SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નસૃષ્ટિ વિલીન થઈ ગઈ, ને સામે નજર નાખી તો એ જ અનંત અગાધ મરુભૂમિનો વિસ્તાર ! ફરી અશ્વને એડ ! ફરી ઘોડાની દોડ ! ન અચાનક મોટા ભાઈ વિજયનો ઘોડો અટકી ઊભો. ન કંઈ કારણ, ન કંઈ ઈશારો અને અટક્યો કેમ ? કે આખરે તો લાખમૂલું પણ જાનવર ને ! સમય" કસમયની એને શી સમજ ? અસવારે નિર્દય રીતે બે ચાબુક ચોડી કાઢી, પણ ઘોડો આગળ વધવાને બદલે ઝાડ થવા લાગ્યો. લગામ વધુ ને વધુ ખેંચતાં એ ગોળકુંડાળે ફરવા લાગ્યો. ‘અરે ! સર૫, નાગદેવ !' જયસિંહ પોતાના આગળ વધી ગયેલ ઘોડાને પાછો વાળતો બોલ્યો. સાપ ! ક્યાં છે ? લાવ, બતાવ !' ને મોટો ભાઈ ઘોડા પરથી છલાંગ મારીને દૂર કૂધો. દૂર ઊભા રહીને એણે જોયું તો મારવાડના રણનો રહેનારો ખચિત્રો નાગ ઘોડાના પગમાં વીંટળાઈ વળ્યો હતો. ઘોડો જેમ જેમ એને પૂંછડીની ઝાપટ મારતો હતો તેમ તેમ એ ઉશ્કેરાઈને એના ડિલમાં કાતીલ ડંખ ભોંકી રહ્યો હતો. વિજયે ઝડપ કરી કમર પરથી કટારી ખેંચી. ‘જય એકલિંગજીકી' કહી તાકીને ઘા કર્યો. ફરી ફરીને ડંખ મારવા ઊંચું થયેલું સર્પનું ડોકું આબાદ સિફતથી ઊડીને ડફ કરતું નીચે પડ્યું – જાણે દૂધી પરથી ડીંટું ખરી પડ્યું. નિશાનબાજ શાબાશી આપવા યોગ્ય લાગ્યો. નાગનાં જુદાં થયેલાં ડોકું ને ધડ થોડી વાર તરફડીને શાંત થઈ ગયાં. અસવાર પોતાના ઘોડાને આસાયેશ આપવા આગળ વધે, ત્યાં જેમ પહાડનું કોઈ શિખર ગબડી પડે એમ ઘોડો પણ જમીન પર ગબડી પડ્યો. એનો દેહ લીલો કાચ બની ગયો હતો. એ નિમકહલાલ પ્રાણી મોટી મોટી આંખો ચારે તરફ ઘુમાવવા લાગ્યું. થોડી થોડી વારે એનો દેહ તાણ અનુભવવા લાગ્યો, ને ઘડીવારમાં તો મોઢામાંથી ફીણના ફુવારા છોડતું એ વફાદાર પ્રાણી રામશરણ થયું. રાહ લાંબી હતી. રાત ઘેરાતી હતી. નાના ભાઈ જયસિંહે મોટા ભાઈને કહ્યું : ‘આવી જાઓ મારા ઘોડા પર. પ્રવાસ લાંબો છે !' ‘વિજય ! હવે એમ ઝડપ નહિ થઈ શકે. મારગે સાપ સામો મળ્યો, અપશુકન કહેવાય. વળી આપણું પ્યારું પ્રાણી આપણી ખાતર મર્યું. એની દેહને વગડાનાં રાની પશુઓને ચૂંથવા ન દેવાય; તો તો પશુ અને માણસમાં તફાવત જ ક્યાં રહ્યો ! વળી સાપ દેવયોનિનો જીવ કહેવાય, કોઈ હિંદુ એની દેહને દેન દીધા વગર આગળ ન વધે. પાસેના ગામમાંથી ઘોડા માટે મીઠું અને સાપ અર્થે ઘી માગી લાવવું પડશે.’ જયસિંહ ઉપર આ વાતે અસર કરી. રજપૂતને ગળથૂથીમાં જ ઘોડા પરનો 4] બૂરો દેવળ પ્રેમભાવ ને સર્પ તરફનો દૈવીભાવ મળેલાં હોય છે. એણે કહ્યું : ‘મોટા ભાઈ ! બંને જણાં મીઠું ને ઘી લેવા જઈશું તો રાત પડી છે, ગંધે ગંધે કોઈ રાની પશુ આવી પહોંચશે. અશ્વનું માંસ વનેચરોને ને સર્પનું ભોજન વરુને મિષ્ટાન્નની ગરજ સારે છે. આપ અહીં તપાસ રાખો. હું ઘી ને મીઠું લઈને અબઘડી આવ્યો સમજો.' ‘સાચવીને જજે જયસિંહ | રણની વાટ છે,' મોટા ભાઈએ નાનાને વિદાય આપતાં કહ્યું, ‘સુરાહીમાં થોડું પાણી હશે કે ? દૂધનું જમણ જ નકામું. દરિયો આખો પી જઈએ તોય ગળું સુકાયેલું ને સુકાયેલું રહે !' ‘એટલે જ તો ઘરડાંઓ દૂધ પીને ગામતરે જવાની ના કહે છે ને ! ઘરડાંની વાતો ઘેલી લાગે; પણ ભારે ડહાપણભરી હોય છે.' નાના ભાઈ એ ટૂંકો જવાબ આપતાં સુરાહી ખોલી, ને પ્યાલો ભરીને સામે ધર્યો. મોટા ભાઈએ વળી નાના ભાઈ સામે જોયું : નાનો ભાઈ વ્યંગમાં તો બોલતો નહોતો ને ! પણ ના, શંકા અસ્થાને હતી. ‘મને સુરાહી આપ તો !’ વિજયસિંહ આગળ વધી સુરાહી માગી. સુરાહી હવે સાવ ખાલી હતી. મને આખો પ્યાલો આપ્યો ને પોતાને માટે... ‘મેં ન કહ્યું તમને ? મારવાડના ઊંટની જેમ મને વાટમાં તરસ લાગતી જ નથી.’ને મોટા ભાઈના હાથમાંથી સુરાહી લેતાં એણે ઘોડાને એડ મારી. વિજયના હાથમાં પાણીનો છલોછલ ભરેલો પ્યાલો રહી ગયો, નૈ જયસિંહ ગાઢ થતા અંધકારમાં અદૃશ્ય થઈ ગયો ! ‘કૈવો ભાઈ મારો ! જાણે લખમણ !' વિજયસિંહથી બોલાઈ ગયું. એની આંખોના ખૂણા ભીના થયા. અંધકારમાં અદૃશ્ય થયેલા ભાઈની દિશામાં એ પ્રેમભરી મીટ માંડી રહ્યો. નિર્મેઘ વ્યોમમાં તારલાઓ ઠગારી આશા જેવા ચળકતા હતા. પવનના સપાટા ધૂળના વંટોળ જગવતા હતા. વર્ષો સુધી ઈર્ષાના રણમાં રહેલો વિજયસિંહ-આજે પ્રેમની હરી ભરી સૃષ્ટિમાં વિહરી રહ્યો. થોડી વારમાં જયસિંહ પાછો ફર્યો. એ પોતાની સાથે મીઠું તેમજ ઘી જ માત્ર લાવ્યો નહોતો, એક માણસને પણ લેતો આવ્યો હતો. જયસિંહ પાસે આવ્યો એટલે વિજયસિંહે પ્યાલું એના મોં આગળ ધરતાં કહ્યું : ‘લે, આટલું તું પી જા !' ‘વળી બાકી રાખ્યું ? ભાઈ, જળની તો અજબ કિંમત છે. આ પ્રદેશમાં. મીઠું ને ઘી સાવ મફત મળ્યાં, દામ આપવા માંડ્યા તો કોઈએ ન લીધાં. પણ સામેથી મોં માગ્યા દામ ધરતાં પાણીનું પાવળું પણ કોઈએ ન આપ્યું !−રે ! આ મારો હાર આપવા માંડ્યો તોય નહિ !' જયસિંહે આમ બોલતાં પ્યાલું હાથમાં લીધું ને સુકાયેલા જય ને વિજય D_5
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy