________________
પણ શિવાજીનો પુત્ર એમ સસ્તો સોદો કરે તેવો ન હતો. મોતનો ડર દેખાડવાથી કંઈ કામ સરે તેમ નહોતું ! સદા મોતની સાથે રમનારા મરાઠા ખાલી મોતની ધમકીથી ડરે ખરા ! ખરીતો ખાલી પાછો ફર્યો.
અકબરશાહ તો જંગમાં ઝુકાવી બેઠો હતો. ભયથી કે પ્રેમથી એ પિતાની નજીક જાય તેમ નહોતો. એણે બાપનો ખીતો હાથમાંય ન પકડ્યો.
આલમગીરના ભેજામાં અપાર યુક્તિઓ ભરી પડી હતી. એક વાર એકબરશાહની શેતરંજનું પ્યાદું બનીને આવી હતી. અકબર ન માન્યો. ૨ કાફર ! દૂધની સગાઈની પણ શરમ ન રાખી ! ધાવમા પાછી ફરી.
અકબરશાહે એને વિદાય આપતાં કહ્યું: ‘દગો આપણા રાજ કારણનો આત્મા બન્યો છે અને દગો કરવાની વાત હવે મને રુચતી નથી. બાદશાહી ન મળે તો કાંઈ નહિ ! ફકીર થઈ જઈશ.'
અકબરશાહના ગુરુને એક વાર મોકલવામાં આવ્યા, ગુરુએ અજબ અજ બ જ્ઞાન આપવા માંડ્યું. શિષ્ય પણ નમ્રતાથી સાંભળી રહ્યો. ગુરુએ તો પોતાના જ્ઞાનનો ભંડાર આખો ઠાલવી દીધો ને કહ્યું.
| ‘બાપ આખરે બાપ છે, પોતાની કોમ એ આખરે પોતાની કોમ છે, બીજી કોમની તરક્કી એ ગદારનું કામ છે. આલમગીરને ખુધઈ મદદ છે. રાણા રાજસિંહ અને શિવાજીના આકસ્મિક મોત પર વિચાર કરો. હવે ઇસ્લામી મહારાજ્ય સામે કાંટા તરીકે રાવ દુર્ગાદાસ બાકી છે. દુર્ગાદાસને પકડાવી દો. કામ પૂરું થયું. તમે દિલ્હી ચાલો. તાજને તન શોભાવો. તમારા પિતાને તો ફકીરીનાં પુરાણાં અરમાન છે.’
ગુરુ કરતાં ચેલો સવાયો નીકળ્યો. એણે હા એ હા ભણી કહ્યું, ‘મારી પાસે ધન ક્યાં છે ? આજ તો એક પાઈ માટે પણ મરાઠાઓનો લાચાર છું.’ આમ અકબરશાહે ખર્ચ માટે ધન માગ્યું. ગુરુએ લાવીને ધન હાજર કર્યું. પણ ધન ચવાઈ ગયું. અકબરશાહ ને દુર્ગાદાસ એક રહ્યા. દિલ્હીદાસ ગુરુજી નારાજ થઈ દિલ્હી પાછા ફર્યા. | બધા પ્રયત્નો નિષ્ફળ જતાં-આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, એમ માની જંગમર્દ બાદશાહે પોતે દક્ષિણ પર ચઢાઈ કરી. ભારે સેના ! ભયંકર હાથી ! કેટલાય મણની તોપો, છાવણી પડે ત્યાં શહેર વસી જાય.
પણ માખીને મારવા કંઈ તલવાર કામ આવે ? દક્ષિણે તો આલમગીરના દાંત ખાટા કરી નાખ્યા. રાઠોડ ને રજપૂત કરતાં મરાઠા સાવ જુદા મિજાજના નીકળ્યા. વંટોળિયા જેવા, ભૂતના ભાઈ જેવા પહાડના ચુહા જેવા એ આવ્યા ક્યાંથી ને ગયા
ક્યાં કંઈ સમજ ન પડે , એમનું ઘર એમના ખભે, ચાર દહાડા ખાવા ન મળે તો પણ ચાલે. આવા લોકો સામે હાથી, રથ, પાલખી ને ભારે તોપોવાળું લશ્કર પોતાના
બોજથી પોતે થાકી ગયું ! વર્ષો વીતતાં ચાલ્યાં, પણ કંઈ ન થઈ શક્યું. આજ જીત મળી. કાલે વળી હાર થઈ. વળી જીત થઈ. આમ ઔરંગઝેબની પાછલી જિંદગીનાં અનેક વર્ષોની બરબાદીના સરવાળામાં દક્ષિણમાં ક્ષણભંગુર બાદશાહી સ્થાપી શકાઈ. વાલામુખી પર જાણે સિહાસન મંડાયું.
દુર્ગાદાસની ધારણા સાચી પડી. આલમગીર બાદશાહ દક્ષિણમાં આવ્યો, તો મારવાડનો બંદોબસ્ત કમજોર થયો. રાઠોડો બળ પર આવ્યા. બધેથી ચોથ ઉઘરાવવા લાગ્યા. જોધપુરના ફોજદાર થવું, એ મોગલો માટે યમથી લડવા બરાબર થઈ ગયું. દુર્ગાદાસે આખા હિંદ પર લોકક્રાન્તિનો ઝંડો ફરકાવ્યો.
આમ ચાલતું હતું, ત્યાં મારવાડથી રાઠોડ દરબારોનો પત્ર આવ્યો; “હવે બધા જોધપુરની ગાદીના વારસને જોવા તલસે છે. રાજ કુંવરને બહાર લાવી રાજ્યાભિષેક કરવાની જરૂર છે, જલદી મારવાડ આવો !”
દુર્ગાદાસે દક્ષિણમાંથી મારવાડ જવાનો નિશ્ચય કર્યો. સાથે અકબરશાહને પણ કહ્યું : “ચાલો મારવાડ !'
અકબરશાહે કહ્યું : હવે એ તરફ આવવાનું દિલ નથી, મક્કાની હજ કરી, ઈરાનમાં છેવટની જિંદગી ગુજારવા ઇચ્છું છું. આપે દોસ્તી ખૂબ નિભાવી ! આપણાં સ્વપ્નાં સાચાં ન થયાં, એમાં આપણા પ્રયત્નોમાં ખામી નહોતી, ફક્ત અલ્લાની મરજી નહિ હોય !”
એક દહાડો અજબ સ્વપ્નોનો રાજા અકબરશાહ જહાજ પર બેસી મક્કા તરફ ચાલ્યો ગયો, દુર્ગાદાસે મારવાડ જવા ઘોડા પર જીન નાખ્યું. બે મિત્રો દિલ ભરીને ભેટ્યા ને જુદા પડ્યા.
આ બે દોસ્તો દુનિયા પર પોતાનું સર્વધર્મપ્રેમી સામ્રાજ્ય ન જમાવી શક્યા તો ન સહી-પણ બે દિલમાં એ પ્રેમધર્મી સામ્રાજ્ય નિષ્કટક રાજ્ય કર્યું, એ પણ ઇતિહાસકારોએ ગૌરવથી ગાવા જેવી બીના છે. કોઈ કાળે બિનમજહબી સામ્રાજ્ય સ્થપાશે, ત્યારે એ કબરશાહ ને દુર્ગાદાસની જોડીને કોઈ નહિ વીસરે !
અકબરશાહ મક્કાની હજે જવા વહાણમાં ચડ્યા. ચઢતાં ચઢતાં કહ્યું : ‘દીકરો કે દીકરી તેમને સોંપ્યાં !'
દુર્ગાદાસના હૈયે ડૂમો આવ્યો હતો. એમણે મસ્તકે ડોલાવી હા કહી. એમની નજર સામે સેવેલાં સ્વપ્નાની ખંડેર ઇમારતો હતી. શું ધાર્યું'તું ને શું થયું !
‘તમે એના માબાપ !' દિલાવર અકબરશાહના હૈયામાં આંચકા હતા.
‘હું એનો બાપ ! દુર્ગાદાસ એનો બાપ પણ ખરો, અને એનો સેવક પણ ખરો. ઊની આંચ નહીં આવવા દઉં, રાઠોડો પર ભરોસો છે ને !'
124 B બૂરો દેવળ
શેરને માથે 125