Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ ફાળે જાય છે? ક્રોધના ફાળે ? હિંસાના ફાળે? આક્રમણના ફાળે? અરે, તું પોતે તારા જીવનમાં થોડી-ઘણી પણ પ્રસન્નતા જો અનુભવી રહ્યો છે તો એનાં કેન્દ્રમાં શું છે? આક્રમકવૃત્તિ? હિંસકવૃત્તિ? હરગિજ નહીં. યાદ રાખજે. આક્રમણનો રસ્તો તો મનની પસંદગી છે. બાકી, અંતઃકરણની પસંદગી તો પ્રતિક્રમણનો રસ્તો. જ છે. એ તો એમ જ કહી રહ્યું છે કે જાણતા કે અજાણતા કોઈના ય પ્રત્યે જો દુર્ભાવ થઈ ગયો છે તો ત્યાંથી પાછા ફરી જવામાં જ મજા છે. પગમાં ઘૂસી ગયેલ કાંટાને પગમાં જ રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક ચાલવું જો સર્વથા અસંભવિત છે તો વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને મનમાં સ્થિર રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક જીવવું પણ અસંભવિત જ છે ને? ના. આક્રમણનો મનનો રસ્તો નહીં, પ્રતિક્રમણનો અંતઃકરણનો રસ્તો જ ઉપાદેય છે, પ્રશસ્ય છે, અનુમોદનીય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102