Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 90
________________ આનો અર્થ? આ જ કે તમે જો સુંદર પરિણામને ઝંખો છો તો તમે એ પરિણામ તરફ લઈ જતી પ્રક્રિયાને આરંભી દો. તમે જો કાર્યને સંપન્ન થઈ ગયેલું જોવા ઇચ્છો છો તો એ કાર્ય માટે જરૂરી કારણોને હાજર કરી દો. તમને સફળતા મળી જ સમજો. તું આજ સુધીમાં એક પણ ક્ષેત્રમાં જો સફળ નથી બની શક્યો તો એની પાછળનું કારણ આ જ રહ્યું હશે. પરિણામનું ભારે આકર્ષણ પણ પ્રક્રિયાની ધરાર ઉપેક્ષા! હા, મનનો આ જ તો સ્વભાવ છે. લૉટરીની ટિકિટ લેવા એ એક રૂપિયો ખરચવા તૈયાર નથી અને એક કરોડના ઈનામની અપેક્ષા રાખીને બેસે છે. પ્રક્રિયાના માર્ગ પર કદમ માંડવા એ ગલ્લાં-તલ્લાં કરતું રહે છે અને સુંદર પરિણામ ન મળતાં એ હતાશ થઈ જાય છે. યાદ રાખજે તું આ વાત કે મન પરિણામપ્રેમી છે જ્યારે અંતઃકરણ પ્રક્રિયાપ્રેમી છે. તું જો સુંદર પરિણામને ઝંખી રહ્યો છે તો એ પરિણામ તરફ દોરી જતી પ્રક્રિયાને પ્રારંભી દે. માળી પાણી મૂળને પાય છે અને ફળ વૃક્ષ પર આવે છે એ તારા ખ્યાલમાં હશે જ.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102