________________
આરાવલીની ટેકરીઓ જેટલો અણનમ હતો. જંગનો એ જાદુગર, રાજ કીય શતરંજનો એ બાહોશ ખેલાડી ક્યારે જીતની બાજી હારમાં પલટી નાખે, એ કંઈ કહેવાય તેમ નહોતું !
અત્યાચાર સુષુપ્ત પ્રજાને જગાડે છે. પ્રાણવાન પણ સુતેલી પ્રજા પર અત્યાચાર એક ક્રાન્તિની લહર સ્થાપી જાય છે. વીર આલમગીરના હિંદુદ્વેષી વર્તનથી દેશદેશ જાગ્રત થઈ ગયો હતો. મડદામાં સંજીવની પુરાઈ રહી હતી. ગઈ કાલની પ્રિય પણ આજ આંખનું કશું બનેલી મોગલ સત્તાની સામે ઠેરઠેર વનકેસરી ગર્જતા થયા હતા, પણ કીડી જેવા જંતુમાં સંપનો જે ગુણ છે, એ પ્રજામાં આવ્યો નહોતો.
સહુ પોતપોતાના પ્રાંત-દેશને જાળવીને બેઠા હતા. બીજી તરફ મોગલ સત્તાના પાયા સો વર્ષના પુરાણા બન્યા હતા. એ પાયાને કેમ કમજોર કરવા, એ આજના મુસદ્દીઓની વિચારણાનો વિષય હતો. સાપ મરે ને લાઠી ભાંગે નહિ, એવો ઘાટ રચવાનો હતો. તલવારના વારને બદલે તર્કનું ઘમસાણ ચલાવવાનું હતું. પગે કમાડ વાસવાનો નવો પ્રયોગ કરવાનો હતો.
રાઠોડ ને મેવાડી મુસદીઓ આજ એ વિચારણા માટે એકઠા મળ્યા હતા. તેઓએ એક નવીન રૂપરેખા પણ ઘડી કાઢી. હવે તેનો અમલ કેટલો થાય છે તે જોવાનું હતું.
તેઓએ લડાઈમાં પકડાયેલા શાહજાદા અકબરને તેડું મોકલ્યું હતું. થોડીવારમાં શાહજાદો અકબરશાહ પોતાના સેનાપતિ તવરખાં સાથે હાજર થયો. ૨જપૂતોએ મોગલ શાહજાદાનું માન સાથે સ્વાગત કર્યું, ને આદર સાથે ઊંચું આસન આપ્યું.
થોડી વારે રાઠોડ વીર દુર્ગાદાસે કહ્યું : “શાહજાદા સાહેબ, આજ એક ગંભીર વિચારણા માટે આપણે એકત્ર થયા છીએ. ભારતમાં રજપૂત ને મોગલો ગઈ કાલે ભાઈભાઈની જેમ રહેતા, આજ એ બે વચ્ચે વેર વાવવાના યત્ન થાય છે. એમની વચ્ચે ફરી એખવાસ સ્થાપવાનો આજ નો અમારો યત્ન છે. આપ નામદારનો અમે ટેકો ઇચ્છીએ છીએ.'
“એ એખલાસને મારો ટેકો છે, રાવજી ! શાહજાદા અકબરે લડવૈયાના સ્વભાવ મુજબ સ્પષ્ટ કહ્યું : ને તહવ્યરખાં તરફ જોઈ બોલ્યો : “ કેમ ખાનસાહેબ !'
‘જરૂર ! જરૂર ! આજ હિંદુસ્તાનમાં લડાઈ, લડાઈ ને લડાઈ રહી છે અને લડાઈ પણ ગઈ કાલે જેઓ દૂધ-પાણીની મિસાલ જીવતા હતા, તેમની વચ્ચે ચાલે છે. અમારા જેવા સેનાપતિઓને તો એશોઆરામ સપનામાં પણ હરામ થઈ ગયાં છે.' તહવ્વરખાંએ શાહજાદા અકબરને ટેકો આપ્યો. એ ચાલતી ગાડીએ ચડી જનારો માણસ હતો.
‘અકબરશાહ !ત્રણ ત્રણ બાજુ સાગરનાં નીલાં નીલાં જળથી ઘેરાયેલા ને એક બાજુ ગગનચુંબી કરાલ કાળ પહાડીથી રક્ષિત હિંદુસ્તાનની ભૂમિ પર તમારા વડવો બાબરશાહે સ્થાપેલી ને તમારા જ નામધારી સમ્રાટ અકબરશાહે ઊભી કરેલી ઇમારત આજ ડોલી રહી છે ! એના પાયામાં ભૂકંપના આંચકા જાગ્યા છે, જ્વાળામુખી એની લોહદીવાલોને ખળભળાવી રહ્યા છે. એ વાત તમે કબૂલ કરો છો કે નહિ ?
રાવ દુર્ગાદાસે જરા કવિત્વમાં કહ્યું. તલવારનો ખેલાડી આજ વચનનો ઝવેરી બન્યો હતો. જાણે એ બોલતો નહોતો, કોઈ કુશળ ઝવેરી મોતીની માળા ગૂંથતો હતો.
‘ કબૂલ કરું છું, રાવજી !' શાહજાદાએ જવાબ વાળ્યો. ‘પણ વાલિદસાહેબ (પિતા)નું અરમાન છે, કે એમની તાતી તલવાર ને એમનું સતર્ક હૈયું ગમે તેવા સખ્ત ભૂકંપને પણ મિટાવી શકશે.’
* એ વાત પછી, શાહજાદાસાહેબ; માણસનો ગર્વ એક ચીજ છે. જનતાની હાય બીજી ચીજ છે. એ તો ખુદાને જે મંજૂર હશે, તે થશે, પણ મોગલોને પ્રભુપ્રેરિત માની જે રાઠોડી ને મેવાડી રજપૂતો દિલ્હી દરબારની સેવામાં પડ્યો હતો, અને જેમની સેવાઓ તમારા પ્રતાપી પૂર્વજોના સમયમાં હંમેશાં ઇનામ, અકરામ ને ઇજ્જત પામતી, એને આજ અપમાન ને મોત મળે છે, એ વાતની તો તમે ના પાડશો નહિ, ને !'
‘જી !' શાહજાદાએ ફક્ત મસ્તક હલાવ્યું.
‘શાહજાદાસાહેબ ! હિંદુસ્તાનના નકશા પર તો નજર નાખો. ક્યાંક ઉત્પાત, ક્યાંક ધમાલ, ક્યાંક છલપ્રપંચ ને ક્યાંક લડાઈ વિના બીજું શું છે ? શાંતિ, અમનચમનનું ક્યાંય નામોનિશાને છે ? રાફડે રાફડે નવા ભોરિંગ જામ્યો છે. એ તકની રાહમાં બેઠા છે. ગારુડી બળવાન જરૂર છે, છતાં ઇન્સાન છે. નજર ચૂક થઈ, આંખોની શરમ ગઈ, એ દહાડે સર્વનાશ વેરતાં વાર નહિ લાગે.'
“ખૂબ કહી રાવજી ! નાગ અને ગારુડી ! ખેલ બરાબર એવો જ જામ્યો છે.” તહેવરખાં આ ઉપમા પર આફરીન પોકારી રહ્યો.
‘તમારા દિલોદિમાગમાં મારી વાત ઠસાવવા માટે ખોટી વાત નથી રજૂ કરતો. અવિનય લાગે તો હજાર હજાર વાર માફી માગું છું, પણ આપના વાલિદના પ્રતાપે જ શીખો જેવો ઈશ્વરભજન કરનારો સમુદાય આજ યોદ્ધાગંણમાં પલટાતો જાય છે, તસ્બી મૂકી તલવાર પકડતો જાય છે. કોઈના દિવસ સદાકાળ સરખા જતા નથી, આજે ઊભા થયેલા નાના નાના પણે ઘણા બધા વિરોધીઓ મોગલોને ભારે નહિ પડે ? નવી તલવાર ને જૂની તલવારમાં ઘણો ફેર છે, હોં ! ઇન્સાફના ત્રાજવા પાસે શું બાપ કે શું બેટો ! બરાબર તોળવા જોઈએ !' દુર્ગાદાસે શાહજાદા અકબરના મોં સામે જોયું અને પોતાના પિતાના કૃત્યનો ઇન્સાફ કરવા પડકાર કરતાં આગળ
શઠં પ્રતિ શાશ્ચમ્ | 77
76 બૂરો દેવળ