________________
ના, હું તો સારથિનું સંતાન છું.’ કર્ણ વિશ્વાસથી બોલ્યો, માબાપમાં વળી અવિશ્વાસ કેવો ?
વત્સ, રાધા તારી જનેતા નથી.'
‘શું રાજવંશીઓની દુનિયામાં મા પણ છળની વસ્તુ બની છે ?’ કર્ણો પોકાર પાડવો.
હા બેટા ! હું તારી સાચી માતા છું !' ‘તમે કોણ ?’ કર્ણ પિછાન માગી.
સુંદરી ! આ દેવળને લોકો બૂરો દેવળ કહે છે ! અહીં આખી રાત મને બૂરા વિચાર આવ્યા કરે છે. આ ધરતી કંઈ શાપિત લાગે છે !'
‘જયસિંહ ! ઘણા વખતે વાત કરવા માટે તારા જેવો મનભાવતો જુવાન મને મળ્યો છે. તારી જુવાનીના ગુલાબની સુગંધ, ને એથીય વધીને તારા અંતરના પારિજાતનો પરિમલ મને મુગ્ધ કરી રહ્યો છે. જેણે પોતાનું અંતર કોઈ દિવસ ખોલ્યું નથી, ખોલવામાં માન્યું નથી, એ અંતરનાં કમાડ આજ આપોઆપ ખૂલતાં હોય તેમ લાગે છે !
સુંદરી વાત કરતી થોભી. જયસિંહ મનમાં વિચાર કરી રહ્યો હતો કે આ સ્ત્રી પર વિશ્વાસ રાખવો કે અવિશ્વાસ ! સુંદરી આગળ બોલી : ‘આ ધરતી રણજંગની છે. અહીં લોહી અપાયાં છે, ને લોહી લેવાયાં છે. સૌભાગ્યવતીઓના ચૂડા ને કુમારિકાઓની આશાઓ અહીં છિન્નભિન્ન થયાં છે. હણે સૂકી નદીને કિનારે પડેલા પથરા, પહણે અસુરા પ્રવાસીઓએ ત્રણ પાણ કા મૂકી કરેલા ચૂલા, પેલા ધુસર ટીંબા ને ટેકરી નીચે પડેલા પાળિયા, ઝાડઘટાઓની નીચે નાની દેરીઓમાં રહેલા સતીના પંજા, આ વેડાઈ ગયેલાં ચંપાના વનનાં નિર્જીવ ઠૂંઠાં, આ કેતકી ને મોગરાની નાની વાડીઓ, પેલી ગુપ્ત પર્વત-ગુફાઓ, ને ગુફાની પાસે થઈને વહેતાં સૂકાં ઝરણ-બધાં-ભયંકર-લોહી થીજી જાય તેવા નરમેધ યજ્ઞના ઇતિહાસ સંઘરીને બેઠાં છે. એ ઇતિહાસની હું સાક્ષી છું ! દારૂ ધરબેલી બંદૂક જેવી મારી દશા છે ! છૂટે તો ભારે ધડાકો છે, ને ન છૂટે તો ભારે અજંપો છે !' ' જયસિંહ સ્ત્રીને એકચિત્તે સાંભળી રહ્યો. એણે ફૂલના દડા જેવી અનેક સ્ત્રીઓ નીરખી હતી : પણ વજ જેવી સુંદરીનો સંસર્ગ આજે સાધતો હતો.
| ‘અહીં રાજનીતિ સાકાર બની છે. મહાભારતના જમાનામાં જેમ ભાઈએ ભાઈને હણ્યા, કાકાએ ભત્રીજાને હણ્યા, સાળાએ બનેવીને હસ્યા, શિષ્ય ગુરુને હણ્યા; એવો સર્પસંપ્રદાય પ્રવર્યો છે અહીં, યાદ છે મહાભારતની એ કર્ણ કુંતીની ઘટના ?”
“કઈ કથા, સુંદરી ? મને સાંભરતી હોય કે ન પણ સાંભરતી હોય, પણ તમારા મોંએ એ કથા કહો ! તમે તો કોઈ રણદેવીનાં અવતાર ભાસો છો.'
| ‘જુવાન ! એ દિવસની આ વાત છે, જ્યારે મહાભારત યુદ્ધ ખેલાતું હતું ને કર્ણ આવતી કાલે યુદ્ધનો સેનાપતિ બનવાનો હતો ! છેલ્લી સાંજ આભમાં આથમતી હતી ! મહારથી કર્ણ યમુનાને કિનારે સૂરજદેવને અર્થ આપતો હતો. અંધારું થેરાતું આવતું હતું. એ વેળા એક સ્ત્રી આવી, કર્ણનો વાંસો પંપાળીને બોલી : વત્સ ! તું સારથિ અધિરથનું સંતાન નથી હો !'
26 બૂરો દેવળ
‘અર્જુનની માતા ?’ કર્થે આશ્ચર્ય અનુભવ્યું.
‘એકલા અર્જુનની નહિ, પાંચ પાંડવોની અને છઠ્ઠી તારી એમ છ પુત્રોની જનેતા !' આગંતુક સ્ત્રીએ કહ્યું.
કર્ષે પોતાની મોટી મૂછોને વળ ચડાવતાં કહ્યું: ‘અજાણ્યા આભમાંથી જનેતા બનીને ભલે તમે આવ્યાં. તમારું સન્માન કરું છું. યોદ્ધો સ્ત્રીના સન્માનનો પૂજારી હોય છે, કારણ કે સ્ત્રીનું વધુમાં વધુ બૂરે એને હાથે થાય છે, પણ ઓ નારી ! રાજનીતિમાં મા કે ભાઈ એ મા કે ભાઈ નથી, પણ નીતિશાસ્ત્રમાં જરૂર માં એ મા અને ભાઈ એ ભાઈ છે. સ્ત્રી માત્ર માં છે, એ રીતે તમને વંદન કરું છું : પણ મા, એક વાત પૂછું : જીવનભર આમ હલકો કરીને સારથિપુત્ર રાખ્યો ને આજે આટલું ઊંચું બેસણું આપવા શા માટે આવ્યાં ?'
કાલે યુદ્ધ થશે. પાંડવો તારી સામે મેદાને પડશે. તારી ધનુર્ધરની કીર્તિ પણ સાંભળી છે ! ભાઈના હાથે ભાઈ ન હણાય, બંધુહત્યા, ગોત્રહત્યા તમારે કોઈને હાથે ન થાય, એ માટે ચેતવવા આવી છું .
‘મા, રાજનીતિ તો સર્પનીતિ જેવી બની છે. એમાં તો ભાઈ ભાઈને નુકસાન કરે, ભાઈને ભાઈથી જ સંભાળવાનું, અને એમાં ભાઈ ભાઈનો જ શત્રુ બને અને એમાં ભાઈથી જ ભાઈ હણાય. સબળ નિર્બળને હણે એ રાજનીતિનો ધર્મ. નીતિધર્મની મા થઈને આવ્યાં હોત, તો આવકાર આપત. પણ આજ તમે રાજધર્મની મા થઈને આવ્યાં છો ! છતાં સ્ત્રી છો, લડવૈયો સ્ત્રી જાતનો ભારે અપકારી, માટે માગ્યું આપીશ. માગો ! તમને સાવ નિરાશ તો પાછાં નહિ ફેરવું ! મારા જેવા નરના પુરુષાર્થને કલંક લાગે.'
કાલે યુદ્ધમાં તારા ભાઈઓની હત્યા તારે હાથે ના થાય, બંધુહત્યાનું પાપ તારે માથે ન ચોંટે એટલું ઇચ્છું છું !' કુન્તીએ કહ્યું. ‘રાજનીતિમાં મા, હારની કિંમત છે, હત્યાની નથી ! હત્યા ગમે તેટલી થાય
બાલ-સુંદરી 1 27,