________________
नारीसंगाद्विना देहे ह्यजीर्ण तस्य जायते ।
मैथुनाच्चलिते शुक्रे जायते प्राणसंशयः ।। ‘ઘોડાને ઘાસ બતાવવું, ઘાસે બતાવી તેનું દિલરંજન કરવું, પણ ઘાસ ખાવા ન દેવું, એવું કપરું કર્તવ્ય હતું. એ પ્રમાણે પળાવતો પણ હતો. આ વખતે રાજાએ યોગીની જેમ રહેવાનું હોય છે : ન અધિક ખાવું, ન અધિક પીવું, ન અધિક સૂવું, ન અધિક જાગવું. ન સ્ત્રીઓ પાસે બહુ વાતે ચઢવું. જલક્રીડા, ક્રોધ, હર્ષ, દુઃખ, ચિંતા છોડી દેવી, કપૂર ને સુંઘવું, અંગવિલેપન ન કરવું.
“આવું આવું. રાજાએ બધું પાલન કર્યું.’
‘હવે પ્રયોગ પૂરા થવાના દિવસો પાસે હતા, ત્યાં રાજા ઓઠમી રાણી પરણ્યા. વ્યાવહારિક રીતે ખરાબ ન દેખાય, તે માટે એક રાત મારાથી અલગ સૂવાની મેં છૂટ આપી. પણ મારું ભાગ્ય ફૂટેલું હતું. સવારે તો શયનગૃહમાંથી મહારાજનું પ્રાણહીન
ક્લેવર મળ્યું. ને નવીન રાણી પણ મૃતપાયઃ મળી, મારો ઘડો લાડવો જ થઈ જાત, પણ હું મહામુશ્કેલીએ જીવ બચાવીને ભાગી છૂટ્યો !
| ‘અજબ તમારી વિદ્યા છે. જેટલી લાભની આશા, એટલી જ હાનિની ! રાજાનાં મોટાં અંતઃપુરો કેમ નભતાં હશે, એ આજ તમારી પાસેથી બરાબર જાણ્યું. પણ આ શાસ્ત્ર ક્યું ને કોણે બનાવ્યું !”
| ‘આ શાસ્ત્ર ખુદ મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું છે. એનું નામ રસશાસ્ત્ર, આ રસશાસ્ત્ર એવું છે કે વિધિપૂર્વક પ્રયુક્ત થાય તો ભીમ-અર્જુન જેવા પુરુષો આજે પણ પેદા થાય. એક પુરુષ સો સ્ત્રી સાથે સુખ ભોગવે, અથવા એક સ્ત્રી સો સંતાનને જન્મ આપી શકે અને છતાં તંદુરસ્ત રહે. સંસારનાં સુખમાત્ર સહજ ભાવે ભોગવે, એ આ શાસ્ત્રની કરામત છે. રેંજીપેંજીનાં ત્યાં કામ નથી. આ રસશાસ્ત્રની રચનાનો મૂલાધાર પારો છે. પારાને મારા શાસ્ત્રમાં મહાદેવજીનું વીર્ય કહેવામાં આવ્યું છે !
‘ભારે શાસ્ત્રના જાણકાર છો, વૈદરાજ જી !'
‘ન હોઈએ તો ચાલે કેમ ! અમે રાજના જ વૈદો. આમ જનતા અમને જાળવી પણ ન શકે, ન અમારી દવા જીરવી શકે. અમે એમને અમારા આંગણે ઊભા પણ રહેવા ન દઈએ. અમે જીવનભર આવા આવા અજબ નુસખા* શોધ્યા જ કરીએ, જે પળવારમાં જાદુ ચમત્કાર કરી બતાવે. એક વાર ધારીએ તો મડાને બેઠું કરી શકીએ. ડગલું ભરવું દોહ્યલું થયું હોય, એને દોડીને ડુંગરા ઠેકતો કરી દઈએ, પણ એ બધું રાજા મહારાજાઓ માટે. સામાન્ય લોકોનું એમાં કામ નહિ, એમનું ગજું પણ નહિ.”
વૈદરાજ અને રાજ મંડળ આમ વાતે વળગ્યું હતું : બીજી તરફ ધીરે ધીરે પેલી
બિલાડીના પંજામાં પીંખાયેલી કબૂતરી જેવી કન્યા ભાનમાં આવી રહી હતી. એનાં ખોટાં પડી ગયેલાં અંગોમાં ચૈતન્યનો આછો પ્રવાહ વહેતો થયો હતો. એણે ધીરેથી આંખ ઉઘાડી. મૃગલીના જેવી એમાં કાતરતી હતી, એના ગૌર દેહ પર હજીય લીલાં ચકામાં હતાં, ને કપોલ ને બીજા સુકુમાર ભાગો પર નાના નાના ઘા હતા.
કન્યા આળસ મરડીને બેઠી થઈ. થોડી વાર ચારે તરફ જોઈ રહી. વૈદરાજે પાસે જઈ એક નાનું શું તાંબુલ તેના મોંમાં મૂક્યું. એના ઘાયલ અધરોષ્ઠ સૂઝી ગયા હતા.
કન્યા સ્મૃતિહીન હતી. એ કંઈક સંભારવા પ્રયત્ન કરી રહી હોય એમ જણાતું હતું. થોડીવારમાં એને કંઈ કંઈ યાદ આવવા લાગ્યું. એકાએક એ ધૂણી ઊઠી. વંટોળિયાની જેમ ઊભી થઈ. આંધીની જેમ ઊભી થઈને નાઠી.
વૈદરાજ હસી પડ્યા, ને બોલ્યા :
‘તમે તો કહેતા હતા, કે એની કમર તૂટી ગઈ છે, એના પગ જડ થઈ ગયા છે. જોઈ મારા અગદની કમાલ ! તમારા રાજા પાસેથી લાખપસાવ અપાવો તોય ઓછા ! જુઓને એનો વેગ ! હરણીને માત કરે એવો છે. હવે તો બોલો સહુ એક અવાજે : ‘વૈદરાજ રસગંગાધરની જે !
અનુચરો બોલ્યા : ‘વૈદરાજ રસગંગાધરની જે ! વૈદરાજ ! હવે કહો તો કન્યાને પકડી પાડીએ !'
‘દોડવા દો. બે ઘડી કમાલ તો જુઓ મારા અગદની !” | ‘પણ પછી હાથબહાર જતી રહી, ને આજે રાતે અહીં રોકવાનું થયું તો, આવું ફૂલ આ ગામડાની ધૂળમાં મળ્યું ન મળ્યું !' | ‘ભલે ત્યારે તમારી મરજી ! મૂકો ઘોડાં વહેતાં !'
ઘોડાં વહેતાં થયાં. દોડતી કન્યાના દિલમાં ધીરે ધીરે રાતની સ્મૃતિ જાગતી જતી હતી અને જેમ જેમ તેને બધું યાદ આવતું જતું તેમ તેમ એ ઝનૂનથી દોડતી હતી.
* આજની પેનીસીલીન જેવી શોધ. ફેર ફક્ત ભાવનાનો
158 n બૂરો દેવળ
બૂરા દેવળના બંદાઓ 159