીનું તો જાણે જખમ પર લક્ષ જ નહોતું. એણે કહ્યું : ‘જયસિંહ ! સાવધ થા ! કટારીના ઘાને ભૂલી જા ! મને કંઈ નથી. આનાથી પણ ભયંકર જખમો નાનપણથી વેઠતી આવી છું.' ‘સુંદરી ! ફરી શંકા થાય છે. તમે આ દુનિયાનાં લાગતાં નથી.' ‘આજ દુનિયાની છું.’ ‘તો તમે આ શું કર્યું ?' જયસિંહને અસ્વસ્થ થતો જોઈ સુંદરી બોલી : ‘જયસિંહ ! સ્ત્રીની તાકાત નીરખી ? તમે જે સો વર્ષે ન કરી શકો, જે તમારી હજારોની સેના ન કરી શકે, એ અમે ક્ષણ વારમાં કરી શકીએ છીએ.' સુંદરીએ દેહ સ્વચ્છ કર્યો હતો, પણ હજી રક્તનાં ચાઠાં દેખાતાં હતાં. એની સુવર્ણકાયામાં એ ચાઠાં સોનાગેરુ જેવી સુશ્રી પેદા કરતાં હતાં. ‘ઓહ ! જે દશ્ય મારી આંખોએ જોયું, એ હું ભૂલી શકતો નથી : એ યાદ આવતાં મારું દિલ આંચકા ખાય છે ! સુંદરી તું ?' જયસિંહ બોલતો નહોતો, જાણે આર્તસ્વરે રુદન કરતો હતો. ‘મને તું સતી ન સમજીશ. સતી થવાના મનસૂબાય રહ્યા નથી, વળી, કહેવાતી સતીઓના નરકસંતાપ મેં હૈયું ભરી ભરીને જોયા છે ! એમના પતિ અમને ગોદમાં સ્વપ્નભંગ D 101
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy