________________
22
તપે સો રાજા
જયસિંહ ! ઘાયલ હરણીની જેમ પેલી કન્યાનો વગડો વીંધી રહી હતી. વૈદરાજનું અગદ એને અજબ શક્તિ આપી રહ્યું હતું સાથે સાથે રાત્રિની નકલીલા એને મરીને માળવે પહોંચવા કહેતી હતી. મભૂમિની ચંપાગુફા પાસેથી જતી એ સુંદર કન્યાને જોઈને કોઈને વનપરીની યાદ જાગી જતી.' સુંદરીએ વાર્તાતંતુને આગંળ સાંધ્યો.
થોડી વારે કન્યાએ પાછળ ઘોડાની તબડાટી સાંભળી. વળીને જોયું તો રાજસેવકોના ઘોડા પાણી વેગે વહ્યા આવતા હતા. અબુધ બાળકી મૂંઝાઈ ગઈ. એ જીવ બચાવવા આડભેટે દોડી, ઝાડી ઝાંખરામાં એનાં ઉઝરડાયેલાં અંગો વધુ ઉઝરડાવા લાગ્યાં. કપડાના તો લીરેલીરા ઊડી ગયા, પીછો પકડી રહેલા શિકારીઓને એનાં રૂપાળાં અવયવો આવરણ હટતાં વધુ રૂપાળાં લાગ્યાં.
રાજસેવકના ઘોડાઓ એકદમ ઝાડીમાં પ્રવેશી ન શક્યા, પણ તેઓએ શિકાર પકડતી વખતે જેવો બૃહ ગોઠવે તેવો સાણસા યૂહ ગોઠવ્યો. આ બૃહમાં એવી ખૂબી હતી કે શિકાર નાસતો ભાગતો આપોઆપ નિર્ધારિત જગ્યાએ આવી ઊભો રહે.
નાસતી-ભાગતી કન્યા ઝાડીમાં દેડતી, પડતી, આખડતી : આ પડખે ઘોડેસવાર જોઈ બીજે પડખે, બીજે પડખે સવારો જોઈ ત્રીજે પડખે દોડવા લાગી. એ માનતી હતી કે એ દુષ્ટોની પકડમાંથી દૂર થઈ ગઈ છે, પણ અભિમન્યું ચક્રાવામાં વીંટાતી વીંટાતી આખરે રસ્તા પર આવી ઊભી રહી ગઈ. રાજસેવકોએ હર્ષની કિકિયારી સાથે એને બાવડે પકડી ઘોડા પર ઉઠાવી લીધી.
વગડાને કંપાવી મૂકતી એક ચીસ કન્યાએ પાડી. ગમે તેવા પાષાણ દિલને
પીગળાવે તેવી એ આર્તવાણી હતી, પણ આ લોભી રાજસેવકોએ સ્વામીભક્તિની ખોટી વ્યાખ્યા પાછળ સદ્ગુણોની હોળી કરી નાખી હતી. માલિકનું મન જે પ્રકારે રાજી રહે એમાં એ ધર્મ સર્વસ્વ પૈખનારા હતા. શિકારીને શિકાર હાથમાં આવતાં જે આનંદ થાય, એ આનંદ આ સેવકોને થયો.
કન્યાએ પોતાની તમામ શક્તિ એકત્રિત કરી ચીસ પાડી કહ્યું :
‘મને કોઈ શેતાનોના હાથમાંથી બચાવો, મને કોઈ મારી નાખો. આ દુઃખ મારાથી સહન થતું નથી !'
આ સીમમાં બીજા કોઈ શેતાનનો પ્રવેશ શક્ય નહોતો. એક શેતાન બીજા શેતાનની હંમેશાં એટલી શરમ અદબ રાખે છે. એણે યમરાજને સીધું નોતરું પાઠવ્યું, પણ આ રેક બાળાને મારવા માટે યમરાજ પણ એટલા મહેરબાન નહોતા.
શિકારીઓ ગભરુ બાળાનો તરફડાટ જોઈને ખડખડ હસી પડ્યા. હણાતા જીવના-પછી ભલે તે સિંહ હોય-આવો જ તરફડાટ હોય છે ! સિંહ કે મુગના આવા તરફડાટ અનેકવાર જોઈ રાજસેવકોનું હૈયું કઠોર થઈ ગયું હતું ! જેનું કઠોર નહોતું રહ્યું, એ ક્યારના રાજ ચાકરી છોડી સીધા સાધુ થઈ ગયા હતા !
‘મને જવા દો !' એ કન્યાએ રડતાં રડતાં કહ્યું.
‘ક્યાં જવા દે ! અરે ભોળી ! તને મળ્યો એ કોઈ રેંજીપેંજી નથી, આખી મારવાડનો ધણી છે. ચાર થેલી માગી લેજે ને ! ન્યાલ થઈ જઈશ.’
‘મારે તમારી થેલીઓ નથી જોઈતી.'
અડધો ભાગ તો અમને તારે આપવાનો છે જ. બધી ન જોઈતી હોય તો અમને આપી દેજે . આ તો રાજા ! ગાંડી ખુશ કરીશ, તો ભવનું ભાથું બાંધી જઈશ.’
મારે ભાથું નથી જોઈતું. અરે ! મને નરકમાં ન નાખો. તમારે પણ માદીકરીઓ હશે ! એમને માથે પણ ઇજ્જતનું ઓઢણું હશે !'
‘ડાહ્યલી ! વધુ જીભ ચલાવીશ તો જીભ ખેંચી કાઢીશું.’
“અરેરે ! મારું અહીં કોઈ નથી ને આ પાપીઓના દિલમાં દયા નથી.' નિરાશ બાળાએ આકાશ સામે જોઈ રડતા સ્વરે કહ્યું : ‘હું તો કહું છું કે મારી જેમ તમે, તમારો રાજા રાતે પાણીએ રોશો. તમારી મા-બેનોનાં ઇજ્જતનાં ઓઢણાં ઠેકાણે નહિ રહે. રે કોઈ બચાવો ! કોઈ મને મારી નાખો !'
| ‘હા, હા, હા, શાપ આપ્યા !' રાજસેવકો હસ્યા : ‘અલ્યા, કહેવતમાં કહ્યું છે કે સતી શાપ દે નહિ, ને શંખણીના શાપ લાગે નહિ ! અલ્યા, પાછાં વાળો ઘોડાં !
તપે સો રાજા | 161