SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જયસિંહે મોટા ભાઈની વાતચીત સાંભળી હતી, પણ ન સાંભળી કરી. નાનપણથી આજ્ઞાંકિતતાનો ગુણ કેળવેલો એટલે એને આવું કેટલુંક કડવું ગળતાં આવડતું. બંનેએ બારીના હવામાર્ગમાં લંબાવ્યું. નિદ્રા પરી પોતાની સુખદ પાંખો એમના પર ઢોળવા લાગી. પૂજારી શિવકવચ ભણતો બહાર નીકળ્યો. બહાર નીકળતાં એણે દરવાજા પાસેથી કોઈ પડછાયો સરકતો જોયો. એ સરીને ઝડપથી બહાર નીકળી ગયો. પૂજારીએ હથેલીએ શંખાકાર બનાવી મોં પર મૂકી, અને શિયાળની ભાષામાં દરવાજા પાસેથી એ દિશા તરફ મોં કરીને બોલતાં કહ્યું. અલ્યા ભૂત ! કામથી કામ રાખજે . ઘા - બા ના કરતો.” સરતો પડછાયો થંભ્યો. દૂર દૂરથી ઘુવડ બોલતું હોય એવી ભાષામાં એણે જવાબ આપ્યો : નચિંત રહો, બાપજી ! મારે તો કામથી કામ છે.' વળી થોડી વારે ઘુવડ પાછું બોલ્યું : ‘મહેમાન પોઢી ગયા કે ?' ઘુવડના જવાબમાં શિયાળ રોયું : “હા, ઘસઘસાટ ઊંઘે છે, મોટો ઘેનમાં પડ્યો છે. વળી ઘુવડ બોલ્યું : 'ચીબરીના શકન લઈને કામે ચઢવું છે. બાપજી ! આ વરસમાં આ પહેલી વાર છે.' પૂજારીએ કંઈ જવાબ ન વાળ્યો. એણે પોતાનું દ્વાર મજબૂત રીતે ઠાંસી, તુલસીદાસજીની એક ચોપાઈ ગાતાં પથારીમાં ઝુકાવ્યું : ‘ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ, નારી એ સબ તાડન કે અધિકારી !' વાહ વાહ, શું સાચું ભર્યું !' જંગલમાં ફરી શાન્તિ વ્યાપી રહી. દૂર દૂર શિયાળની લારી સંભળાતી હતી. ઘુવડ પણ માળામાંથી તાજાં આણેલાં બચ્ચાંનો નાસ્તો કરતું, પોતાનું સુખદ ગાન અવિરત ગાતું હતું. આજે ચીબરી જરા મોડી બોલી. ચીબરીના અવાજ સાથે, અંધકારમાંથી કોઈ પ્રેત નીકળી આવે એમ, એક ઊંટ નીકળી આવ્યું. મારવાડનું એ અસલ જાખોડા ઊંટ હતું. પોતાના સ્વામીને એક રાતમાં બસો માઈલ દૂર લઈ જનારો જીવ હતો. એ ખંડની ખુલ્લી બારી પાસે પળ વાર થોળ્યું, ને પછી ચૂપચાપ આગળ ચાલ્યું ગયું. એની પીઠ પરથી કૂદીને કોઈ બારીના નીચેના કઠેડાને વળગી ગયું. વાનર પણ આટલી સુંદર ફાળ ભરી ન શકે ! 12 બૂરો દેવળ આગંતુક વાનરનો ભાઈ લાગ્યો. એ બે હાથ ને બે પગે ધીરે ધીરે બારીની લગોલગ આવી ગયો, ને એની થાંભલી પકડી સિફતથી ખંડમાં પ્રવેશી ગયો. પૂજારી અધૂરો ભરેલો દીપક મૂકી ગયેલો, તે હવે બુઝાઈ ગયો હતો. અઘોર કર્મ માટે અનુકૂલ અંધકાર વ્યાપ્ત હતો. એ અંધકારને વીંધતો પેલો આગંતુક વીજળીની ઝડપે આગળ વધ્યો, ને ભરનિદ્રામાં પડેલા બે ભાઈમાંથી એકની છાતી પર ચડી બેઠો. શ્રમ ને ખેદ ભરી નિદ્રામાં પડેલો નાનો ભાઈ જયસિંહ સફાળો જાગી ગયો. એણે પરવશ દશામાં આંખો ખોલી, તો છાતી પર જ મ જેવો કોઈ બેઠેલો જોયો ! અરે ! મા કાલિનો જાણે બીજો અવતાર ! એના હાથમાં કાળજાનું ફળફળતું ખૂન પીવા તલપાપડ થઈ રહેલી છરી તોળાઈ રહી હતી ! મોં પર લાલ ને કાળી મશનું ચિતરામણ હતું. આ ચીતરેલા ચહેરામાં વરુ જેવી આંખો ભારે બિહામણી લાગતી હતી. એ ખૂની મગરની જેમ દાંત કચકચાવતો ઇશારાથી કહેતો હતો : ચૂપચાપ જે હોય તે ધરી દે, નહિ તો આ છરી તારી સગી નથી.” વગડાની વાટ. ઘોર અંધારી રાત. મદદ માટે પડખે સૂતેલા મોટા ભાઈને પણ ઢંઢોળી શકાય તેવી સ્થિતિ નહિ. ભાઈએ પણ અફીણ સારા પ્રમાણમાં લીધેલું. જરા પણ અવાજ કરતાં કાતિલ છરી કાળજું ચીરી નાખવા તૈયાર ! વખત વર્તીને જયસિંહે હાથના વેઢ, ગળાનો હાર ને બાજુબંધ કાઢી લેવા તેને સૂચવ્યું. પછી પડયા પડયા ઇશારાથી એને સમજાવ્યું કે પગમાં નક્કર સોનાનો લોડો છે, જોર હોય તો કાઢી લે ! નક્કર સોનાનો લોડો !૨, સોના ખાતર તો એ ચોર બન્યો હતો, ને હવે ચોરવા જોગ ચીજ મૂકી દે ખરો ? વળી આજ જેવા મહેમાન ને આજ જેવી તક કાલે લાધે પણ ખરી ને ન પણ લાધે. આગંતુકે પકડ ઢીલી કરી; માત્ર છરી સામે ધરી રાખી. એ ધીરે ધીરે પગ તરફ સર્યો. એક હાથે છરીએ રોક્યો હતો, બીજા હાથે બેડી કાઢવા યત્ન કરવા લાગ્યો. પણ નક્કર સોનાની બેડી, એમ એક હાથે જલદી કેમ નીકળે ? જયસિંહે ધીરેથી કહ્યું : “મને બેઠો થવા દે, હું તને મદદ કરું. ભલે તારી સોનાની ભૂખ પૂરી થાય. મારે ત્યાં તો સોનાનો મેર છે.' લોભે લક્ષણ જાય. પેલાએ છરી હલાવીને ઇશારાથી સંમતિ આપી. જયસિંહ બેઠો થયો. એણે બે હાથે બેડી કાઢવામાં મદદ કરવા માંડી, બેડી મજબૂત હતી. બંને જણા મથવા લાગ્યા, પણ એ મચક આપતી નહોતી. જયસિંહે ખુબ જોર વાપરવા માંડવું, પણ બેડી મચક આપે ત્યારે ને !જયસિંહે આખરી પ્રયત્ન કરવા જોરથી હાથ ઊંચો ર્યો ને મૂઠી વાળી, પણ ૨ રજપૂતનો પોલાદી પંજો બેડી પર પડવાને બદલે બૂરો દેવળ 13
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy