________________
પર જુલમ થવા લાગ્યા હતા. મુસ્લિમ રમણીઓ પર ત્યાં બળાત્કાર થવા લાગ્યા હતા. ઇસ્લામ ખતરામાં પડી ગયો હતો. અરે ! ક્યાંય તો મજિદોનાં મંદિર પણ બની ગયાં હતાં ! બુતપરસ્તોની શહનાઈ ને ઢોલકના અવાજ આકાશના ગુંબજને ભેદતા હતા.'
‘શહેનશાહ શાહજહાં ! એમની પાસે ફરિયાદ આવી, એમણે જે મંદિરો મસ્જિદોમાંથી બંધાયાં હતાં, તે તોડી નંખાવ્યાં : જે સ્ત્રીઓ કેદ હતી, તેને મુક્ત કરી. પણ તેઓ આ કામ કરનારને બરાબર નસિયત આપી ન શક્યા ! એવી નસિયત કે પછી એ નાપાક કામ તરફ જુએ પણ નહિ. બાબા રાજ કરતા હતા ત્યાં સુધી તો ઠીક પણ મોટા ભાઈ દારા એ તો પછી હદ કરી નાખી. એણે ખુલ્લી રીતે હિંદુપણું જાહેર કર્યું. એણે કહ્યું : “ખરી રીતે જોતાં કુરાનેશરીફ ઉપનિષદોમાં જ છે !' એટલે શું મુસલમાનોએ કુરાનેશરીફ છોડી, ઉપનિષદ વાંચવાં ? એક ખુદાને છોડી હજાર દેવ-દેવલાંને ભજવાં ? શું એ વખતે મારા જેવા ખુદાઈ બંદાની મજહબી ફરજ નહોતી કે ખુદાના દુશ્મનોથી ખુદાઈ રાહ સાફ કરવો ?”
આલમગીર જરા ટટ્ટર થયો, ગૌરવમાં એનું મસ્તક ઊંચું થયું. એણે પોતાની સફાઈ રજૂ કરતાં આગળ કહેવા માંડ્યું :
અરે ! અજબ જેવી વાત તો જુઓ. હિંદુઓની પાઠશાળા છે, ને એમાં મુસલમાન બાળકો ભણે છે ! અને આ લોકોએ એવી લાલચો આપી છે કે દૂરદૂરથી ભોળા મુસલમાનો આવીને એમાં દાખલ થતા જાય છે. ધર્મ મુસલમાનોનો અને હિંદુ શિક્ષકો શીખવે ! અગર આલમગીરે આ વસ્તુઓ બંધ કરી તો એમાં શું અન્યાય કર્યો !
‘કહેવાય છે, કે બાદશાહે શાહી નોકરીમાંથી હિંદુઓને બાતલ કર્યા. બેઈમાન, લાંચિયા ને જુલમી હિંદુ અમલદારોને દૂર કરવા એ શું એક બાદશાહે માટે ગુનો છે ? સુબેદારો, તાલુકદારોના પેશકારો, દીવાનો ને ખોલસાની ઊપજ વસૂલ કરનાર માત્ર મુસલમાન જોઈએ, એટલો જ મારો આગ્રહ છે, બાકી લડાઈમાં-સવારીઓમાં હિંદુઓ ક્યાં ઓછા છે ?”
આલમગીરનું મસ્તક ટટ્ટાર થયું, જાણે આકાશને ભેદવા ન માગતું હોય ! એણે પોતાના કહેવાતા ગુનાની સફાઈ આગળ રજૂ કરતાં કહ્યું :
‘જૂના બાદશાહો કહેતા : “જેવી રીતે આકાશ પર એક ખુદા છે, એવી રીતે જમીન પર પણ એક ખુદા જોઈએ. આ રીત ઇસ્લામની સાવ ખિલાફ છે. સવારમાં ખુદાને બદલે મોટું ટોળું બાદશાહને દર્શને આવે, ને એને ઈબાદત ગણે, એ સાવ ગરમજહબી રિવાજ છે. ખોટો રિવાજ બંધ કર્યો, એમાં શું ખોટું થયું ? પણ જમાનો તો જુઓ ! આલમગીર જે કરે, એ બધું હિંદુવિરોધી લેખાય ! આલમગીરના દરબારમાં માખી ઊડે તો તે પણ જાણે મજહબી ઇરાદાથી ઊડે છે !'
94 n બૂરો દેવળ
એક બાદશાહ માટે જરૂરી લેખાય, એટલો ભપકો રાખવો, એ પાક કિતાબનું ફરમાન. જો દરબારે અકબરીનો રંગ ચાલુ રહ્યો હતો તો આજે ઓ રાજ્ય હિંદુરાજ્ય બની ગયું હોત. ઇસ્લામી દસ્તૂરો નાશ પામ્યા હોત. આ માટે મેં ચાંદીના ખડિયાને ઠેકાણે ચીની માટીનો ખડિયો દાખલ કર્યો, ઇનામની રકમો ચાંદીની રકાબીને બદલે ઢાલમાં આપવાનું નક્કી કર્યું. કસબી પોશાકો આપવા બંધ કર્યા. શાયરો, કવિઓ જે બાદશાહને ખુદાની બરાબર બનાવી દેતા, તેમને દૂર કર્યા. પ્રજાના પૈસા પાણીને મૂલે વહાવનાર જશન ને નજરાણાં બંધ કર્યા. સારંગી વગેરે સાજ સાથે ગાવું, એ મુસલમાની શરેમાં મના છે, એ ગાનતાન ને નાચતાન બંધ કર્યો. મદ્યપાન કેટલી ભયંકર ચીજ છે, એ બંધ કરી, એમાં આલમગીરે કયો ગુનો કર્યો !
‘હે ખુદા ! આવો છે આલમગીર ! એ મજહબનો નાચીજ બંદો છે ! સ્વધર્મરક્ષણ માટે બાપ-બેટાનો પણ લિહાજ ન રાખનાર પૂત છે ! દુનિયાની વાહ વાહ કે નારાજગીની એને તમા નથી. દુનિયાનો કાયદો છે કે માણસ પાસે જે પ્રકારનાં જોવાનાં ચશમાં હોય, એ પ્રકારનો માણસ દેખાય. હિંદુ ચમાંથી જોશો તો આલમગીર કપૂત, ઇસ્લામી ચમાંથી જોશો તો સપૂત !'
આલમગીરે મોડે મોડે ઊગતી ચંદ્રરેખા સામે જોયું. પિતાજીને અંતરીક્ષમાં સમજાવતો હોય તેમ બોલ્યો : ‘પિતાજી ! ખોટું નથી કહેતો. સાવ સાચું કહું છું. જો સ્વધર્મરક્ષાનો સવાલ ખડો થયો ન હોત, મજહબ ખતરામાં ન હોત તો, ઔરંગઝેબ આજ ફકીર હોત !'
- અલ્લાના ભરાયેલા દરબારમાં પોતે પોતાની સફાઈ કરનાર આરોપીની જેમ વિશાળ ખંડમાં આંટા મારતાં મારતાં ફરી બાદશાહે તારાઓ સામે જોઈને કહ્યું;
‘આલમગીર પોતે પોતાનાં ચમાંથી જુએ છે. જો એ મદ્યપી હોત તો જરૂર કપૂત કહેવાત. એ મોજ શોખી હોત, આળસું ને તન મનનો એશઆરામી હોત તો એ જરૂ૨ કપૂત કહેવાત. જો એ શરેમાં મના કરેલી વસ્તુ વાપરતો હોત, પોતાને ધરતીનો ખુદા કહેવરાવતો હોત, નાચગાન જોતો હોત, ખુદાથી પણ વિશેષ વડાઈ કરનારી આપ-પ્રશંસાની કવિતા સાંભળતો હોત ને એ માટે ઇનામ આપતો હોત, તો જરૂર એને કપૂત કહી શકાત !'
બાદશાહે પોતાની મૂઠીઓ ભીડી ને વળી મનોમન કહેવા માંડ્યું :
‘દીનદાર માણસ માટે, એમાંય એક ઇસ્લામપરસ્ત શહેનશાહ માટે ભારત જેવા હિંદુ પ્રદેશમાં તાજ કાંટાળો ને રાહ ભાલાંઓથી ભરેલો હોય જ. હું જો ચાલુ દુનિયાદારીનો માણસ બની જાઉં, બે તરફની ઢોલકી વગાડવા બેસું તો મારા રાહ પર ફૂલોનાં બિછાનાં તૈયાર છે : પણ જે માટે મારો જન્મ થયો છે, એ કામ મારાથી કોઈ પણ ભોગે પડતું મૂકી ન શકાય. અલ્લાની મરજી છે તો ભલભલા દુશ્મન ખાંડ
પૂત કપૂત ને પૂત સંપૂત D 95