________________
રામ-લખમણની જોડ
છે છેડાયેલા સર્પ જેવો જયસિંહ એમ ને એમ બેસી રહ્યો. મનના કરંડિયામાં કંઈ કંઈ વિષધર જાગી રહ્યા હતા. વખત વીતતો ચાલ્યો. આ બૂરા વિચારો ભૂલવા એ નિદ્રામાં બેભાન બની જવા ઇચ્છતો હતો, પણ એની આંખોમાં નીંદરપરી રમવા ન આવી તે ન આવી.
રાત વધુ ગાઢ બનતી ચાલી. રેતનાં મેદાનોની ઉષ્ણ હવા કંઈક શીતળ બનતી જતી હતી. તમરાંનો ગુંજારવ વાતાવરણને ભરી રહ્યો હતો. અવિરત પોકાર પાડતો ઘુવડ પણ શ્રમિત થયો દેખાતો હતો, રહી રહીને એ ધીરે ધીરું ગુંજતો હતો.
પૂજારી થોડી વારે મોટી શગ બળતો દીવો લઈને આવ્યો. એણે કહ્યું : ‘રાજાસાહેબ ! એ નાલાયકને દેવળમાં જ, ભગવાનના ગર્ભગૃહમાં જ પૂર્યો છે. ભગવાન ભોળાનાથ એને સબુદ્ધિ આપે ! ઘણા ચોરને મેં આ રીતે સીધા કર્યા છે. હવે નિરાંતે નીંદ લેજો, હું જાગતો ફરું છું. આપના જેવા લાખેણા માણસોને આવા નાલાય કો હેરાન કરે, એથી મારા મનને બહુ લાગે છે. ખોટું કહેતો હોઉં તો મને ભોળાનાથ દેખે.’ પૂજારીની આંખમાં આંસુ દેખાયાં. પાકા મુસદીની ‘ધારે ત્યારે રડે ને ધારે ત્યારે હસે'ની વિદ્યામાં એ નિષ્ણાત લાગ્યો.
પૂજારી ગયો. રાત ઠંડી થવા લાગી. જયસિંહના ઘામાં ભારે કળતર પેદા થયું હતું અને એથી વધુ કળતર થતું હતું અંતરમાં નાના ભાઈએ મોટા ભાઈને જગાડવા એક વાર પ્રયત્ન કર્યો-જો કંઈ આસાયેશ આપે એવો ઉપચાર શોધી આપે તો ‘અર્ધનિદ્રામાં જ. વિજયસિંહે એ જ રીતે ઠપકો આપતાં કહ્યું: ‘છો કરી છે કે શું ? આ તે ક્યાં સમશેરનો જનોઈવઢ ઘા પડ્યો છે ? રાતની રાત કાઢી નાખ. સવારે બધું થઈ રહેશે. નાદાનની દોસ્તી ને જીવનાં જોખમ : ખોટી વાત નથી ! તને કંઈ થયું
હોત તો હું શું મોં બતાવત બાપુને !”
| ‘નાદાનની દોસ્તી કેવી ?’ નાના ભાઈએ ચિડાઈને પ્રશ્ન કર્યો. એને મોટા ભાઈનો સૂર ન ગમ્યો.
‘નહિ તો શું ? આ તો એક જણ હતો, ચાર હોત તો આપણા ટુકડેટુકડા કરી નાખત. પછી બાપુ, બા, તારાં ભાભી બધાં રાહ જોતાં બેસી રહેત કે નહિ ? વખત જોઈને વર્તીએ !' મોટા ભાઈએ ખુલાસો કરતાં પીઠ ફેરવી ને ફરી શાંત નિદ્રાની ગોદમાં સરી ગયા, અફીણચીના માયાવી સ્વર્ગની અપ્સરાઓ સાથે એ પ્રેમસંવનન સાધી રહ્યા.
| ‘અરે ! ભાઈ ક્ષત્રિયબચ્ચો થઈ વાણિયા જેવી વાત કાં કરે ! ક્ષત્રિયને એક શું ને ચાર શું ? એ તો એકે હજારાં !' જયસિંહને ઘાની પીડા સાથે ભાઈના શબ્દોની પીડા વ્યગ્ર કરી રહી ! રે ! ૨ઝળપાટે લોઢાને મીણ બનાવ્યું લાગે છે ! આખા માર્ગે કેવો પ્રેમ દેખાડ્યો. ને હવે કાલે ઘેર પહોંચીએ છીએ, ત્યાં છેલ્લી પળે સાવ પલટાઈ ગયો !
નાના ભાઈના મનમાં શંકાનો કીડો સજીવ બન્યો. એણે દૂર દૂર આકાશ સામે જોયું. આકાશમાં રહેલો નાનકડો તારો પણ એને અધૂકડી આંખે કંઈ કહેતો લાગ્યો. જાણે એ પોતાની નાની આંખો મટમટાવતો મર્મમાં સમજાવતો હતો :
‘એ તો એમ જ ! ગરજ સરી એટલે વૈદ વેરી ! ઘેલા જુવાન ! જૂની વાતો સાવ ભૂલી ગયો ? તારી ભાભી ફૂલકુંવર; આમેરના રાજાએ તારા માટે કહેણ મૂકેલું ! ફૂલકુંવર જોવા આ તારો મોટો ભાઈ ત્યાં ગયો ! ફૂલકુંવરની ફૂલગુલાબી જુવાની ને રેશમ જેવી દેહયષ્ટિ એને ગમી ગઈ ! એણે પોતાના માટે જ માગું મૂક્યું ! એ પોતે પરણ્યો ! પહેલી રાતે જ બધો ભેદ ખૂલ્યો. વૃદ્ધ પિતાએ એને ઠપકો આપ્યો. એ વખતે તો એ ગળી ગયો અને પછી તારા પર જ તહોમત મૂક્યું-ફૂલકુંવર સાથે જૂની પ્રીતનું ! તમ બે ભાઈઓનું તો કંઈ ન બગડવું, પણ એ બિચારી ઝેર ઘોળી રેશમની તળાઈમાં સોળે શણગાર સજી પોઢી ગઈ ! એ લખણવંતા ભાઈને તું આજે મનાવી પાછો લઈ જવા નીકળ્યો છે ? મૂર્ખ ! પોતાના પગ પર પોતે જ કુહાડો મારવા તૈયાર થયો છે ?”
નાનો ભાઈ હાથના જખમની પીડા ભૂલી, ભૂતકાળનાં પોપડાં ઉખેળવા બેસી ગયો. એ પોપડામાંથી પાર વિનાના સાપ-વીંછી નીકળી આવ્યા ! દૂર દૂર એક નાના ટીંબા પર આવેલા સૂકા લીમડાના ટૂંઠા પર બેસીને કાગડાનાં ઈંડાંનો આહાર કરતો ઘુવડ પણ જાણે એમાં સાદ પૂરી રહ્યો હતો. એ કહેતો હતો કે, બરાબર છે. આગળ પાછળની સંભાર્યા વિના, સંભારીને સાર તારવ્યા વગર, આગળ વધવામાં સાર નહિ.
નાનો ભાઈ વળી યાદ કરી રહ્યો : પોતે એક જ માના બે દીકરા ! જોડકે જમ્યા ! પળ-વિપળનો ફેર, એમાં એક આખા રાજનો માલિક – બીજાને નસીબ તાબેદારીને લાચારીનો રોટલો ! મને વહેમ જ હતો, મૂળમાં કંઈ ગડબડ થયાનો.
રામ-લખમણની જોડ | I7.