SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું : ‘આ જાટોનું શું ? આ મરાઠાઓનું શું ? અરે ! પેલા બુંદેલા તો જુઓ !' રાવ દુર્ગાદાસે આગળ ચલાવ્યું : “ને અહીં રજપૂતાનામાં પણ મારવાડ, અંબર બધાં અંતરથી બાદશાહનાં ન સમજતા, એ તો સમયની લાચારી છે. મેવાડની ધર્મધજા તો હંમેશાંથી ખુલ્લે ખુલ્લી વિરોધમાં છે ! શાહજાદાસાહેબ એક નાની શી વાર્તા કહું ?' ‘જરૂર કહો, મોગલોના પ્રતાપી સિંહાસનના, ભારત સમ્રાટના પ્રતાપી વારસદારે બધું સમજવું જ પડશે ને ! એકની ભૂલે આખો માળો વીંખાવા દેવામાં ડહાપણ નથી જ.’ તહવ્વરખાંએ કહ્યું. એણે જે કહ્યું તે જ એને મોંએ કઢાવવાની દુર્ગાદાસની પેરવી હતી. રાવ દુર્ગાદાસે વાત માંડી : ‘એક ભયંકર નાગ હતો. તળાવને કાંઠે પીપળાની નીચે રહેતો હતો. મિજાજ એવો કે જે ભેટ્યો એને કરડ્યા વગર ન છોડે ! ભલભલા એનાથી બીએ, એનું નામ પણ ન લે ! એને તો શું, એના પડછાયાને પણ નવ ગર્જના નમસ્કાર કરે. | ‘એક વાર દરમાં જતાં સાપનું શરીર છોલાયું. લોહી નીકળ્યું. લોહીની ગંધ કીડીઓ આવી પહોંચી. સાપ ઘણી ફેણ પછાડે, થોડી ઘણી કીડીઓને છુંદી નાખે, પણ આ તો કીડીઓનું કટક ! આખરે સાપ ફણા પછાડતો મર્યો, કીડીઓ સાપને ફોલી ખાધો. એ વખતે ડાહ્યા માણસે કહ્યું : “ઝાઝા નબળા લોકથી, કદીય ન કરીએ વિર ! કીડી કાળા નાગનો, પ્રાણ જ લે આ પેર.' “કીડી ને સાપનો કિસ્સો સમજવા જેવો છે. પણ વાલિદસાહેબનો ઇરાદો કળવો હંમેશાં મુશ્કેલ હોય છે.’ શાહજાદાએ કહ્યું, | ‘બોલવામાં ગુનો થતો હોય તો માફ કરશો. પિતાજીને રાજ કરતાં ધર્મ પહેલો છે. ધર્મ પ્રચાર માટે ફકીર થવું પડે તો એ ફકીર થવા તૈયાર છે. આ ગુણ પ્રશંસનીય છે. અમે બધા કબૂલ કરીએ છીએ કે પિતાજી જેવા પરાક્રમી પ્રતિભાશાળી, કર્તવ્યપરાયણ, સંયમી, સજાગ માણસ અત્યારે દુનિયામાં બીજા કોઈ નથી ! ફકીર તરીકે એ ઉમદા છે, માણસ તરીકે એ સન્માનને પાત્ર છે; પણ બાદશાહ તરીકે એ સાવ નાકામયાબ છે. શાહજાદા સાહેબ ! સોનાના થાળમાં લોઢાની મેખ જેમ, આખા જહાજમાં એક નાના કણાની જેમ, એમનો ધર્મદ્રેષ આજ તબાહીનો-સર્વનાશનો સંદેશ બન્યો છે.' | ‘પિતાજી મજહબની બાબતમાં વધુ કડક છે, એ હું કબૂલ કરું છું.’ શાહજાદાએ કહ્યું. ‘કડક તે કેવા ? એમને હિંદુઓને કચડી નાખવા છે. આખું ભારત ઇસ્લામી કરવું છે ! ખુદાએ જે નથી કર્યું. એ એમને કરી બતાવવું છે ! ખુદાની ઇચ્છા માત્ર મુસલમાન જ પેદા કરવાની હોત, તો દુનિયામાં ગેરમુસ્લિમ માતાઓને એ ઓલાદથી 78 બૂરો દેવળ જ વંચિત રાખત ! પણ ખુદાતાલાએ એમ નથી કર્યું ! હવે એ વાત બાદશાહ કરવા માગે છે !” ભાટી સરદાર રઘુનાથસિંહે જરા જોશમાં આવીને વચ્ચે કહ્યું. જેસલમેરના આ ભાટી સરદારો ‘ભા ઝૂંભના પરમ પૂજારી હતા, ને દુર્ગાદાસની લોકક્રાન્તિમાં ભળ્યા હતા. એમના પરાક્રમથી મારવાડના મોગલ સૂબેદારો ધ્રુજતા. એમ કહેવાતું કે સૂર્યાસ્ત પછી મોગલરાજ ફક્ત થાણાઓમાં રહેતું. બાકી મેદાન પર રાઠોડો ને ભાટી સરદારોનું રાજ ચાલતું ! ‘રઘુનાથસિંહજી ! આપણે સિપાઈ છીએ, એક ઘા ને બે કટકા કરતાં આપણને ફાવે, પણ શાહજાદા સાહેબ સમજુ ને ઉદાર માણસ છે. એમનામાં નામ તેવા ગુણ છે. આપણે આજ નવા અકબરશાહનાં તેમનામાં દર્શન કરીએ છીએ !” દુર્ગાદાસે જાણે ભાટી સરદારને ઠપકો આપતા હોય તેમ કહ્યું. જોકે એ તો લોઢું ગરમ કરવાનો ને પછી ઘાટ ઘડવાનો એક પ્રકાર માત્ર હતો. માફી માગતા હોય તેમ રાવ દુર્ગાદાસે શાહજાદાને કહ્યું : ‘શાહજાદા સાહેબ ! માઠું ન લગાડશો. દૂધ ગરમ થઈને ઊકળી રહ્યું હોય, ત્યારે એના પર ગમે તેવું વાસણ ઢાંકીએ તોય ઊભરાયા વગર ન રહે ! આજ અમારી હાલત એવી છે. હૈયું ખાલી કરવા બેઠા છીએ, તો એના પર ઢાંકણ મૂકવા માગતા નથી.” ના, ના. મને લેશ પણ માઠું લાગતું નથી. હું પણ મનુષ્ય પારખું છું. કડક રીતે કહેતા હો, તો તે તમારી અમારા તરફની લાગણી જ બોલે છે !' શાહજાદાએ કહ્યું. ‘તહવ્વરખાં ! રજપૂતોની મોગલ દરબાર સાથેની દોસ્તી ઇતિહાસનું એક સોનેરી પાનું છે.” “મોગલ દરબારમાં રજપૂતોની હંમેશાં શાન સચવાતી, હિંદુઓનાં આદરમાન થતાં. પિતાજી ગાદીએ આવ્યા, ને હિંદુઓ શું ઇનામ પામ્યા ? નામોશી ભર્યો જજિયા વેરો !' દુર્ગાદાસે કહ્યું. - “જજિયા મને હંમેશાં ખટક્યો છે, ભલે હું મુસલમાન છું તો પણ. બાદશાહે કોઈ ચીજ એવી ન કરવી જોઈએ કે જેથી માણસને હંમેશા જુદાઈનો ખ્યાલ આવ્યા કરે ! એ ભૂલવા જેવું નથી કે પઠાણ ને મોગલોના અસ્થિવેરમાં હિંદુઓએ જ મોગલોની રક્ષા કરી છે !' એકબરના શબ્દોમાં સચ્ચાઈ હતી. દુર્ગાદાસે આગળ ચલાવ્યું : ‘જીવતા રહો. મારા શાહજાદા ! આજ ચર્ચા કરવા બેઠા છીએ તો કહીએ છીએ, કે, મથુરાનાં મંદિર તોડી એમણે શું હાંસલ કર્યું ? ગોકળા જાટને દુશ્મન તરીકે ખડો કર્યો, ઉજ્જૈનનાં મંદિરો તોડી શું હાંસલ કર્યું ? ખુદાના બંદાઓનાં લોહી વહ્યાં. ઓરછામાં બુંદેલો સાથે એ જ વાતમાં બગાડ્યું ! ગુરુ તેગબહાદુરની હત્યા કરી શઠં પ્રતિ શાક્યમ્ D 79.
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy