________________
મંદમંદ ગતિએ ઝાંઝરના મીઠા ઝમકારે બહાર આવી. અંધારા ઓરડામાંથી જાણે ચાંદ બહાર આવ્યો, એની રૂપકૌમુદી ચારે તરફ પ્રસરી રહી.
‘માતાજી ' દુર્ગાદાસે બે હાથ જોડી નમસ્કાર કર્યા. એ રાજકારણમાં પડ્યા પછી ખાસ કરીને સ્ત્રીના પરિચયમાં આવતા નહિ, ને આવતા તો મા-બેન કહીને સંબોધતા.
‘રાવજી ! એ આપનાં પત્ની છે ' સાવનસિંગે કહ્યું.
મારાં પત્ની ?” દુર્ગાદાસને સાપ ડેસ્યો હોય એમ આઘાત થયો. તેઓ ગાદી પરથી અડધા ઊભા થઈ ગયા , એકાએક તલવાર પર હાથ ગયો. તેઓએ કહ્યું : “શું મને અહીં બોલાવી બદનામ કરવાનું કાવતરું તો રચ્યું નથીને ! સાવનસિંગ ! આગળ દુર્ગાદાસ છે હોં !'
‘રાવજીને બદનામ કરવાનું કાવતરું કરવું, એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે, સત્ય કથની છે. મહારાજ ! મા દુર્ગાની આણ છે, ઉતાવળ કરો તો, આપ શાંતિથી સાંભળો !
રાવ દુર્ગાદાસ એક અજબ હેરાનગતિમાં પડી ગયા. પેલી માધુર્યની મૂર્તિ સમી સ્ત્રી સામે આવીને લજ્જાવનત બેઠી હતી. મંદિરની કોઈ પૂજારણ પોતાના દેવ સામે બેસે, તેવી તેની અદા હતી.
રાઠોડ સાવનસિંગે કહ્યું : 'મહારાજ ! આ ફૂલાંદે નાનપણથી આપના સતધરમની પૂજારણ છે. એક વાર એને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન આપની સાથે થયાં, ને આપ અને એણે લગ્નની પહેલી રાત મભૂમિનાં રણમેદાનમાં ઘોડાં પર માણી.’
- ‘ભલા માણસો ! તમે કોઈ દીવાનાની દુનિયાનાં લાગો છો. આવી બાલીશ વાતો માટે મારી પાસે સમય નથી. તોતા-મેનાના કિસ્સા જેવી વાત કરો છો. એક તરફથી તમારા વિશે મને શંકા આવે છે, બીજી તરફ તમારા ભોળપણ માટે મને હસવું આવે છે !' દુર્ગાદાસે પાસે પડેલી તલવાર હાથમાં લીધી ને ઊઠવા લાગ્યા.
- “મારી વાત સાંભળ્યા વગર જાઓ તો સિદ્ધ જોગીની આણ છે. રાવજી ! જાણું છું. તમે કયા કામે જાઓ છો. સામાન્ય અવસર હોત તો તમને રોકત નહિ, પણ હવે તો તમે પાછા વળો કે ન પણ વળો !'
| ‘તો શું ત્યાં સિંહાસન પર મારો રાજ્યાભિષેક થશે ? દીવાનો માણસ ! હાં, પૂરી કર તારી વાત !' દુર્ગાદાસ જાણે નગમતી વાત ગમતી કરતા હોય તેમ બોલ્યા.
‘મહારાજ ! પછી ફૂલાંદેએ પોતાની માતાને પોતાના જ્વાબી લગ્નની વાત કરી, પણ સહુએ હસી કાઢી. ‘ઘેલી છોકરી !' માએ કહ્યું. તારે દુર્ગાદાસ જેવો વર જોઈએ છે, એ જ ને !' એણે ચાર જુવાન ચૂંટીને ઘેર નોતર્યા ને ફૂલાંદેને કહ્યું કે જે
ગમે તેની સાથે વર ! રાવજી ! એ ચારમાં એક હું હતો. જો કે કોઈ રીતે મારો જોગ બેસે તેવો નહોતો. નાનપણથી હું પાપથી ડરનારો. સસલું મરતાંય સંતાપ થાય. ભગવાન શંકરના ત્રિનેત્રને પૂજનારો, પણ ઢીલો ઢીલો છતાં ખાનદાન બાપનો દીકરો એટલે ઊભો કરી દીધો. પણ રાવજી ! શું કહું ? ફૂલાંદેએ બધાને છોડી મને પસંદ કર્યો. સહુએ કહ્યું કે આપણે ત્યાં હંમેશાં કાગડો દહીંથરું લઈ જાય છે, જ્યારે અહીં તો હંસી હોંશે હોંશે કાગને વરે છે.'
‘રાઠોડ ! ખરો નસીબદાર તું !” દુર્ગાદાસે પેલી સ્ત્રી સામે એક ઊડતી નજર નાખતાં કહ્યું. પ્રૌઢ અવસ્થાભરી એ મદભરી મોહિનીનું ૩૫ ચાંદરડાં પાથરતું હતું.
‘રાવજી ! નસીબદાર તો છું જ , નહિ તો આમ રાવજી ને નિમંત્રવાનો અવસર મળત ખરો ? પણ પૂરી વાત સાંભળ્યા પછી કહેજો કે કોણ નસીબદાર છે ! લગ્નની પહેલી રાતે અમે મળ્યાં, ત્યારે ફૂલાંદેએ મને આંખમાં આંસુ ને મોંમાં આજીજી સાથે કહ્યું: ‘મારુજી ! મા દુર્ગાની સાક્ષીએ કહું છું. મનથી દુર્ગાદાસને વરી ચૂકી છું. હવે તમે અડશો તો મારી પવિત્ર જાત અભડાવશો. દુર્ગાદાસ સિવાય બીજા મારે ભાઈબાપ છે ! રાવજી ! ફૂલાંદેનું રૂપ તો કામણ કરતું હતું. બીજો કોઈ હોત તો, એની એક પણ ન સાંભળત. પણ હું નાનપણથી પાપભીરુ ! ધરમ, આત્મા, ઈશ્વરમાં આસ્થાવાળો, મેં કહ્યું કે બાઈ ! આ તું શું કહે છે ? દુર્ગાદાસ તો લખમણ જતિનો અવતાર છે – પરસ્ત્રી સહોદર છે. એ તારી સામે આંખ ઉઠાવીને પણ ન જુએ.”
ફૂલાંદે કહે : ‘હું જાણું છું. પણ હું રોગી કે દરદી સ્ત્રી નથી, કે જેને દરદ મિટાવવા વૈદ જેવા પતિની જરૂર પડે. મારે તો મીરાંને શામળિયો સ્વામી હતો. તેમ દુર્ગાદાસ છે. એમનું નામ સ્મરું છું, ને અંતરમાં તૃપ્તિ વળે છે. બાકી હવે તમારે સમજવાનું. બીજા વરને મૂકી તમને વરી, એનું કારણ આ જ છે, માનું છું કે તમે, પરસ્ત્રી જેવી મારી સાથે સંગ કરી મને પાપી નહિ બનાવો અને ખુદ પાપી નહિ બનો. મને મારો ધર્મભંગ કરી વ્યભિચારિણી નહિ બનાવો, કહેશો તો અગ્નિશરણ સુખેથી સ્વીકારીશ.'
‘રાવજી શું કહું ? શું બોલું ? મેં એના બે હાથ પકડી, મસ્તકે અડાડતાં કહ્યું : ‘તું મારી બેનડી ! હું તારો વીર’ એ દિવસેથી અમારી વચ્ચે એ નાતો રહ્યો છે. માણસ છીએ, દેવ નથી , દેવને પણ કામ પીડે છે, તો અમે કોણ ? પણે દેવસાખે કહું છું. કે અમે પવિત્ર રહ્યાં છીએ, આટલાં વર્ષ એ રીતે કાઢી નાખ્યાં છે. દરરોજ તમારી વીરગાથાઓ જાણીને એને સંભળાવતો. એ તરત તુષ્ટમાન થઈ જતી.”
‘સાવનસિંહ, તમારી વાતો નિરાંતે સાંભળવા જેવી છે. હવે મને રજા આપો.” દુર્ગાદાસે કંઈક કંટાળા સાથે કહ્યું. ‘રાવજી, હું જાણું છું કે દરબારમાં તમારી રાહ જોવાય છે. બહાર પણ
સતની ધજા p 149
148 B બૂરો દેવળ