Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ 9 સભ્યશ્ચારિત્ર અને આંશિક સમ્યક્ તપ આપ્યાં છે. તેમાં અજાણ્યું ફળ ખાવું નહિ તે શ્રદ્ધાને સૂચવે છે જે આંશિક સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હટવું તે વિવેકને સૂચવે છે જે આંશિક સભ્યજ્ઞાન સ્વરૂપ છે. રાજાની રાણી સાથે વ્યભિચાર કરવો નહિ તે સદાચારને સૂચવે છે જે આંશિક સભ્યચારિત્ર સ્વરૂપ છે અને કાગડાનું માંસ ખાવું નહિ તે રસનેન્દ્રિય ઉપરના અંકુશ સૂચવે છે જે આંશિક સમ્યગ્ તપ સ્વરૂપ છે. આ ચાર નિયમના અણીશુદ્ધ પાલનથી તેને શું લાભ થયો તે કહેવાની જરૂર નથી, જે બધાજ જાણે છે. પહેલા નિયમથી પોતાના પ્રાણ બચ્યા. બીજા નિયમથી પોતાની બહેનના પ્રાણ બચ્યા. ત્રીજા નિયમથી મંત્રીપણું મળ્યું અને ચોથા નિયમથી બારમો દેવલોક મળ્યો. આ છે ન દૂરે યોગના પાલન દ્વારા આત્માની પરિણતિ નિર્મળ બને છે. વૃદ્ધિ પામે છે માટે યોગમાર્ગનું પરિશીલન અતિ આવશ્યક બની જાય છે. તેના વિના આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજ ૩૫૦ ગાથાના સ્તવનમાં લખે યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ મેલે વેષે મહિયલ મહાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે તે કેમ મારગ હાલે. પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બંધ મોક્ષ કારણ ન પિછાને તે પહેલે ગુણઠાણે. કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દૃષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજસ લહીજે સાહિબ સીમંધર તુજ રાગે. Jain Education International 2010_05 - યોગમાર્ગના સૂક્ષ્મબોધ વિના ક્યારેક જેમતેમ બોલતાં ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જવાનો સંભવ પણ પૂરો રહે છે તે વાત જણાવતાં તેઓશ્રી લખે છે – માર્ચ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટ્ટમાલા પ્રકાશે, નાસે. આમ યોગમાર્ગની ઉપયોગિતા ઘણી છે. તેના દ્વારા જ સ્વપરનું એકાંતિક અને આત્યંતિક હિત સાધી શકાય છે. યોગનું ફળ : યોગનું ફળ છે વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ. તેના દ્વારા ગુણસ્થાનકનો વિકાસ, તેના દ્વારા આત્મસ્વરૂપમાં સ્થિરતા-રમણતા-તન્મયતા અને અંતે ક્ષપકશ્રેણી પામવા દ્વારા વીતરાગતા-કેવલજ્ઞાન અને મોક્ષ. અતીન્દ્રિય આનંદને પામવો એ સાધકનું લક્ષ્ય છે. એ આનંદ જ્ઞાનમાંથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 434