________________
મધ તો મળે ત્યારે, અત્યારે તો ડંખ વેઠવાના છે.' જયસિંહની જુવાનીએ આ રૂપમણિના દરબારમાં લાચારીની અરજી પેશ કરી.’
મેં કહેલું એ ભૂલી ગયો, જુવાન ! બહુ ભુલ કણો !'
‘આ રૂપ પાસે કોઈ બાર વરસનો ગિરનારો જોગી પણ ભૂલો પડે પછી મારી શી વાત ! પણ, હવે પેલી વાત શરૂ કરો.’ જયસિંહે કહ્યું, ‘હું સામે બેસું. બેઠા વગર વાતની મજા નહિ જામે.” એને સુંદરીની સમીપતાનો કેફ ચડતો હતો. આ પળે તો એ કેફથી દૂર રહેવા માગતો હતો. જો કે સાથે સાથે એક દિવસ કેફ કરવાનો એ નિર્ણય પણ કરી રહ્યો હતો.
| ‘મારું પડખું સેવવું સારું નથી, એ તો મેં તને કહ્યું જ છે.' સુંદરીએ વ્યંગ કરતાં કહ્યું, ‘પણ મારી વાત લાંબી છે.’
| ‘જીવનની રાહના દિવસો લાંબા છે ને રાતો એથી પણ લાંબી છે. નિરાંતે વાત કરો. ઊણી કે અધૂરી ન રાખશો.'
| ‘હાં... તો...' સુંદરી જાણે વાતનો દોર સાધવા માંડી. ‘મેં વાત ક્યાં અધૂરી છોડી હતી, યાદ છે, જુવાન ?'
‘હા, દુર્ગાદાસના ઘોડા દિલ્હી તરફ ઊપડી ગયા, ત્યાંથી--* | ‘બરાબર !” સુંદરીએ જયસિંહને વાતમાં દત્તચિત્ત જાણી ઉત્સાહથી વાત શરૂ કરી.
‘જયસિંહ, મરુ કેસરી દર્ગાદાસના ઘોડાઓ દિલ્હીના દરવાજાને પોતાના ડાબલાથી દબાવી રહ્યા હતા, ત્યારે ભારતભોમનો ચક્રવર્તી આલમગીર ઔરંગઝેબ મૂછોને વળ આપતો રજપૂત-રાઠોડ ને મરાઠાઓને આ મધમાખી જેમ જેર કરવા તલસી રહ્યો હતો અને તાજેતરમાં પોતે ફેંકેલા નવા પાસાઓના પરિણામનું, અજમેરથી દિલ્હી ભણીની કૂચમાં, દલભંજન હાથી પર બેઠો બેઠો વિહંગાવલોકન કરી રહ્યો હતો.
મોગલોના જાનિસાર દુશ્મનો મરાઠા ને રજપૂતો. એમાં પણ છેલ્લાં સો વર્ષથી શરણે આવેલા ૨જપૂતો ટ્રેક વખતથી માથાભારે થઈ પડ્યા હતા. જયપુર ને જોધપુર તાબેદારી સ્વીકારી લીધી હતી, પણ અંતરમાં એમનું મન મેવાડ તરફ ઢળેલું રહેતું ! મરતો ઊંટ મારવાડ ભણી જુએ, એમ જ્યારે ને ત્યારે તેઓ મેવાડ ભણી જોતા રહેતા. આમ ૨જપૂતાનામાં જયપુર, જોધપુર ને ચિત્તોડ આગનાં મથક થઈ ગયાં હતાં. દેખીતી રીતે જોધપુરે પોતાની પુત્રીઓ દિલ્હી દરબારમાં આપી હતી, ને પોતાની હિંદુ સમશેર મોગલ સલ્તનતની સેવામાં સુપુર્દ કરી હતી, પણ એ જ રાજાઓએ એમના વંશજોએ આલમગીર બાદશાહના દિલમાં એમની વફાદારી પ્રત્યે શંકા પેદા કરી હતી. બાદશાહ એમની માનતો હતો કે આ બધા બગભગતો
છે, રાજભક્તિ તક શોધે છે. તલવાર તો તૈયાર જ છે ! વાર કરવાની વાર છે.
શંકાના બીજને સજીવન રહેવા ન દેવું, એ આલમગીરનો સિદ્ધાંત હતો. એણે ગુજરાત જેવા પ્રદેશની સૂબેદારીમાંથી ઉઠાવીને કાબૂલ જેવા ભયાનક પ્રદેશના નિયામક તરીકે જોધપુરરાજ જશવંતસિંહને નિયુક્ત કર્યા : કાંટાથી કાંટો નીકળી જશે, એવી ધારણા હતી, પણ જોધપુરરાજે એ ભયંકર લોકોને જોતજોતામાં કબજે કરી લીધા. ખૂનખાર પઠાણ લોકો જશવંતસિહની તલવારથી ધ્રુજવા લાગ્યા.
આ પાસો નિષ્ફળ જતાં, બે ઝેરના પોશાક તૈયાર થયા. એક દિલ્હીમાં બોલાવીને જોધપુરના કુંવર પૃથ્વીસિંહને ભેટ કર્યો, બીજો ઠેઠ કાબુલમાં મોકલી રાજા જશવંતસિંહનો પ્રાણ હર્યો, ખેલખલાસ ! રાજા ગયો. રાજ નો વારસ ગયો. ન વાંસ રહેશે, ન વાંસળી બજશે. પોતે એ વખતે અજમેરમાં ખ્વાજા મુઈનુદીન ચિસ્તીની જિયારતે આવ્યો હતો. વાહ, જિયારત કેટલી જલદી ફળી.
જોધપુરરાજ નિઃસંતાન મર્યા હતા, આલમગીરના કાસદો તાબડતોબ જોધપુરનો કબજો લેવાના ફરમાન સાથે રવાના થાય, પણ હજી એમના ઘોડા જમનાના જળને આંબે , એ પહેલાં દૂત સમાચાર લાવ્યો કે જસવંતસિંહની બે રાણીઓએ બે પુત્રોનો જન્મ આપ્યો છે.
‘બે પુત્રોનો જન્મ ?” ‘હી હજૂર.”
‘વાહ ખુદા ! તારી કરામત : અચ્છા જાઓ, એ કુંવરોને દિલ્હી લાવો ! શાહી રીતરસમથી એનો ઉછેર થશે ! અનાથનો નાથ મોગલ દરબાર છે.”
કાસદના ઘોડા પાછા અજમેર, દિલ્હી વચ્ચે ઝપટ કરવા લાગ્યા, એ સાથે બીજા દૂતો જોધપુર તરફ પણ ખરીતા લઈને રવાના થયા. એ ખરીતામાં શાહી મહેરબાનીનાં વાદળ નાગોરના સ્વામી ઇંદ્રસિંહ પર વરસવાની આગાહી હતી. સ્વ. જોધપુરનરેશ જશવંતસિંહના એ ભત્રીજાને માટે બાદશાહ આલમગીરની મોગલ સરદારોને ભલામણ હતી, કે તાબડતોબ મહારાજા ઇન્દ્રસિંહને જોધપુરની ગાદીના સરનશીન બનાવવા, રાજાનો ખિતાબ આપવો, ખિલઅત આપવી. દિલ્હી દરબાર તરફથી હાથી, ઝંડા ને નગારું બથવું ! સાથે એ પણ હુકમ હતો કે કાબુલમાં રહેલા રાઠોડ સરદારોએ ત્યાં જ રહેવું, ને બંદોબસ્ત જાળવવો ને જોધપુર ખાતેના રાજા જસવંતસિંહના વફાદાર સરદારોને ચૂંટી ચૂંટીને દિલ્હી દરબારમાં મોકલવા. ખુદ આલમગીર બાદશાહે તેમને હોદા આપશે. છેલ્લા સમાચાર એવા મળ્યા કે રાજા જસવંતસિંહનો એક પુત્ર મરી ગયો, માત્ર એક બચ્યો છે. આલમગીરે એ પણ ઠીક માન્યું, એની ચિંતાને બદલે હવે એકની ચિંતા કરવાની રહી ! આલમગીરને મનોમન પોતાની હોશિયારી પર હસવું આવી ગયું. વાહ રે !
દુર્ગ કે દરગાહ 1 57.
56 B બૂરો દેવળ