________________
અમર થઈ ગયા. સેનાપતિજી ! આ તો તમારું ધર્મયુદ્ધ છે ! મેવાડપતિને હાકલ આપો. લાવો, લખી આપો પત્ર ! તમારી વિષ્ટિ હું ચલાવીશ.’
| દુર્ગાદાસે તરત જ એક વિનંતીપત્ર લખી દસોંદીને આપ્યો. જેની જીભ પર સ્વયં સરસ્વતી વસે છે, એ દસોંદી હૈયામાં હામ ભરી મેવાડના દરબારમાં જઈ પહાચ્યો.
રાણા રાજસિંહની પાસે લાંબી-ટૂંકી વાત નહોતી. એણે દસોંદી મારફત તરત કહેવરાવ્યું :
‘સિસોદીએ ને રાઠોડ એકત્ર થાય તો, ઝખ મારે છે. આવા આઠ આલમગીર ! આવો, મેવાડ તમારું છે. એને માનો ખોળો માનજો. સવારનો ભૂલેલો ભાઈ સાંજે ઘેર આવે તોય કંઈ ખોટું નથી !'
દસોંદીએ કહ્યું: ‘મહારાજ ! છેલ્લું વેણ ઠપકાનું છે. દુ:ખિયારો ભાઈ ઘેર આવતો હોય, ત્યારે બારણામાં જ ઠપકો ન શોભે. પછી ખાનગી ખૂણે રાઠોડોના કાન આમળજો ને !'
મેવાડપતિ ઊડ્યા ને દસોંદીને ભેટી પડ્યા : કહ્યું : “વાહ દસોંદી ! રાજાની ભૂલ તમે ન બતાવો તો કોણ બતાવશે ? સાચી વાત છે, દુઃખિયારા ભાઈને અત્યારે દિલે લગાવવાની વાત છે ! પણ દસોંદી ! મનની વાત છે ! તમને કહી રાખી સારી. માણસ આજ છે ને કાલ નથી. તમારા ચોપડે લખાણી એ ચિરંજીવ થઈ. આ રજ પૂત, આ મરાઠા, આ શીખ, આ જાટ એકવાર ભેગા થઈ જાય તો આલમગીર જેવા આઠને ચપટીમાં ભગાડી મૂકું હોં !'
‘આજ તો એ વાત પૂરવ ને પશ્ચિમને ભેગા કરવા જેવી લાગે છે, પણ રાણાજી ! ભાવના છે તો કોઈ વાર સિદ્ધિ થશે, નિરાશ થવાની જરૂર નથી ! આજ તો ઇતિહાસમાં તમે નામ રાખી દીધું છે.’
દસોંદી રવાના થયો. રાઠોડની છાવણીમાં પહોંચી ગયો. મરજીવા રાઠોડો મેવાડનો સધિયારો પામી, ફરી જાણે જીવતા થઈ ગયા.
મેવાડ ને મારવાડનું જોડાણ થયું ! બાળ રાણો અજિત મેવાડની પનાહ પામ્યો.
પણ આ જોડાણે દીર્ઘદૃષ્ટિ આલમગીરને ઉકેરી મૂક્યો. એણે મેવાડ પર હલ્લો ર્યો, પણ રજપૂતી વ્યુહરચના જુદી હતી. સામે મોંએ લડવામાં સાર નહોતો. ચિતોડ ખાલી કરવામાં આવ્યું, બાદશાહે ચિતોડ જીત્યું ને એમાં પ્રવેશ કર્યો. ચિતોડમાં કોઈ નહોતું-ખાલી મંદિરોનાં ખંડેર કરી એણે મન વાળ્યું.
ઉદયપુરને પણ મોગલસેનાએ કબજે કર્યું, પણ ત્યાંય સૂનાં ઘર ને સૂનાં મંદિર
મળ્યાં. દેવના પૂજારી હાથ ન આવ્યા, તો ખુદ દેવ સહી ! અહીં પણ મંદિરો તોડી મનની શાન્તિ ને સ્વર્ગનું પુણ્ય બાદશાહે હાંસલ કર્યું ! મેવાડી ને રાઠોડ સૈનિકો ન જાણે ક્યાંના ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા. કાફર ને કાયર જાણે બે પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. કોઈ ઠેકાણે સામી છાતીની લડાઈ જ નહિ !
બાદશાહ બધું પતાવી અજમેર આવ્યો. શાહજાદા અકબરને અહીંનું સુકાન સોંપી દિધી ચાલ્યો ગયો. પણ જેવી એની પીઠ ફરી, કે ભડકામણા ભૂત જેવા, રાઠોડ ને મેવાડી વીરો ભોંમાંથી નીકળી આવ્યા. ક્યાંક લૂંટફાટ, ક્યાંક મારામાર, ક્યાંક ભાગંભાગ મચી ગઈ. શાહજાદા અકબરે સામનો કર્યો, પણ એનાં અરમાન ઊતરી ગયાં. એના નાકમાં દમ આવી ગયો. એણે પિતાને લખ્યું :
‘દુર્ગાદાસે તો આપણા લોકોની કબરો ખોદી નાખી છે. કોઈક જ દિવસ એવો જતો હશે, જ્યારે પાંચ-પચાસ મોગલો કબરમાં સૂતા ન હોય ! મોગલ સેનાને મળતાં રસદ-ચારાપાણી પણ રોકાઈ ગયાં છે.'
આ હતાશાના સમાચારથી બાદશાહ નાખુશ થયો. એણે ત્રણ તરફથી મેવાડ પર હુમલાનો નિર્ણય કર્યો.
ચિતોડની બાજુથી શાહજાદો આજમ લડે. ઉત્તર તરફથી શાહજાદો મોઆજિમ લડે .
પશ્ચિમમાંથી શાહજાદો અકબર લડે, અકબરની સાથે નામચીન સેનાપતિ તહવ્યરખાં મદદમાં રહે.
તહેવરખાં નામચીન લડવૈયો હતો, પણ મેવાડીને રાઠોડ યોદ્ધાઓએ જોતજોતામાં આજમ ને મોઆજિમને તો ઊભી પૂછડીએ ભગાડી મૂક્યા.
અકબર તવરખાંની મદદથી મુકાબલો કરતો રહ્યો, પણ એને આખરે ચિતોડ છોડવું પડ્યું. આ તરફ દુર્ગાદાસ અને રાણા રાજસિહ ઉપરાંત રાજ કુમાર ભીમસિંહે અતુલ પરાક્રમ બતાવ્યું. આ પહાડી યુદ્ધ મોગલોને મૂંઝવી માર્યા.
પણ આલમગીરના કિસ્મતની કરામતની જુઓ ! દુનિયાના અનાથોને સનાથ કરનાર, ભારતપ્રસિદ્ધ વીર રાણા રાજસિંહનો એકાએક દેહાંત થયો. એમના પર વિષપ્રયોગ કરવામાં આવ્યો હતો. એક વાર આ છેડેથી બીજા છેડા સુધી નિરાશાનો અંધકાર પ્રસરી રહ્યો. હાય રે ! ભારત રવિનું શું આમ બુઝાઈ જવાનું નિર્માણ હતું !
રાણા રાજસિંહની ગાદીએ રાણા જયસિંહ આવ્યા. રજપૂતો આલમગીરના નસીબની પ્રશંસા કરતા કહેવા લાગ્યા : આલમગીરને અલ્લા મદદગાર છે. ગઈ કાલે હજી છત્રપતિ શિવાજીનો સ્વર્ગવાસ તાજો છે, ત્યાં રાણા રાજસિહ ગયા. માણસ માણસથી લડી શકે, ભાગ્યથી નહિ !'
72 D બૂરો દેવળ
સ્વતંત્ર મારવાડ 0 73