________________
ચાલેલો ઘોડો અમારી એક ગોળી લેતાં, બીજા સો માઈલ વગર થાકે ચાલ્યો જાય છે.' વૈદરાજે અજબ રહસ્ય પ્રગટ કર્યું હોય તેમ પોતાની આંખો ફાડીને બધાની સામે જોતાં કહ્યું.
| ‘અભુત !' વૈદરાજની વાતોથી આશ્ચર્યમાં પોતાનું ડાકલું ફાટી ગયું હોય, તે ચેષ્ટા કરતાં રાજસેવકોએ કહ્યું.
એમાં અભુત કાંઈ નથી. આ તો ઘોડાની વાત થઈ. કહેશો કે જાનવર પર તમારી દવા કામ કરે એમાં શી બહાદુરી ? પણ, ના, માણસ પર પણ એ જ ચમત્કાર સર્જે છે. જે રાજાને ત્યાં આ પહેલાં હું હતો, એમની જ વાત કહું. એ રાતે રાજાજી સાત નવીન રાણીઓ સાથે આખી રાત અંતઃપુરમાં રમ્યા હતા. સવારે બનારસથી પાંચ ગણિકાઓ લઈને તેમના અનુચરો આવી પહોંચ્યા. ગણિકાઓ પણ કેવી ! આકાશની પરીઓ જેવી ! સહુ કહે, ગજબ થયો. મહેનત માથે પડી. મહારાજથી તો પથારીમાંથી ઊઠી કે બેસી શકાતું નહિ ! મને એ વખતે મહારાજે યાદ કર્યો. મેં એવી દવા આપી કે મહારાજ તરત જ સ્વસ્થ થઈ ગયા, ને ગણિકામંડળને લઈને ઊપડી ગયા વનવિહારે ! સાંજે એમણે મને બોલાવી, ભરદરબારમાં માન કરી, મુખ્ય રાજવૈદની પાઘડી ને શેલું આપ્યાં.'
‘શાબાશ, વૈદરાજ ! તમારી પાસે તો અલોકિક સિદ્ધિ ઓ છે.’ | ‘આમાં કાંઈ નવું નથી, મારા ઘરનું કાંઈ નથી, શાસ્ત્રોમાં બધું લખ્યું છે, પણ કોણ ભણે છે ? મેં તો પૂરાં બાર વરસ કાશીના ઘાટ પર આ શીખવામાં ગાળ્યાં છે ! ગુરુના ચરણ પાસે જ પડ્યો રહેતો. અરે ! મારા ગુરુ પાસે તો આનાથી પણ અજબ કીમિયા હતા. પહેલાંના વખતમાં એક રાજા હજાર હજાર સ્ત્રીઓ સાથે રમણ કરતા, એ આવી મહાન વિદ્યાને આભારી હતું ! મારા ગુરુ પાસે એક શ્રેષ્ઠીપુત્ર આવતો. એના ઘરમાં સુંદર સ્ત્રી હતી, પણ કજોડું હતું. પેલી રસિકા પતિને નિમંત્રણ કરતી, ત્યારે પતિને શરીરે કંપ છૂટતો. એ ભાગીને ગુરુ પાસે આવતો. ગુરુને એક વાર આ ભક્ત પર દયા આવી. પોતાની પાસે પાનની પેટી પડી હતી. એક પાન લઈને અંદર જઈને એક શીશીમાંથી એક સળી બોળીને એના પર ઘસી. પછી પાન વાળીને પેલા શ્રેષ્ઠીપુત્રને આપ્યું ને કહ્યું : “આ લે, ને નિર્ભીક થઈ ઘેર જા !' શ્રેષ્ઠીપુત્ર ડરતાં ડરતો ઘેર ગયો, પણ બીજે દિવસે સવારે રૂપિયાની થેલીઓ સાથે આવીને ગુરુના પગમાં પડ્યો, ને ગદ કંઠે બોલ્યો : ‘ગુરુજી ! આપનો તાંબુલ મંત્ર ફળ્યો. મારી પત્નીએ કબૂલ કર્યું છે, કે હવે હું સતી થઈને રહીશ. આપની ભેટ માટે આ લાવ્યો છું.’
- ગુરુએ કહ્યું: ‘મારે એ ન જોઈએ. સો ગાયની એક ગૌશાળા ને મહાદેવ તથા મારુતિનું એક મંદિર બનાવી દે !' વૈદરાજ ખૂબ ચગ્યા હતા. રાજસેવકો વૈદરાજને ફૂલાવતા જતા હતા. બીજી તરફ પેલી બેહોશ છોકરી ભાનમાં આવતી હતી.
156 B બૂરો દેવળ
વૈદરાજે એક શલાકા લીધી, કોમળ કન્યાના અંગમાં ભોંકી ને ગર્વથી છાતી ફુલાવી સહુની સામે જોઈને બોલ્યા :
| ‘જુઓ, હમણાં આ કન્યા ઊભી થશે. ભાનમાં આવતાં ભયથી ધ્રુજી ઊઠશે. દોડશે, ભાગશે. તમે કોઈ તેને રોકશો નહિ, કેવી દોડે છે, એ જોજો ! કેટલે દૂર જાય છે, એ જોજો. પછી તમારા ઘોડાને એને આંબતાં કેટલી વાર લાગશે ?”
‘વૈદરાજજી ! આ પ્રયોગ તો કમાલ કહેવાય. અમને એ વિશે કંઈ સમજાવશો ?”
‘શા માટે નહિ ? અમારા પૂર્વજો જેવો હું નથી, એમની વિઘા એમના દેહ સાથે ખાખ થઈ જતી, ને અહીં તો ઉઘાડાં પત્તાં છે. આવડે એ રમે. મારી પાસે કંઈ ખાનગી નથી. પણ કોઈ માડી જાયો મારી સામે આવીને રસસિદ્ધ તો કરે ! અરે ! આનું તો મેં કહ્યું તેમ મોટું શાસ્ત્ર છે, ભણતાં જિંદગી પૂરી થઈ જાય. ભણ્યા પછી પ્રયોગમાં જરાક ચૂક્યા કે ખલાસ. પદે પદે જોખમ છે. આવાં અગદો રાજરજવાડાંને ઝરે, એ ખાઈ શકે. કંઈ કેટલું ઘી, દૂધ, મધ જોઈએ, વળી એમાં ચરી કેટલી સાચવવાની ! ચરી ચૂક્યા કે... વૈદરાજ જરા ગર્વથી સહુ સામે જોઈ રહ્યા.
| ‘હાં, ચરી ચૂક્યા કે ?' હજૂરિયાએ વાતનો છેડો યાદ કરી આપી, વાત આગળ વધારવા પ્રેરણા કરી. તેઓ પણ વૈદરાજને ખુશ કરી અંગત લાભ સાધવાની ઇચ્છા સેવી રહ્યા હતા.
‘ચરીમાં ચૂક કરી કે મર્યો દરદી ને મર્યો વૈદ, મારી જ વાત કહું. અમારું કામ જ રાજરજવાડાં સાથે, અને રાજ રજવાડાંના ખેલ તો તમે જાણો છો ! એક રાજા સાવ નપુંસક. પોતાની એબ ઢાંકવા એક નહિ, પણ સાત રાણીઓ પરણેલા. | ‘અચાનક મારો ભેટો રાજ માતા સાથે થયો. બિચારોએ કહ્યું કે દીકરો નપુંસક છે. જો એને ઘેર દીકરો ન જન્મે તો દીકરા વગર રાજ જતું રહે. જો કે મેં દીકરો લાવવાની જોગવાઈ કરી છે, પણ ભાઈ ! ખૂંદનો ફેર એ ફેર જ ને ! ઘાંચી, મોચી ને બાવાના દીકરા આજ રાજા થઈ બેઠા છે, એમાં રજપૂતીની શાન ક્યાંથી આવે ?
કહ્યું, ‘ફિકર નહીં ! તમે આ તમારા પેટના દીકરાથી થયેલો દીકરો જોશો.’
તરત પ્રયોગ આદર્યો. દવા આપી. ખાવામાં સાઠી ચાવલ ભાત ને મગની દાળ. રાજાના દીકરાને આ રચે ?ચે તો નહિ પણ કરે શું ? આ તો રાજાનું શરીર ! ન જાણે મારા પહેલાં એ શરીર પર કોણે કોણે કેવા કેવા પ્રયોગો નહિ કર્યા હોય ! મેં એના શરીરને પંચકર્મ-પાચન, નેહન, વેદન, વમન, રેચનથી શુદ્ધ કર્યું. નહિ તો અમૃત પણ વિષ થાય. પછી પ્રારંભિક અભ્રક ભસ્મ આપી. હવે મારે જે દવા આપવાની હતી, તે ફક્ત ત્રણ રતીભાર જ આપવાની હતી, પણ એને પચાવતાં આખું વર્ષ નીકળી જવાનું હતું. વર્ષભર મારે તેમની દરકાર રાખવાની હતી. મારા માટે ભારે કસોટી હતી. કહ્યું છે, કે
બૂરા દેવળના બંદાઓ D 157