SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સરદારોએ કહ્યું : “આપ શોભા વગરનું બોલો છો. નોકર તો હજાર હતા. કેમ કોઈએ તમારા માટે માથું હોડમાં ન મૂક્યું !' આખરે ઓગણત્રીસ વર્ષના આ જુવાને વિવેકની હદ છાંડી. એ વખતે ચૂપ રહ્યો. કહેવાય છે કે રાવ દુર્ગાદાસને દરબારમાં મળવા બોલાવ્યા, ને આંખનું કહ્યું સદાને માટે કાઢી નાખવા દરવાજે મારા તૈયાર રાખ્યાં. અમદાવાદમાં જેવું હત્યાનું કાવતરું રચાયું હતું, તેવું આ કાવતરું હતું. પણ પેલું પારકા માણસોએ યોજ્યું હતું, તેવું આ ઘરનાં માણસોએ નિયોજ્યું હતું ! પેલું ભેદવું સહેલું હતું, આ ભેદવું મુશ્કેલ હતું ! ઘરના દીવા થરને બાળવા તૈયાર હતા. પાળેલું વાઘનું બચ્ચું પાલકને પોતાના કાતિલ થયેલા નહોર ભરાવી ફાડી ખાવા માગતું હતું ! પણ જેની કુરબાનીઓ સામાન્ય લોકોના દિલમાં કીર્તિમંદિર રચીને બેઠી હોય, એનું લોકો વગર સેવકે સેવકનું કામ કરે છે. આ વખતે એક જૂની વાત યાદ આવે છે. રાવ દુર્ગાદાસ સર્વધર્મી સલ્તનતની લાશ સાથે, એના પહેલા ને છેલ્લા શહેનશાહ અકબરશાહને મેવાડમાં આશ્રય દઈને પડ્યા હતા, નિશ્ચિત મને લાગેલા ઘાવને રૂઝવી રહ્યા હતા, ત્યારે મેવાડના જ દરબારની એક વૃદ્ધ દાસી આવીને એમને દિલહી દરબાર ને મેવાડ દરબાર વચ્ચે જોડાતી પયંત્રની કડીઓથી વાકેફ કરી ગઈ હતી. બોખા મોંની ડોશીએ કહેલું, | ‘રાવજી ! તમે કબરની ફિકર કરો છો, કે એ કબરની ?' ને રાવજી ચેતી ગયા, આ કોશમાંથી વાદળ સરી જાય એમ ધીરે ધીરે મેવાડમાંથી સરકી ગયા. પાછળથી મેવાડ અને દિલ્હી વચ્ચે સંધિ જાહેર થઈ ! કહેવાય છે, કે ઇતિહાસ ફરી ફરીને બેવડાય છે. આજ એમ જ બન્યું. રાવ દુર્ગાદાસ જ જોધપુરના દરબારમાં જવા નીકળ્યા હતા. હમણાં હમણાં રાજા સાથે ઓછી મુલાકાતો થઈ હતી. રાજ કાજમાં દુર્ગાદાસની દખલ ઇરાદાપૂર્વક ઓછી કરવામાં આવી હતી. રાવજી ઘણીવાર કહેતા : | ‘એનું છે ને એ સાંભળી લે, એનાથી રૂડું શું ?' રાવજીએ દરબાર તરફ જતાં સાથીદારોને કહ્યું : ‘આપણે ફતેહપોળમાં થઈને પ્રવેશ કરીએ.’ કાં, હજૂર ?* - “મારા રાજા અજિત મોગલો પાસેથી જોધપુર આંચકી લીધાની એ નિશાની છે ! અને એના દરવાજે મૂકેલી પેલી ‘કિલકિલા' તોપ, મહારાજની ગુજરાતની સૂબેદારીની નિશાની છે. અમદાવાદના સલાપસમાં એ બનાવેલી છે !' 146 n બૂરો દેવળ આમ રાવજી પોતાના રાજાની કીર્તિગાથા ગાતા આગળ વધ્યા, ‘પેલી શંભુબાણ ને ગજનીખાં તોપો જોઈ ? મોગલોની લડાઈમાં અમે ખેંચી લાવેલા.” રાવ દુર્ગાદાસ ભૂતકાળની સ્મૃતિનો આનંદ લૂંટી રહ્યા હતા. ‘હજૂર ! આપને ખબર જ હશે, કે રાવ ગાંગાએ બંધાવેલા ઘનશ્યામજીના મંદિરની મોગલસુબાએ મસ્જિદ બનાવેલી ! મહારાજે હુકમ આપ્યો છે, કે એને તોડીને મંદિર બનાવી નાખો ! મજૂરો પણ ઉત્સાહમાં આવી ગયા છે. ધડાધડ મસ્જિદ તોડાઈ રહી છે. ગૌમૂત્ર છંટાઈ રહ્યું છે ! દૂધથી તમામ જમીન ધોવાઈ રહી છે !' દુર્ગાદાસ કંઈ ન બોલ્યા. એમના મોંથી એક કાવ્યપંક્તિ નીકળી ગઈ : ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર !' એમ કરતાં દુર્ગાદાસ દુર્ગ પાસે આવી પહોંચ્યા. એકાએક દુર્ગની બહાર રહેતા એક વૃદ્ધ રાઠોડે આવીને ઘોડાની લગામ પકડી, ને એક સોરઠો લલકારતાં કહ્યું : “ગોલા ઘણા નજીક, રજપૂતાં આદર નહિ, ઉણ ઠાકરરી, ઠીક, પણ મેં પરસી રાજિયા !*** મહારાજ ! મારા ઘેર શિરામણ કર્યા વગર આગળ વધો તો ગૌબ્રાહ્મણના કસમ !' રાઠોડ જેનું નામ સાવનસિંગ હતું, તેણે કહ્યું, | ‘અરે ! પણ ભલા માણસ ! જોતો નથી ? દરબારમાં જવા નીકળ્યો છું. ને વગર કારણે ને વગર નિમિત્તે આટલો આગ્રહ કાં ? અને આ દુહાનો મર્મ શો ? અંદર પધારો. પછી બધું કહીશ.' દુર્ગાદાસને મોડું થતું હતું છતાં આ જક્કી રાઠોડ પાસે નમતું તોળવું પડ્યું. પ્રજાના પ્રેમનો ભૂખ્યો આ પ્રજાનાયક, સદા પ્રજાને ખુશ રાખવા યત્ન કરતો. સાથીદારોએ કહ્યું : મહારાજ ! રખાપણને મોડું થશે.” - ‘થશે ખરું, પણ આ રાઠોડોનું મોં કદી મારાથી તોડાતું નથી, એણે આપણા ધર્મયુદ્ધમાં ન જાણે કેટલા દીકરા આપ્યા હશે ? કેટલું સહન કર્યું હશે ? રૂડા પ્રતાપ આ લોકના છે ! એ મર્યા, આપણે ઊજળા થયા ! આમ બોલતા બોલતા દુર્ગાદાસ ઘોડા પરથી ઊતરી અંદર ગયા. દેવને પધરાવવા જે રીતે દેવળ શણગારાય, તેવા બધા શણગાર ઘરમાં સજેલા હતા. દેવની પધરામણી થાય, તે રીતે દુર્ગાદાસનું ભાવભીનું સ્વાગત થયું ! દુર્ગાદાસ મખમલી સિંહાસન પર બેઠા, કે પાસેના ઓરડામાંથી એક સ્ત્રી * આજે ગોલા-ખવાસ વહાલા બન્યા છે, ને ૨જૂ પૂતોના આદરભાવ ઓછા થયા છે. પણ રાજિયો કવિ કહે છે કે જ્યારે લડાઈની નોબતો વાગશે ત્યારે કોણ રજપૂત અને કોણ ગોલા એની ખબર પડશે.” સતની ધજા p 147
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy