Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 95
________________ મહારાજ સાહેબ, હમણાં હમણાં કોણ જાણે કેમ પણ મારા મનની રુચિ બિલકુલ જ બદલાઈ ગઈ છે. સામાન્ય ગરમ ચા મને ફાવતી નથી, ચા ગરમાગરમ જ જોઈએ. ફરસાણ માત્ર સ્વાદિષ્ટ હોય એટલું જ પર્યાપ્ત નથી, તીખું તમતું હોય તો જ જામે છે. સુગમ સંગીત સાંભળતા તો મને ઊંઘ જ આવી જાય છે, પોપ સંગીત સાંભળવા મળે છે તો જ મજા આવે છે. આપ ખોટું ન લગાડશો પણ હકીકત એ છે કે આંગી વિનાના પ્રભુ પ્રતિમાનાં દર્શન પણ મને જામતા નથી. લાખેણી આંગી રચી હોય તો જ મન એ દર્શનમાં પ્રસન્નતા અનુભવે છે અને મુનિ ભગવંતોનાં ઠંડાં પ્રવચનો પણ મનને જામતા નથી. પ્રવચનો આગ ઝરતાં હોય તો જ મજા આવે છે. જાણવું તો મારે એ છે કે મનની આ બદલાયેલી રૂચિ મારા જીવન માટે જોખમી તો નથી ને? કયવન, મનને મસ્ત રાખવા માટે જેને સતત વિશિષ્ટ જ જોઈતું હોય છે એના મનની મસ્તી જોખમમાં આવીને જ રહે છે

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102