SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ I8 દુર્ગાદાસની એકાદશી ‘જયસિંહ !' સુંદરીએ પોતાની વાત થંભાવતાં કહ્યું. જયસિંહ તો વાતમાં એટલો તલ્લીન થઈ ગયો હતો, કે જ્યારે વાર્તાપ્રવાહ તૂટ્યો ત્યારે એને લાગ્યું કે અરે, કયા જમાનામાં હું હમણાં જીવતો હતો, ને હવે મારે કયા જમાનામાં જીવવાનું આવ્યું ! એની સામે દિલ્હી દરબાર, મોતી મસ્જિદ, જોધપુર, દરબાર, ઠેરઠેર ભટકતો અભિનવ શહેનશાહ અકબરશાહ ને કોઈ વજ દુર્ગના અવતાર જેવા દુર્ગાદાસ રમતા હતા ! જાણે એ બધાની સાથે પોતે મિત્ર બની, ભેરુ બની, પ્રતિસ્પર્ધી બની ભીમી રહ્યો હતો. જયસિંહ વાર્તામંગથી અકળાઈને બોલી ઊઠ્યો : ‘સુંદરી ! વજ પુરુષોના એ યુગમાંથી મને આ વૈતિયા યુગમાં પાછો ન આણશો. તમારી વાત ચાલુ રાખો. મને એ ઇતિહાસસૃષ્ટિમાં ફરી ખેંચી જાઓ ! આહ ! કેવા એ દિવસો ! કેવી એ રાજરમત ! એ રાજરમતે સર્જેલો કેવો એ સંસાર !” જયસિંહે પોતાનાં વિશાળ અણિયાળાં નેત્રો સુંદરી પર ઠેરવતાં કહ્યું. | ‘જયસિંહ, આ તો મારાં પાલક માત-પિતા પાસેથી અનેકવાર સાંભળેલી વાતો છે. જે વાતોની હું સાક્ષી છું, એ વાત તું સાંભળીશ, ત્યારે તો હું જરૂર એમાં ખોવાઈ જઈશ.’ સુંદરીએ વાતમાં વધુ મોણ નાખતાં કહ્યું. જયસિંહના વાર્તાશ્રવણના ઉત્સાહ કરતાં એનો પોતાનો વાર્તાકથનનો ઉમંગ અદકો હતો. ‘સુંદરી ! તમારી વાતો સાંભળતો ખોવાઈ જાઉં તો આ નાજુક હાથોમાં દીવડો લઈ મને શોધવા નીકળજો ! વાર્તારસમાં નિમગ્ન બનેલાની આંખો પાછળથી આવીને દબાવજો !' જયસિંહે હસતાં હસતાં કહ્યું : ને સુંદરીની સુંદર કાયા પર પોતાનાં નેત્રથી સ્પર્શ કરી રહ્યો. *એકાદશીનું વ્રત તું જાણે છે ?” સુંદરીએ વાત બદલી. એ જયસિંહના છેલ્લા વાક્યનો મર્મ સમજી, પણ એને અત્યારે જવાબ દેવાનું ઉચિત લાગ્યું નહિ. ‘સુંદરી ! હિંદુ છું એટલે એકાદશીનું વ્રત જાણતો જ હોઉં ને ! આ ચંપાગુફામાં આવ્યો ત્યારથી મારે એકાદશીનું જ વ્રત છે ને ! ખાવામાં આણી રાખેલાં કંદમૂળ, પાસે ઊગતી ભાજી ને આ મધનો પૂડો ! ન જાણે ક્યારથી એ ખાઉં છું, ને એકાદશી વ્રત આચરું છું. ને હજી ક્યાં સુધી એ ખાઈશ, ને એકાદશી વ્રત આચરીશ, એની ખબર નથી. મારે તો નમાજ પઢવા જતાં મસીદ કોટે વળગી છે.' જયસિંહે જરા વ્યંગમાં કહ્યું. ‘એ વ્રતના માહાત્મની કથા કહેવા માગું છું !' સુંદરી આડીઅવળી વાત માટે તૈયાર નહોતી. ‘મારે નથી સાંભળવી. મધ્યકાલીન મહાભારતની ઇતિહાસ-વાર્તા કહેતાં કહેતાં વળી તું શાસ્ત્રી પુરાણી ક્યાંથી બની બેઠી ? આપણે ત્યાં પેલી કહેવત છે, કે વ્યાસજી આપ બેંગણ ખાવે, દુસરાને પરમોદ બતાવે. એકાદશીના વ્રતનું માહાત્મ સાંભળવું મારું કામ નથી ! આપણી વાર્તા આગળ ચલાવ !' ‘આપણી વાર્તા સાથે જ આ એકાદશીનો સંબંધ છે. જયસિંહ ! રાજકારણમાં સદાકાળ ધર્મનો સગવડિયો ઉપયોગ થયો છે, પણ કોઈ વાર ધર્મ માણસને કામ પણ આવે છે. લોકક્રાંતિના ઝંડાધારી રાવ દુર્ગાદાસ એક વાર એકાદશીના વ્રતના લીધે જ મોતના મોંમાંથી ઊગરી ગયા !' વાહ, વાહ ! ત્યારે એ વાત રમૂજી હશે.' જયસિંહે કહ્યું ને આગળ બોલ્યો : ‘આલમગીરે ખુશ થઈ એમને પાટણના હાકેમ બનાવ્યા, તોય શું રાવ દુર્ગાદાસના નસીબમાં શાંતિના દિવસો નહોતા લખાયા ? બાદશાહ સાથે સંધિ થઈ, એ કબર શાહ હજ માટે ચાલ્યા ગયા, અજિતસિંહ પરગણાં લઈ બેસી ગયા, દુર્ગાદાસને પાટણની હાકેમી ઇનામમાં મળી, પછી વળી ભય કોનો ને બચવાનું કેવું ? જબરી છે આ રાજ ખટપટો ! બાપડા માણસને માણસ ન રહેવા દે.' ‘આ રાજાઓએ ભારે તોફાન જગાવ્યાં છે. કોઈ વાર એમ વિચાર થાય છે, કે રાજા જ ન હોય તો ? પ્રજા જ પ્રજાનું ફોડી લેતી હોય તો ? પણ આ ગાંડી વાત છે. રાજનો આધાર જ રાજા છે. લોકોને રાજાનું ઘેલું લાગ્યું છે. રૈયતને રાજા જોઈએ, સ્ત્રીને જેમ ધણી જોઈએ.’ સુંદરી બોલી. ‘વળી આડી વાતોમાં ક્યાં ઊતરી ? સ્ત્રીને ગમે તેવો હોય તોય ધણી માથે હોય એ ગમે, એમ પ્રજાને ગમે તેવો હોય તોય રાજા ગમે, નહિ તો રાવ દુર્ગાદાસ કરતાં ક્યો રાજા ચઢે ? વારુ, પછી શું થયું ?જયસિંહે ચર્ચામાં ભાગ લઈ એનો અંત આણતાં કહ્યું. દુર્ગાદાસની એકાદશી 129.
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy