________________
થઈને ઠેઠ સ્ટેશન સુધી જનાર તથા રસ્તામાં આવતી અનેક પિળોને, બજારોને અને મહોલ્લાઓને પિતાની સાથે જોડનાર
એક રાજમાર્ગ આવેલ છે. તે રાજમાર્ગના અંગભૂત રીચરેડ નામના રસ્તાની સાથે જોડાયેલી, જેને ઓસવાળોની ભરચક વસ્તીવાળી, અનેક ધનાલ્યોના નિવાસરૂપ તથા “રતન” નામને સાર્થક કરે તેવી રતનપળ નામની એક મોટી પિળ આવેલી છે.
એ રતનપોળમાં પ્રવેશ કરતાં નજીકમાં જ જમણા હાથ તરફ આસનેપકારી શ્રી મહાવીર પ્રભુના મંદિરથી અને ધમીઝ શ્રાવક-સમુદાયથી વિભૂષિત થયેલી નગીનાપોળ આવેલી છે.
આ નગીનાપોળમાં વીસમી સદીની શરૂઆતમાં રણછોડદાસ નામે એક ધમીંછ શ્રાવક રહેતા હતા. તેઓ સ્વભાવે શાંત, ગંભીર, વિચારવંત, ન્યાયી, વ્યવહારકુશળ, ઉદાર અને ધર્માભિમાની પુરુષ હતા. વિદ્વાન સાધુઓના સમાગમથી તેમનામાં શ્રાવક ધર્મને અનુસરના સંસ્કારો સારા પ્રમાણમાં , જાગૃત થયા હતા.
તેઓ મોટી આકાંક્ષાવાળા અને દરેક કાર્યમાં ઉત્સાહી હોવાથી જાતમહેનત અને લાગવગના જોરે સરકારી નોકરીમાં પ્રથમ જોડાયા. ન્યાય અને પ્રમાણિકપણાથી તેમાં તેઓ ધીરે ધીરે આગળ વધતા ગયા. તેમની નીતિ-રીતિ સારી હોવાથી ઉપરી અધિકારીઓની તેમના ઉપર સદા સહાનુભૂતિ રહેતી હતી. ભાગ્ય પણ તેમની સહાયતા કરવા લાગ્યું, કારણ કે પૂર્વના પુણ્યને જ્યારે પ્રાદુર્ભાવ થાય ત્યારે આજુબાજુના સંગને અનુકૂળ થતાં વાર લાગતી નથી અર્થાત્ પુણ્યવંતને
જગતમાં કોઈ વસ્તુ દુર્લભ હોતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com