Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 71
________________ મહારાજ સાહેબ, મારે એક મૂંઝવણનું આપની પાસે સમાધાન જોઈએ છે. હું સંકલ્પ કરું છું કે “મારે ખમણ ઢોકળાં ન જ જોઈએ’ તો પછી જમણવારમાં કોઈ મને ગમે તેટલો આગ્રહ કરે છે તો પણ હું ખમણ ઢોકળાં નથી જ ખાતો. હું સંકલ્પ કરું છું કે મારે નરેશ સાથે સંબંધ નથી જ રાખવો” તો પછી નરેશના લાખ પ્રયાસો છતાં યહું એની સાથે સંબંધ નથી જ બાંધતો પણ, હું સંકલ્પ કરું છું કે “મારે દુઃખ ન જ જોઈએ' તો પછી દુઃખને દૂર રાખવાના ગમે તેટલા પ્રયાસો ભલે ને હું કરું છું, દુઃખો મારા લમણે ઝીંકાઈને જ રહે છે. સમજાતું તો મને એ નથી કે મારા આ સંકલ્પને હં સફળ કેમ નથી. કરી શકતો ? નિઃશંક, મારે દુઃખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરીને તેં તારી બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે કે બીજું કાંઈ? કારણ કે દુઃખ તો આ જગતમાં કોને જોઈએ છે એ પ્રશ્ન છે. ઘોડાને કે ગધેડાને, કીડીને મંકોડાને, દુર્જનને કે ડાકુને કોઈને ય દુઃખ નથી જોઈતું અને દુઃખને દૂર જ રાખવાના એ સહુ જબરદસ્ત પ્રયાસો પણ કરે છે છતાં ય દુઃખો એ સહુને લમણે ઝીંકાતા જ રહે છે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102