________________
ફાળે જાય છે? ક્રોધના ફાળે ? હિંસાના ફાળે? આક્રમણના ફાળે? અરે, તું પોતે તારા જીવનમાં થોડી-ઘણી પણ પ્રસન્નતા જો અનુભવી રહ્યો છે તો એનાં કેન્દ્રમાં શું છે? આક્રમકવૃત્તિ? હિંસકવૃત્તિ?
હરગિજ નહીં.
યાદ રાખજે. આક્રમણનો રસ્તો તો મનની પસંદગી છે. બાકી, અંતઃકરણની પસંદગી તો પ્રતિક્રમણનો રસ્તો. જ છે. એ તો એમ જ કહી રહ્યું છે કે જાણતા કે અજાણતા કોઈના ય પ્રત્યે જો દુર્ભાવ થઈ ગયો છે તો ત્યાંથી પાછા ફરી જવામાં જ મજા છે.
પગમાં ઘૂસી ગયેલ કાંટાને પગમાં જ રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક ચાલવું જો સર્વથા અસંભવિત છે તો વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને મનમાં સ્થિર રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક જીવવું પણ અસંભવિત જ છે ને? ના. આક્રમણનો મનનો રસ્તો નહીં, પ્રતિક્રમણનો અંતઃકરણનો રસ્તો જ ઉપાદેય છે, પ્રશસ્ય છે, અનુમોદનીય છે.