Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ મહારાજ સાહેબ, વરસોથી મનમાં એક અરમાન લઈને હું બેઠો છું, માલિક બનવાના. કરોડોની સંપત્તિનો હું માલિક બનું, બેપાંચ ફૅક્ટરીઓનો હું માલિક બનું, લાખો કિંમતની ગાડીનો હું માલિક બનું, આકર્ષકમાં આકર્ષક ફર્નિચરનો હું માલિક બનું, સેંકડો અલગ અલગ પ્રકારના એવૉર્ડોનો હું માલિક બનું. આ લક્ષ્યની દિશામાં છેલ્લાં પાંચેક વરસથી હું દોડી તો રહ્યો છું, કેટલાક ક્ષેત્રોમાં લક્ષ્યને આંબવામાં હું સફળ પણ બન્યો છું; પરંતુ શબ્દો ચોર્યા વિના કબૂલ કરું છું કે આ તમામના માલિક બની ગયા બાદ પ્રસન્નતા વધવાની વાત તો દૂર રહી પણ જે પ્રસન્નતા પૂર્વે હતી એ ય ગાયબ થઈ ગઈ છે. એવું તો નથી બની રહ્યું ને કે હું ગલત દિશામાં તેજ ગતિથી આગળ વધી રહ્યો છું! આપની પાસેથી માર્ગદર્શનની અપેક્ષા છે. પ્રિયંક, તારા પ્રશ્નનો જવાબ તો હું પછી આપું છું. પહેલાં હું તને પૂછું એનો જવાબ આપ. તારા શરીરના લોહીનું જે ગ્રુપ હોય ૩૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102