SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વેરની જડ ઊંડી ઘાલી. સતનામીનો સંહાર ને સરહદ સૂફીની ફાંસીએ પ્રજાના હૈયામાંથી આલમગીર પ્રત્યેનો આદરભાવ કાઢી નાખ્યો છે. હિંદુ તો દુશ્મન ગણાય, પણ શિયા, સૂફી એ બધા પણ દુશમનો ? આજે સુન્ની મુસલમાન સિવાય કોઈનો જયવારો નથી. ગઈ કાલે મોગલ સત્તા અજેય ગણાતી, પણ છત્રપતિ શિવાજીએ મોગલોનું કેદખાનું તોડી એમનો રૂઆબ કચડી નાખ્યો એ જાણીતી વાત છે ! હોલી, દિવાલી ને મહોરમના તહેવારો બંધ કરાવી બાદશાહે માત્ર સુન્ની મુસલમાન સિવાય સહુને માટે સલામતીના દરવાજા બંધ કરી દીધા છે !' ‘રાજાએ તો હિંદુ કે મુસલમાન-કોઈ પણ પ્રજાને પોતાની બે આંખોની જેમ બરાબર લેખવી જોઈએ. એ રાજા છે, કંઈ મૌલવી કે સાંઈ નથી ! સાંઈ ઇચ્છે કે સહુ કોઈ એનો ધર્મ પાળે એ શોભે. રાજા માત્ર એટલું જ ઇચ્છે કે સૌ કોઈ પોતાનો ધર્મ શાંતિથી પાળે.' શાહજાદા અકબરે કહ્યું. ઘડીભર સહુને લાગ્યું કે સો વર્ષ પહેલાંના એના પૂર્વજ એકબરશાહ એનામાં બોલતા હતા. દુર્ગાદાસે કહ્યું : “આજ અમે જાણે અકબરશાહ બીજાને બોલતા સાંભળીએ છીએ. ગઈ કાલ સુધી સરખી જ કાતથી હિંદુ-મુસલમાન વેપાર કરતા, આજ આલમગીરના રાજ માં હિંદુઓને માટે રા/ ટકાથી વધીને ૫ ટકા જકાત, મુસલમાન માટે જ કાત જ નહિ ! સલ્તનત માટે શું મુસલમાન સિવાય બીજાઓએ લોહી નથી આપ્યાં ?' ‘સરાસર ગેરઇન્સાફ છે, રાવજી ! પણ સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે !' શાહજાદાએ કહ્યું. ‘સિંહને મોઢામોઢ કહેનાર અમે રજપૂતો છીએ !' વચ્ચે પંચોલી કેસરીસિંહના પુત્ર સમુદ્રસિંહે સિંહગર્જના કરતાં કહ્યું. કાર્તિકેયના બીજા અવતાર જેવો આ યોદ્ધો હતો. ઘોડે ચડેલો આ રજપૂત દશ-વીસ દહાડા સુધી ઘોડા પર જ રહેતો : ઘોડા ઉપર સુતો, ઘોડા ઉપર ખાતો. એના પિતાએ મોગલ દરબારમાંથી રાઠોડોનો છૂટકારો કરવા માટે મોતને મીઠું કરેલું. આલમગીરે કાબુલનો હિસાબ માગ્યો, એ વિના રાઠોડ સરદારોને દિલ્હીમાંથી જવા નહિ દઈએ એમ કહ્યું. કેસરીસિહે બાદશાહને કહ્યું કે હિસાબ મારી પાસે છે, બીજાને શા માટે રોકો છો ? હિસાબ હું આપું છું. બાદશાહે હિસાબ તપાસવા માંડ્યો. એ દરમિયાન રાઠોડો દિલ્હીમાંથી છટકી ગયા. કેસરીસિંહ રાઠોડોને કહેલું કે મારી ચિંતા ન કરતા. મહિનામાં આવી પહોંચું છું. પાછળ કેસરીસિંહે ૩૫ દિવસે કેદખાનામાંથી વિષપાન કરી મુક્તિ મેળવી. એ વીર પિતાના પુત્રે આગળ ચલાવ્યું : ‘અકબરશાહ ! અમને ઝાઝું બોલતાં આવડતું નથી. જુઓ, રજપૂતાણીઓ રજપૂતને જન્મ આપતી નથી. રજપૂતીની ખાખમાંથી રજપૂત પેદા થાય છે. તમે 80 D બૂરો દેવળ રજપૂતને હણી શકશો, પણ રજપૂતને હણ્ય રજપૂતી નહિ હણાય. માતૃભૂમિનો સાદ પડતાં, જય એકલિંગજીના એક નાદ સાથે ખાખનાં પોયણાં જેવા વી સ્મશાનમાંથી ખડા થશે. શિર પડે ને ધડ લડે એ અહીંની વાત છે. મરી ખૂટીશું, પણ મમત નહિ મૂકીએ. અમે સુખે સૂઈશું નહિ, કોઈને સુખે સૂવા દઈશું નહિ !' | ‘પંચોલિજી ! હું બધું સમજું છું, પણ પિતાજીને પુત્ર પર પણે ભરોસો નથી. અવિશ્વાસ એ એમનો રાજ કારણનો આત્મા છે. કહો હું શું કરી શકું ?” શાહજાદા અકબરે અંતરની વરાળ કાઢી. ‘હું શું કરું, એમ કેમ કહો છો ? આજ તમારી ફરજ બાપ સામે જોવાની નથી, બાપદાદાની પવિત્ર ગાદી સામે જોવાની છે કે મેવાડના રાણા જયસિંહ જેઓ અત્યાર સુધી મૌન હતા, તેમણે હવે બોલવાનું શરૂ કર્યું. ‘શાહજાદા સાહેબ ! મેવાડ ને મોગલ દરબાર આજ સુધી શત્રુ રહ્યા છે, ને સહુએ ખાનદાનીથી શત્રુતા નભાવી છે. અમારા બાપદાદાએ વખત આવે મૈત્રીનો હાથ પણ લંબાવ્યો, ને મૈત્રી નભાવી પણ ખરી. પણ આજ તો નાદાન બાદશાહ ગાદી પર છે. કહ્યું છે કે નાદાન કી દોસ્તી, જાનનું જોખમ. એમની દોસ્તી કરનારને શું હાંસલ થયું ? એમની દોરતી જોધપુરપતિ જસવંતસિંહે કરી, બદલામાં ભૂંડું મોત મળ્યું ! એમની દોસ્તી જયપુરરાજ જયસિંહે કરી, પરિણામે જીવના ગયા. બંનેની હત્યાના પડછાયા બાદશાહના નામ પર ઘેરાયા છે, સાચું-ખોટું ઈશ્વર જાણે ! માટે કહું છું કે તમે ખુદ બાદશાહ બનો ! બાપદાદાના પવિત્ર સિંહાસનની શાન જાળવો.” હું બાદશાહ બનું ?” શાહજાદાથી આશ્ચર્યમાં બોલાઈ ગયું. ‘જરૂર, તમે બાદશાહ બનો ! રાઠોડ તમારા વફાદાર સાથી બનશે.” દુર્ગાદાસે કહ્યું. ‘બાદશાહ કેવી રીતે બને ? સિંહાસન લેવું એ કંઈ રમત છે ! અને બાબા બાદશાહ છે, એનું શું ?” ‘સિંહાસન એ રમત છે. માફ કરજો, આપના પિતાએ બાદશાહ બનતાં જે રમત ખેલી હતી, એ આપ ક્યાં જાણતા નથી ! આપનો ધર્મ આજે બાપદાદાનું પવિત્ર સિંહાસન રક્ષવાનો છે ! આલમગીર રહે કે જાય, મોગલ સિંહાસન રહેવું જોઈએ ! પિતા-પુત્રના ધર્મ પળાય કે ન પળાય, પૂર્વજોની ગાદી તપવી જોઈએ. કીડી ને સાપવાળો ઘાટ છે. ઘણી કીડીઓ વળગી પછી કોઈ રસ્તો નહિ રહે.” રાવ દુર્ગાદાસે કહ્યું. ‘ભાવિ દિલ્હીસમ્રાટ અકબરશાહને મેવાડ પોતાની અણનમ મિત્રતાની ખાતરી આપે છે !' રાણા જયસિંહે કહ્યું. ‘મારાથી આ વાત સમજાતી નથી.” અકબર મુંઝાઈ ગયો. શઠં પ્રતિ શાઠશ્ચમ્ 81.
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy