Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 97
________________ મહારાજ સાહેબ, ક્યાંક મારા વાંચવામાં આવ્યું હતું કે “તમે લાખ પ્રયાસ કરો. તમારી આજુબાજુવાળાનાં દિલને ઠારતા રહેવાના પ્રયાસોમાં તમને સફળતા તો નહીં જ મળે પણ એવા પ્રયાસોમાં મળતી નિષ્ફળતા તમારા દિલને બાળતી રહેશે. અને સાચું કહું તો આટલાં વરસોનો મારો અનુભવ આ જ રહ્યો છે. સ્વજનો-પરિચિતો અને મિત્રો, આ બધા નજીકવાળા જ ગણાય ને? એ સહુનાં દિલને પ્રસન્ન રાખવા મેં મારી જાત ઘસી નાખી છે પણ કહેવા દો મને કે બદલામાં મને હતાશા અને ઉદ્વિગ્નતા સિવાય બીજું કશું જ મળ્યું નથી. વારંવારના આવા કટુ અનુભવો પછી મેં નક્કી કરી દીધું છે કે એ સહુને ઠરવું હોય તો કરે અને બળવું હોય તો બળે, આપણે આપણી રીતે જ જીવો. આખરે આપણી જિંદગી આપણા માટે છે. બીજાઓ માટે નથી. આપ આ અંગે શું કહો છો? કર્તવ્ય, કાંટો પગમાં વાગે છે પણ આંસુ આંખમાં આવે છે અને મન હાથને પગમાં પેસી ગયેલા કાંટાને કાઢી નાખવા પ્રોત્સાહિત કરે છે એ તો તારા ખ્યાલમાં હશે જ. કારણ? પગ, હાથ, આંખ અને મન એ બધા ભલે અલગ અલગ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102