Page #1
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આપણી ભૂલ ન હોવા છતાં સામી વ્યક્તિ આપણાં પર જાતજાતના આક્ષેપો કરતી જ રહે અને પરિવાર વચ્ચે કે સમાજ વચ્ચે બદનામ કરતી જ રહે ત્યારે આપણે એનું સ્પષ્ટીકરણ કરી દેવું જરૂરી ખરું કે નહીં? કારણ કે સ્પષ્ટીકરણ જો નથી થતું તો પરિવાર વચ્ચે કે સમાજ વચ્ચે આપણા માટેની ગેરસમજણ ઊભી જ રહે છે.
દર્શન,
પહેલી વાત તો તું એ સમજી રાખ કે બદનામ થતો માણસ બેઈમાન હોય જ છે એવો કોઈ કાયદો નથી. પૂર્વે એવા ઘણા ય સજ્જનો-સંતો થઈ ગયા છે કે જેઓ પવિત્ર-સરળ અને નિર્દોષ જ હતા અને છતાં કોક ને કોક કારણસર સમાજ વચ્ચે બદનામ થયા હતા. તેઓએ કોઈની ય સમક્ષ પોતાની જાતની નિર્દોષતાનું સ્પષ્ટીકરણ કર્યું નથી. કેટલાક સમય પસાર થયો છે અને તેઓની નિર્દોષતાની લોકોને પ્રતીતિ થઈ ગઈ છે.
એક મહત્ત્વની વાત તને જણાવું? ભૂલ નહોવા છતાં આપણને કોઈ દોષિત ચીતરે છે તો આપણે અકળાઈ જઈએ છીએ; પરંતુ આપણે કરેલ ભૂલની કોઈને ય ખબર નથી હોતી ત્યારે સામે ચડીને જવાબદાર સુયોગ્ય વ્યક્તિ પાસે એની કબૂલાત કરી દઈએ છીએ ખરા? જો ના, તો આનો અર્થ તો એ જ નીકળે છે ને કે સ્પષ્ટીકરણ કરવા દ્વારા આપણે આપણા અહંને જ સાચવવા માગીએ છીએ!
Page #2
--------------------------------------------------------------------------
________________
શું કહું તને?
મન અને અંતઃકરણ અહીં જ જુદાં પડે છે. મનને સ્પષ્ટીકરણમાં રસ છે જ્યારે અંતઃકરણને શુદ્ધીકરણમાં રસ છે. ભૂલનો બચાવ કરવા દ્વારા મન પોતાનો અહં પુષ્ટ કરતું રહે છે જ્યારે આક્ષેપોની વણઝાર વચ્ચે ચ રવસ્થતા ટકાવી રાખવા દ્વારા અને મૌન રહેવા દ્વારા અંતઃકરણ પોતાને વધુ ને વધુ શુદ્ધ કરતું રહે છે.
તને હું એટલું જ કહેવા માગું છું કે કમ સે કમ તું તારા ઉપકારીઓ સમક્ષ તો આ સ્પષ્ટીકરણના શસ્ત્રનો ઉપયોગ ન જ કરતો. સ્પષ્ટીકરણ કરવા દ્વારા તું કદાચ નિર્દોષ પુરવાર થઈ પણ જઈશ તો ય એમનાં હૃદયના શુભાશિષ પામતા રહેવાથી તારી જાત વંચિત રહી જાય એવી પૂરી શક્યતા છે. હું નથી ઇચ્છતો કે આ અપાયના શિકાર બનવાનું દુર્ભાગ્ય તારા લમણે ઝીંકાતું રહે.
Page #3
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
અનેક સ્થળે મને સાંભળવા પણ મળ્યું છે અને વાંચવા પણ મળ્યું છે કે મન એ આપણું દુશ્મન છે પણ આટલાં વરસોના અનુભવ પરથી હું આપને સ્પષ્ટ જણાવી શકું તેમ છું કે મને પોતાને મન કાયમ માટે મિત્ર જ લાગ્યું છે કારણ કે એણે હંમેશાં મારા સુખની જ ચિંતા કરી છે. હું દુઃખી ન થાઉં એ માટે એણે મને હંમેશાં માર્ગદર્શન આપ્યા જ કર્યું છે. જાણવું તો મારે એ છે કે આપ મનને મિત્ર માની રહ્યા છો કે દુશ્મન ?
નમન,
મન એ આપણું મિત્ર છે કે જેને આપણાં સુખની ચિંતા છે પણ અંતઃકરણ એ તો આપણું કલ્યાણમિત્ર છે કે જેને આપણાં હિતની ચિંતા છે. અને સુખ તથા હિત વચ્ચેનો તફાવત તારા ખ્યાલમાં ન હોય તો તને જણાવું કે સુખ ક્યારેક આત્માનું અહિત પણ નોતરી બેસતું હોય છે તો હિતને અકબંધ રાખવા ક્યારેક દુઃખને પણ આવકારવું પડતું હોય છે.
‘મન એ આપણું દુશ્મન છે’ એવું તને જે સાંભળવા-વાંચવા મળ્યું છે એ આ સંદર્ભમાં એકદમ સાચું જ છે. જીભને સ્વાદિષ્ટ લાગતો અને તૃપ્તિનો અનુભવ કરાવતો વિષયુક્ત મોદક જો સુખનું કારણ ન જ મનાતો હોય તો ઈન્દ્રિયોને
૩
Page #4
--------------------------------------------------------------------------
________________
બહેલાવતું અને આત્માનું અહિત નિશ્ચિત કરી દેતું મન સુખનું કારણ શું માની શકાય?
તું પોતે સ્પષ્ટ થઈ જજે. સુખના માર્ગે જઈને અહિતને નોતરવું હોય તો મનનાં શરણે જવામાં કોઈ જ વાંધો નથી; પરંતુ દુઃખ વેઠી લઈને પણ હિતને તું જો અકબંધ કરી દેવા માગે છે તો તારે મનને છોડી દઈને અંતઃકરણના શરણે જ જવું પડશે.
શું કહું તને?
અમારે ત્યાં “પંચસૂત્ર' નામના ગ્રંથમાં સ્પષ્ટ લખી દીધું છે કે “અકલ્યાણ મિત્રનો ત્યાગ જ કરી દેવો’. મારી તને સ્પષ્ટ સલાહ છે કે મન મિત્ર ભલે હશે પણ કલ્યાણમિત્ર તો નથી જ. તારે એનો જીવનવ્યવહારમાં ક્યાંક ઉપયોગ કરવો પડે તો કરી લેજે પણ એના ખોળામાં માથું મૂકીને નિશ્ચિતતાથી સૂઈ તો ન જ જતો. કદાચ એ તારું માથું કાપી નાખશે. સાવધાન!
Page #5
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
જે વાતાવરણમાં હું અત્યારે જીવી રહ્યો છું એ વાતાવરણમાં એક જ ચીજની બોલબાલા છે, સંપત્તિની. જો એ તમારી પાસે વિપુલ માત્રામાં છે તો તમે શ્રીમંત તો છો જ; પરંતુ ગમે તેટલાદુર્ગુણો લઈને બેઠા હો તોય તમે સજ્જન પણ છો. તમે આગેવાન તો છો જ પરંતુ તમે આદરણીય પણ છો.
મન મારું એમ કહે છે કે સમાજમાં જો વટથી રહેવું હોય તો એક વાર ચિક્કાર પૈસા બનાવી જ લેવા જોઈએ. આપ આ અંગે શું કહો છો?
વંદન,
પત્રમાં તે ભલે લખ્યું નથી પણ એ હકીકત છે કે મનના તારા આ અવાજની સાથે તારું અંતઃકરણ સંમત તો નથી જ. જો એ પણ સંમત હોત તો તે આ બાબતમાં મારો અભિપ્રાય જાણવાની જિજ્ઞાસા વ્યક્ત ન કરી હોત. અને એ હકીકત જ છે કે મનને ભલે સંપત્તિનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણ તો સંતોષનું જ પક્ષપાતી છે.
કારણ?
Page #6
--------------------------------------------------------------------------
________________
અંતઃકરણને બરાબર ખ્યાલ છે કે સંપત્તિ વધુમાં વધુ સગવડો આપી શકે છે, સામગ્રીઓ આપી શકે છે; પરંતુ સુખની અનુભૂતિ કરાવવાની તો એનામાં કોઈ જ તાકાત નથી. કારણ કે સુખનો સંબંધ સગવડો કે સામગ્રીઓ સાથે એટલો નથી કે જેટલો સમ્યક અભિગમ સાથે છે અને સમ્યક અભિગમ સંતોષને જ બંધાયેલો છે.
એક વાત તને પૂછું?
ભોજન પેટમાં પધરાવતી વખતે તૃપ્તિનો અનુભવ તને ક્યારે થાય? પેટમાં ભોજનનાં દ્રવ્યો સતત પધરાવતો રહે ત્યારે કે પછી ભોજનનાં દ્રવ્યો પધરાવતા પધરાવતા વચ્ચે ક્યાંક અટકી જાય ત્યારે ? જવાબ તારો આ જ હશે કે વચ્ચે ક્યાંક અટકી જાઉં ત્યારે જ તૃપ્તિ અનુભવાય.
વંદન, સંદેશ સ્પષ્ટ છે. જો સગવડો જ જોઈએ છે તારે અને સામગ્રીઓ જ વધારવી છે તારે તો મનના અવાજને તું ખુશીથી અનુસરી શકે છે, પરંતુ સુખની અનુભૂતિ જો કરતા રહેવું છે તારે તો અંતઃકરણના અવાજને અનુસરવા સિવાય તારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
પ્રશ્ન મનમાં એ ઉદ્દભવે છે કે વસ્તુઓનો જેમ આપણે યથાયોગ્ય ઉપયોગ કરતા રહીએ છીએ અને ઉપયોગ થઈ ગયા બાદ વસ્તુઓનો આપણે જેમ ત્યાગ કરી દઈએ છીએ, બસ, એ જ રીતે વ્યક્તિઓનો આપણે જ્યાં, જ્યારે જરૂર પડે ત્યાં અને ત્યારે ઉપયોગ કરતા રહીએ અને ઉપયોગ થઈ ગયા બાદ એ વ્યક્તિઓને રામ રામ કરી દઈએ તો એમાં કોઈ અપરાધ તો નથી ને?
મન મારું એમ કહે છે કે વ્યક્તિ મરી ગયા બાદ એના શબનો જેમ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે તેમ વ્યક્તિની ઉપયોગિતા પૂરી થઈ ગયા બાદ એની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં કોઈ જ વાંધો નથી. આપ આ અંગે શું કહો છો?
પૂજન,
પહેલી વાત તો એ છે કે વસ્તુઓ જડ છે જ્યારે વ્યક્તિઓ જીવંત છે. જે વ્યવહાર તું જડ સાથે કરે એ જ વ્યવહાર તું જીવંત સાથે પણ કરે એ ઉચિત તો નથી જ ને?
Page #8
--------------------------------------------------------------------------
________________
ગાડી જૂની થઈ જાય અને એને તું કાઢી નાખે એ વાત તો સમજાય છે પરંતુ ગાડીનો ડ્રાઇવર ઘરડો થાય એટલા માત્રથી તું એની સાથેના સંબંધ પર કાયમી પૂર્ણવિરામ મૂકી દે એ તો ન જ ચાલે ને?
તને ખ્યાલ ન હોય તો હું યાદ કરાવવા માગું છું કે આજે આ દેશમાં અને દુનિયામાં કરોડોની સંખ્યામાં પશુઓ રોજ જો કતલખાનાંમાં કપાઈ રહ્યાં છે તો એની પાછળ મનનો આ તર્ક જ કામ કરી રહ્યો છે, ‘પશુઓ ઉપયોગી નથી રહ્યા, પતાવી દો.”
અરે, મા-બાપો વૃદ્ધાશ્રમોમાં ધકેલાઈ રહ્યાં છે એની પાછળ પણ આવો જ કોક તર્ક કામ કરી રહ્યો છે. “મા-બાપો નકામાં બની ગયા છે, એમને હવે ઘરમાં રાખવા જરૂરી નથી.”
પૂજન, આ તર્કના આધારે આવતી કાલે બીમાર વ્યક્તિઓની હત્યા કરી દેવાનો સિલસિલો ચાલુ થઈ જાય તો ય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
યાદ રાખજે, મનને વ્યક્તિઓનો ઉપયોગ કરી લેવામાં રસ છે જ્યારે અંતઃકરણને વ્યક્તિઓની ઉપાસના કરતા રહેવામાં રસ છે. ઇચ્છું છું, તું અંતઃકરણના અવાજને માન આપતો થઈ જાય.
Page #9
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
જે સંસારમાં અમે અત્યારે જીવી રહ્યા છીએ એ સંસારમાં જો અમારે સહી-સલામત રહેવું છે તો એક જ રસ્તે અમે સહી-સલામત રહી શકીએ છીએ અને એ રસ્તો છે, આક્રમણનો. કોઈ અમારા પર હુમલો કરે અને અમે એનો બચાવ કરીએ એ જમાના ગયા. હવે તો સામો હુમલો કરે એ પહેલાં અમે એના પર હુમલો કરી દઈએ એ જમાનો આવ્યો છે.
અલબત્ત, આપ સાધુ બની ગયા છો એટલે આપને અમારો રસ્તો પસંદ ન આવે એ હું સમજી શકું છું; પરંતુ અમારે તો ટકી રહેવા હવે આ જ રસ્તો અપનાવવો પડે તેમ છે. આપ આ અંગે કંઈક સૂચન કરશો તો આનંદ થશે.
કળશ,
તું પશુઓનાં જગતમાં જીવતો હોત અને આ અભિગમ અપનાવી બેઠો હોત તો તો હું સમાધાન કરી લેત કે ચાલો, પશુ પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા આ જ અભિગમ અપનાવે, આક્રમણનો; પરંતુ તું તો માનવજગતમાં જીવી રહ્યો છે અને છતાં આ અભિગમ પર તને ભરોસો બેસી ગયો છે ? ભારે આશ્ચર્ય થાય છે.
એક વાતનો તું જવાબ આપીશ ? આ જગત આજે થોડું-ઘણું પણ જીવવાલાયક જો લાગી રહ્યું છે તો એનો યશ કોના
e
Page #10
--------------------------------------------------------------------------
________________
ફાળે જાય છે? ક્રોધના ફાળે ? હિંસાના ફાળે? આક્રમણના ફાળે? અરે, તું પોતે તારા જીવનમાં થોડી-ઘણી પણ પ્રસન્નતા જો અનુભવી રહ્યો છે તો એનાં કેન્દ્રમાં શું છે? આક્રમકવૃત્તિ? હિંસકવૃત્તિ?
હરગિજ નહીં.
યાદ રાખજે. આક્રમણનો રસ્તો તો મનની પસંદગી છે. બાકી, અંતઃકરણની પસંદગી તો પ્રતિક્રમણનો રસ્તો. જ છે. એ તો એમ જ કહી રહ્યું છે કે જાણતા કે અજાણતા કોઈના ય પ્રત્યે જો દુર્ભાવ થઈ ગયો છે તો ત્યાંથી પાછા ફરી જવામાં જ મજા છે.
પગમાં ઘૂસી ગયેલ કાંટાને પગમાં જ રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક ચાલવું જો સર્વથા અસંભવિત છે તો વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને મનમાં સ્થિર રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક જીવવું પણ અસંભવિત જ છે ને? ના. આક્રમણનો મનનો રસ્તો નહીં, પ્રતિક્રમણનો અંતઃકરણનો રસ્તો જ ઉપાદેય છે, પ્રશસ્ય છે, અનુમોદનીય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
કોણ જાણે કેમ, છેલ્લા કેટલાક સમયથી મારું મન ભારે શંકાશીલ બની ગયું છે. રસ્તામાં મળી જતી કોક વ્યક્તિ મારી સામે જો ટગરટગર જોયા કરે છે તો એની દાનત પ્રત્યે તો મને શંકા જાગે જ છે; પરંતુ જાણીતી વ્યક્તિ આંખ સામે આવી જવા છતાં ય મારી સામે જો નજર પણ નથી નાખતી તો એના પ્રત્યે ય મારા મનમાં શંકા જાગી જાય છે.
અરે, હમણાં હમણાં તો મને મિત્રોની દાનત પ્રત્યે અને પત્નીની વફાદારી પ્રત્યેય શંકા જાગવા લાગી છે અને મારું મન મને એમ કહી રહ્યું છે કે આ કાળમાં કોઈના ય પ્રત્યે વિશ્વાસ મૂકવા જેવો નથી.
અલબા,
કબૂલાત કરું છું આપની સમક્ષ કે મારા આ શંકાશીલ માનસે મારી પ્રસન્નતાનું બારમું કરી નાખ્યું છે. સંબંધોની આત્મીયતામાં એક જાતની દીવાલ ઊભી કરી દીધી છે. મારા ચિત્તની રવસ્થતા હરી લીધી છે. કોઈ સમાધાન ?
પ્રક્ષાલ, ઝવેરાતની ખરીદી માટે જે વ્યક્તિ કોલસાની દુકાનમાં પહોંચી જાય છે અને સરવાળે જેમ પસ્તાવાનું જ આવે છે તેમ
૧૧
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નતાની અનુભૂતિ માટે જે વ્યક્તિ મન પાસે પહોંચી જાય છે એને ય સરવાળે તો રોવાનું જ આવે છે.
તને એક હકીકત યાદ કરાવું?
ખારાશ જેમ સાગરના પાણીમાં નથી હોતી પણ સાગર ખુદ જ ખારો હોય છે તેમ શંકા મનમાં નથી પેદા થતી, મન ખુદ જ શંકાનું પર્યાયવાચી છે.
તું મન સામે પરમાત્માને ખુદને હાજર કરી દે ને? એ પરમાત્માનાં અચિન્ય સામર્થ્ય અંગેય શંકા કરવા લાગશે! તું મન સામે ઉપકારી ગુરુદેવને લાવી દે ને? એમની તારકતા અંગે ય એ શંકા કરવા લાગશે!
એક જ વિકલ્પ છે પ્રસન્નતાની અનુભૂતિ માટે. મન ભલે શંકાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે. તે અંતઃકરણ પાસે ચાલ્યો જા. એ શ્રદ્ધાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે અને જ્યાં શ્રદ્ધા આવે છે ત્યાં પ્રસનતા. અનુભૂતિનો વિષય બનીને જ રહે છે!
Page #13
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
છેલ્લા એક વરસમાં ઓછામાં ઓછા એકાદ હજાર પ્રસંગોમાં મારે હાજર રહેવાનું બન્યું છે. આંખે ઊડીને વળગે એવી એક વાત ખાસ જોવા મળી છે કે દરેક પ્રસંગમાં સફળ વ્યક્તિઓની જ બોલબાલા અને બહુમાન થઈ રહ્યાં હતાં.
આપને એ જાણીને કદાચ દુઃખ પણ થશે કે એ સફળ વ્યક્તિઓનાં આંતરિક જીવન કરતાં જે વ્યક્તિઓનાં આંતરિક જીવન અનેકગણાં સારાં હતાં એ સહુ એક ખૂણામાં બેઠા હતા!મને પોતાને આ બધું જોયા પછી એમ લાગવા માંડ્યું છે કે જીવનમાં લક્ષ્યસ્થાને સફળતા સિવાય બીજું કશું જ ગોઠવવા જેવું નથી. આખરે આપણે ય સમાજમાં વટથી રહેવું છે અને સફળ બન્યા રહેવા સિવાય વટ પડે તેમ નથી. આપને શું લાગે છે?
સ્નાત્ર,
તે ક્યારેય એવં ચં ખરે કે જેનો ઍક્સ-રે એકદમ સારો હતો એને આ જગતે ઈનામ આપ્યું! ના. આ જગતે ઈનામ એને જ આપ્યું છે કે જેનો ફોટો સારો હતો ! આનો અર્થ? આ જ કે જગત સફળતાનું પૂજારી છે, સરસતા સાથે એને કશી જ લેવા-દેવા નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
પણ,
હું તને પૂછું છું, જેનો ફોટો સારો હોવા છતાં ઍક્સ-રે બગડેલો હોય એને સારો ફોટો હોવા બદલ જે ઈનામ મળે એનો આનંદ વધુ હોય કે ઍક્સ-રે બગડેલો હોવા બદલ વ્યથા વધુ હોય?
યાદ રાખજે,
મનને ભલે સફળતાનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણને તો સરસતા જ ગમે છે. સરસતાનાં બલિદાન પર મળી જતી સફળતા પાછળ મન ભલે પાગલ પાગલ બની જતું હશે; પરંતુ મનનાં એ પાગલપન વખતે પણ, અંતઃકરણ તો રડતું જ હશે.
મારી તને એક જ સલાહ છે.
જીવનનાં લક્ષ્યસ્થાને તું સફળતાને નહીં પરંતુ સરસતાને ગોઠવી દેજે. સમજુ ખેડૂત લક્ષ્યસ્થાને પાકને ગોઠવે છે, ઘાસને નહીં એ તારા ખ્યાલમાં હશે જ. સરસતાનો પાકમળ્યા પછી સફળતાનું ઘાસ મળે તો ઠીક છે, નહિતર સરસતાના પાકથી જીવનને સમૃદ્ધ બનાવતો રહેજે.
Page #15
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક વાત મને એ સમજાતી નથી કે હમણાં છેલ્લા કેટલાક સમયથી મારા દુશ્મનોની સંખ્યામાં સતત ને સતત વધારો જ કેમ થઈ રહ્યો છે ? અલબત્ત, મારી સમક્ષ તો સહુ મીઠી મીઠી વાતો જ કરી રહ્યા છે; પરંતુ મારી પીઠ પાછળ સહુ મારા અવર્ણવાદ જ કરી રહ્યા છે એનો મને બરાબર ખ્યાલ આવી ગયો છે. હું ક્યાંય પણ જઈને ઊભો રહું છું, મારું આગમન કોઈને ય ગમતું ન હોય એવું હું સ્પષ્ટ અનુભવી રહ્યો છું.
અને એક વાત આપને જણાવું ? મારું મન મને એમ કહી રહ્યું છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’. જો કોઈને ય તારા મિત્ર બનવામાં રસ ન હોય તો તારે પણ કોઈના યમિત્ર બનવાની જરૂર નથી, તેઓ તારા તરફ જો ઇંટ ફેંકી રહ્યા છે તો તારે એનો જવાબ પથ્થરથી આપતા રહેવા જેવું છે. આપ આ અંગે શું કહો છો ?
અભિષેક,
એ જગાએ મેં વાંચ્યું હતું કે ‘મિત્ર સહુને ન બનાવી શકો તો ય વાંધો નથી; પરંતુ દુશ્મન તો એકને પણ ન બનાવશો’ અને તું મને પત્રમાં લખી રહ્યો છે કે ‘મારા દુશ્મનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મારું મન પણ એ સહુ સાથે એવો જ વ્યવહાર કરવાની પ્રેરણા કરી રહ્યું છે !’
૧૫
Page #16
--------------------------------------------------------------------------
________________
તને મારે સ્પષ્ટ જણાવવું છે કે જો તારા દુશ્મનો સતત વધી જ રહ્યા છે તો એનો એક જ અર્થ છે કે તું તારા મનની આજ્ઞામાં છે, અંતઃકરણની આજ્ઞામાં નહીં. કારણ કે મનને રસ હોય છે દુશ્મનવૃદ્ધિમાં જ્યારે અંતઃકરણને રસ હોય છે મિત્રવૃદ્ધિમાં!
કારણ? આ જ કે મનને પોતાના અસ્તિત્વને ટકાવવામાં રસ છે અને એનું અસ્તિત્વ ત્યારે જ ટકે છે કે જ્યારે એને કોઈ પડકાર ફેંકનાર હોય છે અને પડકાર દુશ્મન સિવાય કોઈ ફેંકતું નથી.
સાચે જ જો તું થોડું-ઘણું પણ ડહાપણ ધરાવતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે તું દુશ્મનો ઘટાડવાના પ્રયાસો કરવાને બદલે અંતઃકરણના અવાજને સાંભળતો જા. આજ સુધીમાં પુષ્પ તરફથી કોઈને ય ક્યારે પણ દુર્ગધ અનુભવવા મળી નથી. અંતઃકરણે આજસુધીમાં ક્યારેય કોઈને ય દુશ્મન બનાવ્યા નથી.
Page #17
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
સમસ્યા મારા જીવનમાં એ સર્જાઈ છે કે જ્યારે પણ શુભના સેવનની કોઈ તક આવે છે, મન એના સેવનને વિલંબમાં મૂકતું રહે છે પણ અશુભના સેવન માટેનું કોઈ પણ પ્રલોભન આંખ સામે આવી જાય છે, એના સેવન માટે મન તુર્ત જ લાલાયિત થઈ જાય છે.
પરિણામ આનું એ આવે છે કે શુભનું સેવન થતું જ નથી અને અશુભનું સેવન અટકતું જ નથી. જો આમ જ ચાલતું રહ્યું મારું જીવન, તો મને નથી લાગતું કે મારા જીવનમાં હું ક્યારેય પણ કંઈક સારું કરીશ અને ગલતથી બચી જઈશ. આપ આ અંગે કોઈ સમાધાન આપી શકશો?
ઉત્સવ,
મનની એક બદમાસી તું બરાબર સમજી લેજે. એને જે કરવું જ નથી હોતું એને એ વિલંબમાં મૂકતું રહે છે અને એને જે કરવું જ છે એને એ તુર્ત પતાવતું રહે છે.
તું જો એમ માની બેઠો હોય કે શુભના સેવન માટે મન ના તો નથી જ પાડતું તો મારે તને એટલું જ કહેવું છે કે તારી આ માન્યતા એ તારો ભ્રમ છે. કારણ કે જો શુભના સેવન માટે મન સાચોસાચ ગંભીર જ છે તો પછી શુભના સેવન
Page #18
--------------------------------------------------------------------------
________________
માટેની તમામ સામગ્રીઓ હાજર હોવા છતાં, શુભના સેવન માટેના સંયોગો અનુકૂળ હોવા છતાં અને શુભના સેવન માટેનું સત્ત્વ હોવા છતાં ય મન શા માટે એને વિલંબમાં મૂકતું રહે છે?
એટલું જ કહીશ તને કે આ ગલત અને ખતરનાક જીવન વ્યવસ્થામાંથી તારી જાતને તું બહાર કાઢી દેવા માગે છે તો એક કામ કર. સુવાસ અનુભવવાનું તને જ્યારે પણ મન થાય છે ત્યારે તું જેમ ગટર પાસે ન જતાં બગીચા પાસે જ પહોંચી જાય છે તેમ શુભના સેવન માટે તારું મન જેવું તૈયાર થાય, તું એ વખતે મન પાસે ન જતાં અંતઃકરણ પાસે પહોંચી જા..
કારણ? અંતઃકરણ આ બાબતમાં એકદમ સ્પષ્ટ હોય છે. એ અશુભને વિલંબમાં મૂકતું રહે છે અને શુભનેહાજરમાં જ પતાવતું રહે છે. મનની ચાલબાજીમાં અત્યાર સુધી ખૂબ ફસાણો, હવે અંતઃકરણના સાંનિધ્યમાં આવી જા. તારું કામ થઈ જશે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
મહારાજ સાહેબ,
પોપટને પિંજરમાં પુરાઈ રહેવું જો ગમતું નથી, કેદીને જેલમાં બંધ થવું જો ગમતું નથી, પાણીને ખાબોચિયામાં ગોઠવાઈ જવું જો ગમતું નથી તો મારું મન પણ એમ કહી રહ્યું છે કે જીવનને કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ હેઠળ કેદ કરી દેવાની જરૂર નથી. શરીર જો સશક્ત મળ્યું છે, સામગ્રીઓ જો ભરપૂર મળી છે તો તમામ પ્રકારના જલસાઓ કરી જ લેવા જોઈએ.
અલબત્ત, આજના સમાજે વ્યક્તિ પર એટએટલાં નિયંત્રણો મૂકી દીધા છે કે એની પાસે સ્વતંત્રતાનાં નામે કશું જ બચ્યું નથી. આ ખવાય અને આ ન ખવાય, આ જોવાય અને આ ન જોવાય, આ વંચાય અને આ ન વંચાય ! આ તે શું કાંઈ જીવન છે ? જીવન તો હોવું જોઈએ સ્વતંત્ર, નિયંત્રણ મુક્ત ! આપ શું કહો છો ?
ઉલ્લાસ,
મને એમ લાગે છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા તારા ખ્યાલમાં જ નથી. કોઈ પણ શિષ્ટ * પુરુષના કોઈ પણ પ્રકારના સમ્યક્ નિયંત્રણને સ્વીકારવાની તૈયાર ન દાખવવી એ સ્વતંત્રતા નથી; પરંતુ સ્વચ્છંદતા જ છે અને મનને સ્વચ્છંદતા જ તો ગમે છે !
૧૯
Page #20
--------------------------------------------------------------------------
________________
હું તને જ પૂછું છું, લાલ સિગ્નલ આગળ પણ ગાડી ઊભી ન રાખવાની સ્વતંત્રતા વ્યક્તિ ભોગવવા લાગે તો એ રસ્તા પર અવરજવર કરતા લોકોના જાનનું થાય શું? શરીર પરનાં તમામ વસ્ત્રો ઉતારી દઈને રસ્તા પર ચાલવાની સ્વતંત્રતા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે તો શીલ-સદાચાર-શરમનું થાય શું? નાનાં બાળકના હાથમાં ખુલ્લી છરી આપી દેવાની સ્વતંત્રતા બાપ તરફથી મળવા લાગે તો પરિવારની સલામતીનું થાય શું?
યાદ રાખજે,
જીવનને સરસ રાખે, સમાજને સ્વસ્થ રાખે, પરિવારને સુરક્ષિત રાખે એવાં જે પણ સમ્યકુ નિયંત્રણો છે એને સ્વીકારી લેવા એ જ સાચી સ્વતંત્રતા છે, બાકી કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોને સ્વીકારવાનો ઇનકાર કરી દેવો એ તો સ્વચ્છંદતા છે.
અને અતિ મહત્ત્વની વાત. મનને સ્વચ્છંદતા ગમે છે, અંતઃકરણને સ્વતંત્રતા ! તું રવતંત્ર બનવા માગે છે ને ? અંતઃકરણના શરણે ચાલ્યો જા !
Page #21
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મેં જોયું છે કે આ જગતમાં સામાન્ય માણસની કોઈ જ કિંમત નથી. તમે જો કારકુન છો તો મૂલ્યહીન છો; પરંતુ તમે જો મૅનેજર છો તો તમારો વટ પડે છે. તમે જો ખેલાડી છો તો તમારી ખાસ કોઈ કિંમત નથી; પરંતુ તમે જો કૅપ્ટન છો તો તમારી બોલબાલા છે. અરે, આગળ વધીને કહું તો આપના સંયમજીવનમાં પણ આપ જો સામાન્ય સાધુ જ છો તો સમાજમાં આપની પ્રતિષ્ઠા નથી; પરંતુ આપ જો પ્રભાવક પ્રવચનકાર છો કે મહાન લેખક છો તો આપની પાછળ લોકો પાગલ છે.
આ બધું જોયા બાદ મેં નિર્ણય કરી લીધો છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જવું પણ સામાન્ય બન્યા રહીને બેસી ન રહેતાં વિશિષ્ટ બનીને જ રહેવું. આખરે આપણે પણ કંઈક છીએ એવું જગતને લાગવું તો જોઈએ ને ? મગ
એક વાસ્તવિકતા તારા ખ્યાલમાં છે ખરી ? જે સામાન્ય હોય છે અને સામાન્ય બન્યા રહેવામાં જેને કોઈ તકલીફ નથી એ સ્વસ્થ હોય છે, પ્રસન્ન અને મસ્ત પણ હોય છે; પરંતુ જે વિશિષ્ટ હોય છે અને વિશિષ્ટ બન્યા રહેવાના જેના મનમાં ધખારા હોય છે એ લગભગ તો તનાવમાં જ હોય છે, ત્રસ્ત અને ઉદ્વિગ્ન જ હોય છે.
૨૧
Page #22
--------------------------------------------------------------------------
________________
જવાબ આપ.
સ્કૂલ-કૉલેજમાં કાયમ પ્રથમ નંબર જ લાવતો વિદ્યાર્થી વધુ સ્વસ્થ હોય છે કે પછી કાયમ પંદર-વીસમા નંબરે રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે? તારે કહેવું જ પડશે કે પ્રથમ નંબરે રહેતા વિદ્યાર્થી કરતાં પંદર-વીસમા નંબરમાં રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે.
ભૂલીશ નહીં તું આ વાત કે વિશિષ્ટ બન્યા રહેવાના તારા આ ધખારા તો મનની દેન છે, બાકી અંતઃકરણ તો વિશુદ્ધ બન્યા રહેવાની ઝંખનામાં જ રમતું હોય છે.
તને એટલું જ કહીશ કે વિશુદ્ધ બન્યા રહેવાના પ્રયત્નોમાં કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના તું વિશિષ્ટ બની જતો હોય તો ખુશીથી બની જજે. કારણ કે એ વિશિષ્ટતા તારી વિશુદ્ધિમાં લેશ બાધક નહીં બને !
Page #23
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક વિચિત્ર અનુભવ હમણાં એવો થઈ રહ્યો છે કે લોકો હાલતા ને ચાલતા મને સલાહ આપતા રહે છે, હિતશિક્ષા આપતા રહે છે, સૂચનો કરતા રહે છે. અને એમાંય કમાલની કરુણતા તો એ સર્જાઈ રહી છે કે જેઓનો મારા પર કોઈ ઉપકાર પણ નથી અને અધિકાર પણ નથી તેઓ પણ મને જાતજાતની સલાહો આપવા લાગ્યા છે.
અલબત્ત, હું કબૂલ કરું છું કે મારા જીવનમાં ઘણી બધી કમજોરીઓ છે. કેટલાંક વ્યસનોનો પ્રવેશ પણ મારા જીવનમાં થઈ ચૂક્યો છે પણ એનો અર્થ એવો તો નથી ને કે સહુએ મારા જીવનમાં હસ્તક્ષેપ કરતા જ રહેવું !
આપ નહીં માનો પણ આવી અનધિકાર ચેષ્ટાઓ કરનારાઓ સામે મેં એક નવું શસ્ત્ર અજમાવાનું શરૂ કરી દીધું છે. મને જેઓ પણ સલાહ આપે છે એમને હું સંભળાવી દઉં છું. ‘તમે તમારું સંભાળો. મારા જીવનમાં માથું મારવાની તમારે જરૂર પણ નથી અને તમને કોઈએ એની સત્તા પણ આપી નથી.’ પરિણામ આનું એ આવી રહ્યું છે કે મને સલાહ આપનારાઓની સંખ્યા હવે રોજેરોજ ઘટી રહી છે. જાણવું તો મારે એ છે કે મારી આ સંભળાવી દેવાની ચેષ્ટાબરાબર તો છે ને?
Page #24
--------------------------------------------------------------------------
________________
સત્કાર,
તારા પ્રશ્નનો જવાબ હું આપું એ પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ તું આપ. તારા ઘરને કદાચ આગ લાગી જાય અને એ વખતે એ આગને ઠારવા તે જેને અધિકાર આપ્યો હોય, આમંત્રણ આપ્યું હોય એવા લોકો આવે તો જ તું એમને આગ ઠારવા સંમતિ આપે કે પછી કોઈ પણ વ્યક્તિને આગ ઠારવા સંમતિ આપી દે ?
એક બાજુ તું પોતે કબૂલ કરે છે કે મારા જીવનમાં કમજોરીઓ છે જ, વ્યસનોએ પણ મારા જીવનમાં પ્રવેશ કરી જ દીધો છે તો પછી એને દૂર કરવા કોઈ પણ વ્યક્તિ તને સલાહ આપતી હોય, એમાં તું અકળાઈ શેનો જાય છે ?
યાદ રાખજે આ વાત કે મનને સંભળાવતા રહેવામાં રસ છે, જ્યારે અંતઃકરણને સાંભળતા રહેવામાં રસ છે. તું જો તારા જીવનને બચાવી લેવામાં રસ ધરાવે છે તો અંતઃકરણને કામે લગાડતો જા. ફાવી જઈશ.
૨૪
Page #25
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
હું વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. મેં એ અભ્યાસમાં એક વાત સતત અનુભવી કે જેની પાસે બુદ્ધિ જોરદાર હતી, તર્કશક્તિ જોરદાર હતી, દલીલ કરતા રહેવાની તાકાત જોરદાર હતી, શંકા ઉઠાવતા રહેવાની ક્ષમતા જોરદાર હતી એવિદ્યાર્થી જ એ ક્ષેત્રમાં આગળ વધતો હતો.
મુશ્કેલી મારા જીવનમાં એ સર્જાઈ છે કે અત્યારે તો હું ધંધામાં ગોઠવાઈ ગયો છું પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં તર્ક કરતા રહેવાના જે સંસ્કારો હતા એ જ સંસ્કારો આજે પણ મારા જીવનમાં જીવંત છે. મને કોઈની પણ કોઈ પણ વાત સીધેસીધી સ્વીકારી લેવાનું મન થતુ નથી. પરિણામ આનું એ આવ્યું છે કે લોકો મારી સાથે ચાલુ વાતો કરવાનું પણ ટાળી રહ્યા છે. અરે, મને મળવાનું પણ લોકો પસંદ કરતા નથી.
આ દુઃખદ સ્થિતિમાંથી હું બહાર નીકળી જવા માગું છું. આપ મને કોઈ નક્કર માર્ગદર્શન આપી શકશો? સન્માન,
એક વાત તું ખાસ સમજી રાખ કે મનને બુદ્ધિના જંગલમાં ભટકતા રહેવાનું ફાવે છે જ્યારે અંતઃકરણને લાગણીના સરોવરમાં સ્નાન કરતા રહેવાનું ફાવે છે. જંગલમાં ભટકતા રહેનારનું જેમ કોઈ ઉજ્જવળ ભાવિહોતું નથી
Page #26
--------------------------------------------------------------------------
________________
તેમ પોતાનું જીવન જેણે બુદ્ધિના હાથમાં જ સોપીદીધું હોય છે એનું ઉજ્જવળ ભાવિ તો નથી જ હોતું; પરંતુપ્રસન્નતાસભર વર્તમાન પણ નથી હોતો.
પાણી કરતાં દૂધ વધુ કીમતી હોવા છતાં માછલી જેમ પાણીમાં તરતી રહે છે તો જ જીવંત રહે છે તેમ સંસાર જગતમાં લાગણી કરતાં બુદ્ધિની વધુ બોલબાલા હોવા છતાં પ્રસન્નતા અનુભવતા રહેવા માણસ લાગણીને પ્રાધાન્ય આપતો રહે છે તો જ એમાં એ સફળ બનતો રહે છે.
તું સાચે જ જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિમાંથી બહાર આવી જવા માગે છે તો એનો એક માત્ર વિકલ્પ આ જ છે. કાં તો બુદ્ધિના જંગલમાંથી કાયમ માટે બહાર નીકળી જા અને એ સંભવિત ન જ હોય તો છેવટે બદ્ધિના જંગલમાં રહીને જ વારંવાર લાગણીના સરોવરમાં સ્નાન કરતો જા. ટૂંકમાં, જીવનવ્યવહારનું સુકાન કાં તો અંતઃકરણના હાથમાં જ સોંપી દે અને કાં તો મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દે. ફાવી જઈશ.
Page #27
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આમ હું નાસ્તિક તો નથી; પરંતુ મને એક આદત પડી ગઈ છે કે કોઈ પણ ક્ષેત્રમાં સમય-સંપત્તિ કે સ્મિત આપતા પહેલાં જાણી લેવું કે વળતર કેટલું મળશે ? હું દાન જરૂર કરું છું પણ મને જો શંકા પડી જાય છે કે અહીં દાનની રકમની સામે વળતરમાં ખાસ કાંઈ મળે તેમ નથી તો હું કાં તો દાન મુલતવી રાખી દઉં છું અને કાં તો દાનની રકમમાં કાપ મૂકી દઉં છું.
એ જ રીતે કોક ક્ષેત્રમાં થઈ રહેલ સત્કાર્યમાં મારે સમય આપવાનો હોય છે તો ય પહેલાં હું જાણી લઉં છું કે જેટલો સમય આપીશ હું, એની સામે મને વળતરમાં મળશે શું ?
મને પોતાને તો એમ લાગે જ છે કે મારો આ અભિગમ સમ્યક્ જ છે; પરંતુ આપ આ અંગે કાંઈ જણાવી શકો? અરિહંત,
એક વાત સતત આંખ સામે રાખજે કે સત્કાર્યોનું આખું ય જગત એ વેપારનું જગત નથી પણ જુગારનું જગત છે. એ જગતમાં જે ગણી ગણીને આપે છે એને વળતરમાં ગણી ગણીને જ મળે છે અને એ જગતમાં જે સઘળું ય ન્યોચ્છાવર કરી દેવા તૈયાર રહે છે એને વળતરમાં સર્વસ્વ જ મળે છે.
૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
હું તને જ પૂછું છું.
ખેડૂત જમીનને જે બિયારણ આપે એ વેપારીની બુદ્ધિથી આપે કે જુગારીની બુદ્ધિથી ? એક મિત્ર બીજા મિત્રને જે લાગણી આપે કે એક પતિ પોતાની પત્નીને જે પ્રેમ આપે, એક શિષ્ય પોતાના ગુરુને જે હૃદય આપે કે એક ભક્ત ભગવાનને પોતાનું દિલ આપે એ વેપારીની બુદ્ધિથી આપે કે જુગારની બુદ્ધિથી ?
કોતરી રાખ તારા દિલની દીવાલ પર આ વાક્ય કે સત્કાર્યના કોઈ પણ ક્ષેત્રમાં વિવેકપૂર્વક જે દિલ દઈને આપે છે, વળતરમાં એને દિલ દઈને જ મળે છે.
તું જો જુગારી બુદ્ધિનો માલિક બનવા માગે છે તો એનું શ્રેષ્ઠતમ સરનામું અંતઃકરણ છે જ્યારે મન પાસે તો વેપારી બુદ્ધિ સિવાય બીજા કશાયની આશા રાખી શકાય તેમ નથી.
તું વળતરમાં અમાપ મેળવવા જો માગે છે તો માપી માપીને આપવાનું, છોડવાનું કે ફેંકવાનું તારે બંધ કરવું જ પડશે.
૨૮
Page #29
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ન જાણે આજ સુધીમાં હું કેટકેટલીય વ્યક્તિઓને મળી ચૂક્યો છું પણ જેને આત્મીય સંબંધ કહી શકાય એવો સંબંધ બનાવવામાં મને હજી સુધી તો સફળતા નથી જ મળી.
અલબત્ત, એક વાત હું આપને જણાવી દઉં કે હું લાગણીશીલ બની જવામાં માનતો નથી. જેની પણ સાથે સંપર્કમાં આવું છું એની સાથે સંબંધ બાંધતાં પહેલાં લાખ વાર વિચારી લઉં છું. પ્રત્યેક કદમ સાચવી સાચવીને ભરું છું. કારણ કે સંબંધમાં છેતરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આમાં મુશ્કેલી એ સર્જાઈ છે કે સંબંધના ક્ષેત્રે મેં માર ભલે ક્યાંય ખાધો નથી પણ સાથોસાથ મને સફળતા પણ ક્યાંય મળી નથી. કારણ શું હશે આની પાછળ?
વધમાન,
પહેલી વાત તો એ છે કે સંબંધનો સંબંધ’ મન સાથે નથી હોતો પણ અંતઃક્રણ સાથે હોય છે અને તેં સંબંધ બાંધવા માટે મનને નિર્ણાયક બનાવ્યું છે !
અનુભૂતિ તારે સુવાસની કરવી છે અને એ માટે તું માધ્યમ કાનને બનાવે તો એમાં તને સફળતા જો ન જ મળે તો
૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
સંબંધમાં તારે આત્મીયતા ઊભી કરવી છે અને એ માટે તું માધ્યમ મનને બનાવે તો એમાં તને સફળતા કોઈ કાળે ન જ મળે.
એક વાત તને જણાવું?
મનનું પોત તેલ'નું છે જ્યારે અંતઃકરણનું પોત “દૂધનું છે. પાણીને તું તેલમાં નાખ કે તેલમાં તું પાણી નાખ. વરસો સુધી એ કદાચ સાથે રહે તો પણ એકરૂપ તો ક્યારેય ન જ થાય જ્યારે દૂધને તું પાણીમાં નાખ કે પાણીને તું દૂધમાં નાખ. બંનેને એકરૂપ થતાં પળની ય વાર ન લાગે.
તને મારે એટલું જ કહેવું છે કે જો તું સંબંધના ક્ષેત્રે આત્મીયતા અનુભવવા માગે જ છે તો તારે તેલ સાથેની દોસ્તી તોડી નાખીને દૂધ સાથેની દોસ્તી જમાવવી જ પડશે.
બાકી, આ જગતમાં તેલ-પાણીના સંબંધોનો કોઈ જ તોટો નથી. બંને પોતપોતાના અસ્તિત્વને સ્વતંત્ર ઊભું રાખવામાં સફળ તો બને છે; પરંતુ એ સંબંધો કોઈનાય સ્તુતિપાત્ર બનતા નથી. તારે એ જ સંબંધ પર પસંદગી ઉતારવી હોય તો તું સ્વતંત્ર છે !
૩0
Page #31
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક વિકટ સમસ્યા મારા જીવનમાં સર્જાઈ છે. આપણે જૂઠનો આગ્રહ રાખતા હોઈએ અને એના કારણે અપ્રિય બનતા હોઈએ એ વાત તો મગજમાં બેસે છે પણ મારી બાબતમાં હમણાં હમણાં સાવ વિપરીત બનવા લાગ્યું છે. હું સાચાનો આગ્રહ રાખું છું, જે હોય તે અને સામી વ્યક્તિ જેવી હોય તેવી, હું રજૂ કરી દઉં છું, સહુને મોઢામોઢ સંભળાવી દઉં છું અને માર ખાઈ રહ્યો છું!
જાણવું તો મારે એ છે કે જૂઠ બોલનારની જેમ શું સત્ય બોલનાર પણ અપ્રિય અને તિરસ્કૃત બનતો હશે! જો હા, તો કારણ શું હશે એની પાછળ?
શ્રેયસ,
તને ખ્યાલ ન હોય તો જણાવું કે સાચું પણ જે સારું ન હોય, સારી અસર ઉપજાવનારું ન હોય, સારું પરિણામ લાવનારું ન હોય તો એના ઉચ્ચારણની આપણે ત્યાં મનાઈ છે.
તારા ઘરમાં સંડાસ છે એ વાત સાચી પણ તારું ઘર બહારથી કોઈ જોવા આવે તો એને તું સંડાસખોલીને દેખાડતો તો
Page #32
--------------------------------------------------------------------------
________________
ન જ રહે ને? અરે, તારી આંખ સામે જ તે ગલીમાં દાખલ થઈ ગયેલા છોકરાને જોયો છે અને એની પાછળ હાથમાં ખુલ્લો છરો લઈને આવેલ ગુંડો તને એ છોકરો કઈ બાજુ ગયો છે એ પૂછી રહ્યો છે, તું એ ગુંડાને સાચો જવાબ તો નહીં જ આપે ને?
બાકી એક વાત તને કહું?
સાચું બોલવા છતાં પણ તું જો અપ્રિય બની રહ્યો છે અને સહુથી તિરસ્કૃત થઈ રહ્યો છે તો એની પાછળ એક જ કારણ હશે, તારા સત્યોચ્ચારણમાં ડંખ હશે, તારી સાચી રજૂઆતમાં સામાને ઉતારી પાડવાની ચેષ્ટા હશે, સામા પ્રત્યેના તિરસ્કારનો ભાવ હશે, તારા ખુદના અહંને પુષ્ટ કરવાની બાલિશતા હશે. એ સિવાય આ દુઃખદ સ્થિતિ તારા માટે સર્જાય જ નહીં.
હા, એક વાત તો નિશ્ચિત છે કે “સાચા' નો આગ્રહ હંમેશાં મનનો હોય છે જ્યારે અંતઃકરણ તો હંમેશાં સારા”નું જ આગ્રહશીલ હોય છે. તું સત્યોચ્ચારણ જરૂર કર પણ એ સત્યોચ્ચારણ કરતા પહેલાં અંતઃકરણની સંમતિ લઈ લે. ખાતરી સાથે તને કહું છું કે તું પ્રિય અને સન્માનનીય બનીને જ રહીશ.
Page #33
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
વરસોથી મનમાં એક અરમાન લઈને હું બેઠો છું, માલિક બનવાના. કરોડોની સંપત્તિનો હું માલિક બનું, બેપાંચ ફૅક્ટરીઓનો હું માલિક બનું, લાખો કિંમતની ગાડીનો હું માલિક બનું, આકર્ષકમાં આકર્ષક ફર્નિચરનો હું માલિક બનું, સેંકડો અલગ અલગ પ્રકારના એવૉર્ડોનો હું માલિક બનું.
આ લક્ષ્યની દિશામાં છેલ્લાં પાંચેક વરસથી હું દોડી તો રહ્યો છું, કેટલાક ક્ષેત્રોમાં લક્ષ્યને આંબવામાં હું સફળ પણ બન્યો છું; પરંતુ શબ્દો ચોર્યા વિના કબૂલ કરું છું કે આ તમામના માલિક બની ગયા બાદ પ્રસન્નતા વધવાની વાત તો દૂર રહી પણ જે પ્રસન્નતા પૂર્વે હતી એ ય ગાયબ થઈ ગઈ છે.
એવું તો નથી બની રહ્યું ને કે હું ગલત દિશામાં તેજ ગતિથી આગળ વધી રહ્યો છું! આપની પાસેથી માર્ગદર્શનની અપેક્ષા છે.
પ્રિયંક, તારા પ્રશ્નનો જવાબ તો હું પછી આપું છું. પહેલાં હું તને પૂછું એનો જવાબ આપ. તારા શરીરના લોહીનું જે ગ્રુપ હોય
૩૩
Page #34
--------------------------------------------------------------------------
________________
એના કરતાં વિપરીત ગ્રુપનું લોહી તારા શરીરમાં દાખલ થાય તો તારું સ્વાથ્ય કથળેલું હોય તો સુધરી જાય કે પછી સુધરેલું હોય તો ય કથળી જાય? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે સ્વાથ્ય કથળી જ જાય.
બસ, તેં પુછાયેલ પ્રશ્નનો જવાબ આ જ છે. તે પોતે છે ચૈતન્ય સ્વરૂપ અને તું જે પદાર્થો પાછળ ભાગી રહ્યો છે એ પદાર્થો છે જડસ્વરૂપ. શરીરમાં લોહી જો સમાન ગ્રુપનું હોય તો જ સ્વાથ્ય જળવાય. જ્ઞાનસ્વરૂપ આત્મા જો જ્ઞાનાદિ ગુણો સાથે અથવા તો એ ગુણોના ધારક પ્રત્યે દોસ્તી કેળવે તો જ એની સ્વસ્થતા જળવાય.
બાકી, યાદ રાખજે આ વાત કે પદાર્થોના - વિપુલ પદાર્થોના માલિક બન્યા રહેવાના અરમાનમાં જો મન રમતું હોય છે તો પ્રભુના સેવક બન્યા રહેવાના અરમાનમાં અંતઃકરણ રમતું હોય છે.
તું સાચે જ જો પ્રસન્નતા અનુભવવા માગે છે તો માલિક બનવાના ધખારા છોડી દઈને સેવક બની જવા તત્પર બની જા. તારું કામ થઈ જશે.
Page #35
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
હમણાં હમણાં કોણ જાણે કેમ પણ મારા સ્વભાવમાં એક પ્રકારનું ગજબનાક પરિવર્તન આવી ગયું છે. વાત ચાહે ધર્મની હોય છે કે સંસારની હોય છે, પદાર્થની હોય છે કે પરમાત્માની હોય છે, સામાન્ય હોય છે કે વિશિષ્ટ હોય છે, નાની હોય છે કે મોટી હોય છે અને જરૂરી હોય છે કે બિજનરૂરી હોય છે, મને ‘ના’ પાડી દેવાની એક આદત પડી ગઈ છે.
મારી આ આદતથી હું બે પ્રકારની નુકસાની વેઠી રહ્યો છું. એક નુકસાની આકે કેટલીક વાતો મારા સુખ માટેની અને હિત માટેની હોય છે અને છતાં વગર વિચાર્યું એમાં “ના” જ પાડી દેવાની આદતથી હું સુખ અને હિતથી વંચિત રહી જાઉં છું.
અને
બીજી નુકસાની આ કે મારી સાથે વાત કરી રહેલ કોણ છે એ જોયા-જાણ્યા વિના સીધી હું ‘ના’ જ પાડી દેતો. હોવાથી એ સહુમાં હું અપિચ બની રહ્યો છું. હું આ નુકસાનીમાંથી બહાર આવી જવા માગું છું. કોઈ ઉપાય?
શ્રેયસ, તારી ‘ના’ પાડી દેવાની પડી ગયેલ આદતનાં મૂળમાં જઈશ તો ત્યાં તને તારો અહંકાર સળવળતો દેખાશે. કારણ કે
Page #36
--------------------------------------------------------------------------
________________
અહંકાર એમ માનતો હોય છે કે ‘ના’ પાડતા રહેવાથી આપણો વટ પડતો રહે છે, આપણી નોંધ લેવાય છે, આપણી સાથે વાટાઘાટ કરવાની સામાને ફરજ પડે છે.
તું સાચે જ આ આદતથી અનુભવી રહેલ નુકસાનીમાંથી જો ઊગરી જવા માગે છે તો મારી તને એક જ સલાહ છે, જો વાત કરનારા તારા ઉપકારી છે કે હિતસ્વી છે અને વાત જો તારા સુખ માટેની છે કે હિત માટેની છે તો એ વાતનો જવાબ આપવા તું મન સાથે નહીં પણ અંતઃકરણ સાથે વિચાર-વિમર્શ કરતો જા.
કારણ? મનને જો ‘ના’ પાડતા રહેવાની કુટેવ છે તો અંતઃકરણને ‘હા’ પાડી દેવાની આદત છે. સાચું કહું તો સમસ્યાનાં તાળાને ખોલવાની ચાવી જ તું ગલત લગાવીને બેઠો છે. મન નહીં પણ અંતઃકરણ. લગાડી જો એ ચાવી. કોઈ સમસ્યા ઊભી નહીં રહે.
Page #37
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ન જાણે કેટકેટલી વ્યક્તિઓ સાથે મારે કોક ને કોક કારણસર અણબનાવો થઈ ચૂક્યા છે. મુશ્કેલી જીવનમાં એ સર્જાઈ છે કે એ સહુ સાથેના વ્યવહારો સહજ કરવા ધારું પણ છું તો ય મન એ બાબતમાં કોઈ પણ હિસાબે સંમત થતું નથી. એ એમ જ સમજાવતું રહે છે કે “એ સહુને થોડાક ઝૂકવા તો દે. એ પછી તારે જે વિચારવું હોય એ વિચારજે.”
ટૂંકમાં જણાવું તો લોભી અને કૃપણ વેપારી જે રીતે પોતાના ચોપડામાં પુરાંત ખેંચતો જ રહે છે, મન એ રીતે સહુ સાથેના હિસાબો આગળ ખેંચતું જ રહે છે. કોઈ સમાધાન ?
સુધર્મ,
તેજે પણ પુસ્તક વાંચ્યું હશે એ પુસ્તકમાં એકવાત તને ખાસ જોવા મળી હશે કે કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્ન મુકાયું છે તો કેટલાંક વાક્યો આગળ પૂર્ણવિરામચિહ્ન.
અલ્પવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય હજી અધૂરું છે, આગળ વાંચો. જ્યારે પૂર્ણવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આગળ વાંચવાની જરૂર નથી. અને મજાની વાત તો એ છે કે વાક્ય ભલે ગમે તેટલું
Page #38
--------------------------------------------------------------------------
________________
લાંબુ થઈ ગયું છે, તમે જો એને હવે આગળ લંબાવવા નથી જ માગતા તો તુર્ત જ વાક્ય આગળ પૂર્ણવિરામ ચિહ્ન મૂકી દો. વાક્ય પૂરું થઈ જશે.
તેં જે સંદર્ભમાં મારી પાસે સમાધાન માગ્યું છે એ સંદર્ભ અંગે મારો જવાબ આ છે કે મન અલ્પવિરામ ચિહનું હિમાયતી છે જ્યારે અંતઃકરણ પૂર્ણવિરામ ચિહનું. તું જેઓની સાથે પણ થઈ ચૂકેલા અણબનાવો પર પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે, એ સહુના ઝૂકવાની રાહ જોયા વિના તારા જ ખુદના અંતઃકરણ પાસે પહોંચી જા. તારું અંતઃકરણ તને વિલંબ વિના -પળના વિલંબ વિનાપૂર્ણવિરામ મૂકાવી દેવામાં સફળતા આપી દેશે.
યાદ રાખજે. પુસ્તકના કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્નો મૂકવાં કદાચ જરૂરી હશે; પરંતુ જીવનના પુસ્તકમાં ક્યાંય પણ, ક્યારેય પણ દુભવનાં દ્વેષનાં કે કલેશનાં અલ્પવિરામ મૂકવા જેવાં નથી.
૩૮
Page #39
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
હું સમજ્યો છું ત્યાં સુધી આપણે ત્યાં ‘રાગ’ને જ બધાં દુઃખોનું અને પાપોનું મૂળ જણાવ્યું છે. પણ મારો પોતાનો અનુભવ એ રહ્યો છે કે રાગના જ કારણે હું વ્યક્તિઓ સાથેના સંબંધોમાં સારી એવી પ્રસન્નતા અનુભવી રહ્યો છું. રાગ જ મને વ્યક્તિઓ સાથેનું નૈકટ્ય જાળવવા પ્રેરિત કરી રહ્યો છે.
ટૂંકમાં કહું તો હું અત્યારે જે પણ પ્રસન્નતા અનુભવી રહ્યો છું એ તમામનો યશ ‘રાગ’ ના ફાળે જ જાય છે. સાચું કહું તો મને એમ લાગી રહ્યું છે કે જો મારા જીવનમાં રાગ હોય જ નહીં તો મારું જીવન સાવ નિરસ જ બની જાય.
સાહસ કરીને હું તો આપને ય પૂછી રહ્યો છું કે શું આપને પણ રાગજન્ય પ્રસન્નતાનો અનુભવ નથી ? શું આપ પણ રાગના કારણે જ પ્રસન્નતા અનભુવી રહ્યા હો એવું નથી લાગતું ?
આનંદ,
રાગને ઉપમા આપવી હોય તો સરોવરની આપી શકાય જ્યારે પ્રેમને ઉપમા આપવી હોય તો નદીની આપી શકાય. સરોવર અને નદી, બંને પાણીથી લબાલબ હોય છે, કચરો પણ કદાચ બંનેમાં પડતો હોય છે; પરંતુ એ બંને
૩૯
Page #40
--------------------------------------------------------------------------
________________
વચ્ચેનો મહત્ત્વનો કોઈ તફાવત હોય તો તે આ છે કે સરોવર બંધિયાર હોય છે અને એના કારણે ગંધાતું રહે છે જ્યારે નદી ખુલ્લી હોય છે અને એના કારણે નિર્મળ રહેતી હોય છે.
બસ,
રાગ આ સરોવરનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો છે. સરોવરનું પાણી શરૂઆતમાં ભલે નિર્મળ હોય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહે છે તેમ તેમ એ જેમ ગંધાતું રહે છે તેમ રાગ શરૂઆતમાં કદાચ નિર્મળ [2] દેખાતો પણ હોય છે તોય સમય પસાર થતાં જ એ ગંધાવા લાગે છે જ્યારે પ્રેમ? એ તો નદીનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો હોવાના કારણે ગમે તેટલા સમય બાદ પણ એમાં કોઈ સડાંધ પેદા થતી નથી.
યાદ રાખજે, મનની પસંદગી રાગ છે જ્યારે અંતઃકરણની પસંદગી તો પ્રેમ જ છે. હું સંયમજીવનમાં આજે મસ્તી અનુભવી રહ્યો છું પ્રેમના કારણે. તું સંસારી જીવનમાં આવતી કાલે સુસ્તી અનુભવવાનો છે રાગના કારણે! સાવધાન!
Page #41
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
વરસોથી મનમાં એક આકાંક્ષા લઈને હું બેઠો છું કે જીવનમાં એક એકથી ચડિયાતી એવી સફળતાઓ હું હાંસલ કરતો રહું કે અનેકની જીભે મારું નામ રમતું થઈ જ જાય. પછી એ ક્ષેત્ર ચાહે સંસારનું હોય કે બજારનું હોય, સમાજનું હોય કે સંસ્થાનું હોય. અરે, ધર્મનું હોય કે અધ્યાત્મનું હોય !
સરકારમાં રાષ્ટ્રપતિ જેમ નંબર એક પર જ હોય છે, મીઠાઈમાં સાકર અને ફરસાણમાં મીઠું જેમ નંબર એક પર જ હોય છે તેમ હું સર્વક્ષેત્રોમાં નંબર એક પર જ રહેવા માગું છું અને આપને જણાવતાં મને આનંદ થાય છે કે એ દિશાના પ્રયાસોમાં મને ઠીકઠીક પ્રમાણમાં સફળતા મળી રહી છે.
જાણવું તો મારે એ છે કે ‘મોટા’ બન્યા રહેવાના મારા મનના કોડને પૂર્ણ કરવાની દિશામાં હું આગળ વધતો રહું તો એ ખોટું તો નથી ને?
પ્રથમ,
એ વાત યાદ રાખજે કે બધાયની જીભ પર મારું નામ રમતું થઈ જાય એ ગણતરીમાં મન રમતું હોય છે જ્યારે મારા હૃદયમાં આ જગતના સર્વ જીવોને હું પ્રવેશ આપી દઉં એ ભાવનામાં અંતઃકરણ રમતું હોય છે. ટૂંકમાં, મન કહે છે,
Page #42
--------------------------------------------------------------------------
________________
‘મોટા’ બની જવું એ જ જીવનની સફળતા છે જ્યારે અંતઃકરણ કહે છે, ‘મહાન’ બન્યા રહેવું એ જ જીવનની સાર્થકતા છે.
તું જે દિશામાં દોડી રહ્યો છે એ દિશાની દોટ તને આજે ગમે તેટલી સફળ બનાવી રહી હોય અને એના કારણે તું પ્રસન્નતામાં ઝૂમી રહ્યો હોય તો ય મારે તને કહેવું છે કે કાં તો એ દિશાની દોટને તું સ્થગિત કરી દે અને કાં તો એ દિશાની દોટને તું ધીમી કરી દે.
કારણ?
આ દિશાની દોટ ઈનામ [?] માં બે ખતરનાક પરિબળોની ભેટ લમણે ઝીંકીને જ રહે છે, કલેશની અને સંકલેશની. કલેશો અપ્રિય બનાવતા રહે છે અને સંકલેશો અપાત્ર બનાવતા રહે છે. તું આ અપાયોથી તારી જાતને જો ઉગારી લેવા માગે છે તો નક્કી કરી દે, ‘મોટા’ નહીં, ‘મહાન’ જ બનવું છે.
૪૨
Page #43
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારા મનની આ મૂંઝવણ જાણીને આપને કદાચ હસવું આવશે પણ એની પરવા કર્યા વિના હું આપની પાસે એ જાણવા માગું છું કે ધર્મ શું છે અને અધર્મ શું છે ? જિંદગીનાં ૨૫/૨૫ વરસ વીતી ગયા પછી પણ મારી પાસે આ બાબતની કોઈ સ્પષ્ટ સમજ નથી. ઇચ્છું છું કે આપ મને એનું સરસ સમાધાન આપો.
વિવેક,
તને શીરાની જેમ ગળે ઊતરી જાય એવો તારા પ્રશ્નનો જવાબ આ છે કે તારા મનને જે પણ ગમી રહ્યું છે એ બધું
જ અધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ ગમી રહ્યું છે એ બધું જ ધર્મ છે.
બીજી રીતે જણાવું તો તારા મનને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ ધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ અધર્મ છે.
હું તને જ પૂછું છું.
તારા મનને ક્ષમા ગમે છે ? પવિત્રતા જામે છે ? સરળતા ફાવે છે ? ઉપાસના પસંદ છે ? સંતોષ પ્રત્યે આકર્ષણ છે ? નમ્રતા પ્રત્યે પ્રેમ છે ?
૪૩
Page #44
--------------------------------------------------------------------------
________________
તારો સ્પષ્ટ જવાબ હશે, ના... હવે બીજો પ્રશ્ન.
તારા અંતઃકરણને ચાલબાજીમાં રસ છે? વાસના પ્રત્યે આકર્ષણ છે? દુશ્મનાવટ ફાવે છે? ક્રોધ જામે છે? કાવાદાવા પ્રત્યે લગાવ છે?
તારો સ્પષ્ટ જવાબ હશે ના...
બસ, સંદેશ સ્પષ્ટ છે. તારા મનને ક્ષમા વગેરે જે સગુણો નથી જ ગમતા એ બધા જ ધર્મરૂપ છે જ્યારે તારા અંતઃકરણને ક્રોધ વગેરે જે દુર્ગુણો નથી જ ગમતા એ બધા જ અધર્મરૂપ છે.
તું સાચે જ જો તારા જીવનને ધર્મયુક્ત અને અધર્મમુક્ત બનાવવા માગે છે તો તારી પાસે એક જ વિકલ્પ વધે છે. મનની પસંદગી પર ચોકડી અને અંતઃકરણની પસંદગી પર સંમતિ !
Page #45
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
હમણાં હમણાં હું માનસિક સ્તરે ભારે હતાશા અનુભવી રહ્યો છું. કારણ કે ક્ષેત્ર ચાહે સંપત્તિ પ્રાપ્તિનું છે કે સામગ્રી પ્રાપ્તિનું, સફળતા પ્રાપ્તિનું છે કે પ્રતિષ્ઠા પ્રાપ્તિનું છે, પ્રચંડ પુરુષાર્થ છતાં હું બધે માર જ ખાઈ રહ્યો છું.
અલબત્ત, સફળતામાં પ્રસન્ન રહી શકતો હું, નિષ્ફળતામાં યસ્વસ્થ રહી જ શકુ છું; પરંતુ નિષ્ફળતાઓના સાતત્ય મારી સ્વસ્થતાને ખંડિત કરી નાખી છે. ક્યારેક ક્યારેક તો જીવન ટૂંકાવી દેવાના વિચારો પણ મનને ઘેરી વળે છે. આપ કોઈ એવું સમાધાન આપી શકો ખરા કે “પ્રાપ્તિના મારા પુરુષાર્થને સફળતા મળીને જ રહે !
વિનય,
પહેલી વાત તો એ છે કે માથાના દુઃખાવાના ઈલાજ માટે તું કોક વકીલ પાસે પહોંચી જાય અને તું જેવો હાસ્યાસ્પદ બને, એવી જ હાસ્યાસ્પદ સ્થિતિ તેં પ્રાપ્તિના પુરષાર્થને સફળ બનાવવાનું માર્ગદર્શન મારી પાસે માગીને તારી પોતાની કરી છે.
સંપત્તિ, સામગ્રી, સફળતા અને પ્રતિષ્ઠા એ તમામનું મૂલ્ય તારે મન કદાચ કરોડોનું હશે, મારે મન એનું મૂલ્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
કોડીનું પણ નથી કારણ કે જે પણ ચીજોની પ્રાપ્તિને મૃત્યુ મૂલ્યહીન બનાવી દે એ ચીજોને વજન આપવાનું અમારા આ જીવનમાં અમે સમજ્યા જ નથી. તે પોતે જ ચકાસી જોજે સંપત્તિ વગેરેને, મૃત્યુ પાસે એનું કોઈ મૂલ્ય છે ખરું?
બાકી, એક વાત તું ખાસ સમજી રાખજે કે મનને કાયમ માટે આકર્ષણ પ્રાપ્તિનું હોય છે જ્યારે અંતઃકરણને રસ પાત્રતા વિકસિત કરતા રહેવાનો હોય છે. અને મારી પોતાની વાત કરું તો સંયમજીવનનાં આટલાં વરસોમાં મેં એક જ કામ તરફ મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પાત્રતા વિકસિત કરવા તરફ!
મારી તો તને પણ આ જ સલાહ છે. “પ્રાપ્તિ'ના આકર્ષણથી મુક્ત થઈ જઈને ‘પાત્રતા” વિકસિત કરતા રહેવાના પ્રયત્નોમાં તું લાગી જા. તારું મન આજે હતાશાથી ગ્રસ્ત છે ને? તારું અંતઃકરણ પ્રસન્નતાથી તરબતર બની જશે. તારો પરલોક સધ્ધર બની જશે. તારું આત્મદ્રવ્ય વધુ ને વધુ નિર્મળ થતું જશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક બાબતનું મારે આપની પાસે સ્પષ્ટ અને શીઘ્ર માર્ગદર્શન જોઈએ છે. સમાજમાં કે સંસ્થામાં, જ્યાં ક્યાંય પણ ખોટું થાય છે કે ખરાબ થાય છે, હું એને સહન કરી શકતો નથી. જે પણ વ્યક્તિ દ્વારા કાર્યમાં કચાશ રહી ગઈ હોય, હું સહુની વચ્ચે કોઈની ય શેહમાં તણાયા વિના કડક શબ્દોમાં આલોચના કરવા લાગું છું.
મારા ઘણા મિત્રોનું કહેવું એમ છે કે મારે આ આલોચના કરતા રહેવાનો રસ્તો છોડી દેવો જોઈએ પણ મેં ક્યાંક સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે ‘અન્યાય કરવા કરતાં પણ અન્યાય સહી લેવો એ મોટો અપરાધ છે’ જો હું ગલત કાર્યની પણ આલોચના નથી કરતો તો અન્યાયમાં હું સહભાગી નથી બનતો ?
સંવેગ,
કાર્ય સો ટકા ગલત હોય અને એની તું આલોચના કરતો રહેતો હોય તો એ તો સમજાય છે પણ કાર્ય સારું હોય અને એમાં થોડીક કચાશ રહી જતી હોય એટલા માત્રથી તું જો એ સત્કાર્ય કરનારની સહુ વચ્ચે આલોચના કરતો રહેતો હોય તો મારે તને કહેવું છે કે તું બહુ મોટું અને ભયંકર જોખમ ઉઠાવી રહ્યો છે.
૪૭
Page #48
--------------------------------------------------------------------------
________________
કારણ? રણપ્રદેશમાં જેમ કાયમ માટે પાણીની અછત જ હોય છે તેમ આ કાળમાં સત્કાર્યો કરનારની અછત જ છે. રણપ્રદેશમાં પાણીનો દુર્વ્યય કરવાનું જો પરવડે નહીં તો આ કાળમાં સત્કાર્યો કરનારાઓની સંખ્યામાં કડાકો બોલાતો રહે એ પણ શે પરવડે?
અને સત્કાર્યો કરનારાઓની સતત આલોચના જ કરતા રહીને તે પોતે જ દુષ્કાર્ય તો કરી રહ્યો છે! અને એક સ્પષ્ટ વાત તને જણાવું? સંપૂર્ણ સફેદ કાગળમાં માત્ર એક જ કાળું ટપકું હોવા માત્રથી એ કાગળની આલોચના કરતા રહેવું એ તો મનની બદમાસી છે. બાકી અંતઃકરણને જો તેં બોલતું રાખ્યું હોત ને તો એ અંતઃકરણ તો કાગળને અભિનંદન જ આપતું રહ્યું હોત ! હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ.
Page #49
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આપ સંયમજીવન અંગીકાર કરવા માગતા હતા તો આપે એ દિશામાં પુરુષાર્થ આદર્યો, વિઘ્નોની આપે નોંધ પણ ન લીધી અને સંયમજીવન પામવામાં આપને સફળતા મળી જ ગઈ.
પ્રશ્ન મારો એ છે કે ‘સુખ જોઈએ' એ મારા જીવનનું લક્ષ્ય વરસોથી રહ્યું છે. એ દિશાના પુરુષાર્થમાં મેં કોઈ કચાશ નથી રાખી અને છતાં કહેવા દો મને કે મારા પ્રચંડ પુરુષાર્થની સામે વળતરમાં મને કશું જ મળ્યું નથી. શું મારા મનનું લક્ષ્ય નક્કી કરવામાં હું ક્યાંક થાપ ખાઈ ગયો છું કે પછી મારા પુરુષાર્થમાં હું ટૂંકો પડ્યો છું ?
ઉપશમ,
તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક પ્રશ્ન હું તને પૂછું છું. કોઈ ખેડૂત એક લક્ષ્ય નક્કી કરે કે જમીન પાસેથી મારે પાક મેળવો છે અને પાક મેળવવા એ જમીન ખેડવા લાગે તો એટલા માત્રથી એને પાક મેળવવામાં સફળતા મળી જાય ? ના. જમીન પાસેથી પાક એને ત્યારે જ મળે કે એ પોતે પાક મેળવતા પહેલાં જમીનને બિયારણ આપવા તત્પર રહે. ટૂંકમાં, જમીનને પહેલાં પોતે આપે તો જ પછી જમીન એને આપે.
-
Page #50
--------------------------------------------------------------------------
________________
‘સુખ જોઈએ’ નું લક્ષ્ય તારા મનનું ખોટું છે એમ તો નહીં કહું પણ અંતઃકરણ પાસેથી જો તેં આનું સમાધાન માગ્યું હોત તો તારું અંતઃકરણ તને સ્પષ્ટ કહી દેત કે ‘સુખ આપવું જોઈએ' એ લક્ષ્ય તું નક્કી કરી દે અને એ દિશામાં પુરુષાર્થ આદરી દે. પછી ‘સુખ જોઈએ’ નું તારું લક્ષ્ય સફળ થઈને જ રહેશે.
સંદેશ સ્પષ્ટ છે.
કરોડની લૉટરી એને જ લાગે છે કે જે પહેલાં લૉટરીની ટિકિટ ખરીદે છે. બેંક બે-ગણા પૈસા એને જ આપે છે કે જે પહેલા બેંકમાં પૈસા જમા કરાવે છે. જમીન એ ખેડૂતને પાક પછી જ આપે છે કે જે ખેડૂત પહેલાં જમીનને બિયારણ આપે છે. ‘સુખ જોઈએ’ના લક્ષ્યને આંબવામાં એને જ સફળતા મળે છે કે જે ‘સુખ આપવું જોઈએ’ ના લક્ષ્યને આંબવાનો પુરુષાર્થ કરે છે.
ЧО
Page #51
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
રમત ચાહે ક્રિકેટની હોય છે કે ફૂટબૉલની હોય છે, ટેબલ ટેનિસની હોય છે કે કુસ્તીની હોય છે, બાસ્કેટ બૉલની હોય છે કે વૉલીબૉલની હોય છે, દરેક ખેલાડીનું એક જ લક્ષ્ય હોય છે, જીતવું છે.
અરે, રમતની વાત છોડો, યુદ્ધના ક્ષેત્રે પણ દરેક યોદ્ધાનું આ જ લક્ષ્ય હોય છે ને કે ‘મારે જીતવું છે'. બસ, હું પોતે પણ આ જ લક્ષ્ય સાથે જીવન મેદાનમાં ઊતર્યો છું. મારું પોતાનું મન એમ કહે છે કે, સંઘર્ષો ગમે તેવા જાલિમ ભલે આવશે, હું જીતીને જ રહીશ.
જાણવું તો મારે એ છે કે જીતતા જ રહેવાના મારા લક્ષ્યમાં હું ક્યાંય થાપ તો નથી ખાઈ રહ્યો ને? સંવર,
‘જીતવું છે' એ લક્ષ્યમાં મનને રસ છે જ્યારે “જતું કરવું છે' એ લક્ષ્યમાં અંતઃકરણને રસ છે. મનના રસને સફળ બનાવવા જતા જીત મળી પણ જાય છે તો ય એ જીતના સ્વાદમાં એક જાતની કડવાશ ઊભી થઈને જ રહે છે જ્યારે અંતઃકરણના રસને સફળ બનાવવા જતાં એકવાર માર પણ ખાવો પડે છે તો ય એનિષ્ફળતા પણ આનંદનો અનુભવ જ કરાવીને રહે છે.
૫ ૧
Page #52
--------------------------------------------------------------------------
________________
હું તો તને યુદ્ધના ક્ષેત્રની કે રમતના ક્ષેત્રની વાત એટલા માટે નથી કરતો કે ચાહે યુદ્ધ હોય કે રમત હોય, એ અલ્પકાલીન હોય છે. ત્યાં ચોવીસે ય કલાકનો કે જીવનભરનો સંઘર્ષ નથી હોતો; પરંતુ ‘જીતતા જ રહેવું છે’ ના લક્ષ્ય સાથે તું જો જીવન જીવવા લાગે છે તો તારે સતત તનાવમાં જ રહેવું પડે છે એ તો ઠીક છે; પરંતુ તારે સતત દુશ્મનો જ પેદા કરતા રહેવું પડે છે.
પરંતુ;
તું જો ‘જતું કરતા રહેવા’ ના લક્ષ્ય સાથે જીવવા તૈયાર થઈ જાય છે તો તને સતત હળવાશની જ અનુભૂતિ થતી રહે છે એ તો ઠીક છે, પણ તારા મિત્રોની સંખ્યામાં સતત વધારો પણ થતો રહે છે.
યાદ રાખજે,
મનના ‘વિજય’ના આગ્રહને વજન આપવાને બદલે અંતઃકરણના ‘જતું કરવા રહેવા’ના લક્ષ્યને જ જેમણે જીવનમાં સ્થાન આપ્યું છે તેઓ જ સજ્જન, સંત યાવત્ પરમાત્મા બની શક્યા છે. તારો નંબર તું શેમાં લગાવવા માગે છે એ નક્કી કરી દેજે.
પર
Page #53
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક કલ્પના પણ ન કરી શકાય એવી મૂંઝવણમાંથી હું પસાર થઈ રહ્યો છું. અત્યાર સુધી હું એમ સમજતો હતો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આપણે ડોકિયું કરીએ અને જો એ વ્યક્તિ અંગે મિથ્યાદર્શન કરીએ તો એ વ્યક્તિને તો આપણે અન્યાય કરી જ બેસીએ પણ સાથોસાથ આપણે અપ્રિય પણ બન્યા રહીએ.
પણ,
દુઃખ સાથે કહેવા દો મને કે વ્યક્તિ અંગેના સત્યદર્શનમાં ય મારી હાલત કફોડી થઈ ગઈ છે. વ્યક્તિઓ સાથે મારે ક્લેશ પણ થતો રહે છે તો મારું મન સંક્લેશનું શિકાર પણ બનતું રહે છે. હું આપને જ પૂછું છું, ક્ષમાવાનમાં આપણે કોધીનાં દર્શન ન કરીએ એ તો બરાબર છે પણ ક્રોધીમાં ક્રોધીનાં દર્શન કરતા રહીએ એ પણ શું ગુનો છે?
આયુષ્ય,
મનની એક નબળી કડી તારા ખ્યાલમાં છે? એને સત્યદર્શનમાં રસ જરૂર છે; પરંતુ હકીકત એ છે કે વ્યક્તિઓ સાથેના સંબંધમાં તમે જો આત્મીયતા જાળવી રાખવા માગો છો તો તમારે અંતઃકરણને કે જેને સ્નેહદર્શનમાં રસ છે એને કામે લગાડવું પડે છે.
પહે
Page #54
--------------------------------------------------------------------------
________________
હું તને જ પૂછું છું. બાબાનું શરીર અને કપડાં, બંને વિષ્ટાથી સંપૂર્ણ ખરડાઈ ગયા હોવા છતાં ય મમ્મી એ બાબા પ્રત્યેના દ્વેષભાવથી મુક્ત રહી શકે છે એનો યશ કોના ફાળે જાય છે? સત્યદર્શનના ફાળે કે સ્નેહદર્શનના ફાળે? કહેવું જ પડશે તારે કે સ્નેહદર્શન જ મમ્મીને બાબા પ્રત્યે આત્મીયતા દાખવવા પ્રેરિત કરતું હોય છે. બાકી, કેવળ સત્યદર્શન જ મમ્મી કરતી રહે તો તો બાબા પ્રત્યે એને દ્વેષ થયા વિના ન જ રહે!
તારી બાબતમાં આ જ તો બની રહ્યું છે. મિથ્યાદર્શનથી તું દૂર રહે છે એ તો સારું છે જ; પરંતુ સ્નેહદર્શનનો તું સ્વામી નથી બની શક્યો એ તો ભારે કરણતા છે.
હા. એક વાત છે. જડનાં ક્ષેત્રે તું ભલે કેવળ સદર્શન જ કરતો રહે, તારો વૈરાગ્ય પુષ્ટ થતો રહેશે; પરંતુ તારે જો વાત્સલ્યભાવને પુષ્ટ કરતા રહેવું છે તો જીવક્ષેત્રે સ્નેહદર્શન દાખવ્યા વિના અને એ માટે મનને છોડીને અંતઃકરણના શરણે ગયા વિના તારે ચાલવાનું નથી જ એ નિશ્ચિત વાત છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ગુલાબ સહુને ગમે છે તો કાંટા કોઈનેય ગમતા નથી. દૂધપાક સહુને પસંદ છે તો વિષ્ટા કોઈનેય પસંદ પડતી નથી. બંગલો સહુને આકર્ષે છે તો ઝૂંપડું કોઈને ય આકર્ષતું નથી. રૂપ પર સહુ મોહી પડે છે તો કુરૂપ કોઈને ય ગમતું નથી. અનુકૂળતા સહુને ગમે છે તો પ્રતિકૂળતાથી સહુ ભાગતા ફરે છે.
મારે આપને એટલું જ પૂછવું છે કે પ્રિય સંયોગો, પ્રિય સામગ્રીઓ અને પ્રિય સંબંધો જ્યારે સહુને જ ગમતા હોય છે ત્યારે એ સહુમાં હું પણ અપવાદ તો ન જ હોઈ શકું ને? તો પછી જીવનભર હું પ્રિયની જ પસંદગી કરતો રહું તો એમાં કાંઈ ખોટું તો નથી ને?
જ્ઞાન,
એક વાત તારા ધ્યાન પર હું એ લાવવા માગું છું કે મન પ્રેસપેમી છે જ્યારે અંતઃકરણ શ્રેચપેમી છે. શરીરને જે પણ ઉત્તેજિત કરતું રહે છે અને મનને જે બહેલાવતું રહે છે એનો સમાવેશ જો પ્રેયમાં થાય છે તો આત્માને માટે જે હિતકર છે અને કલ્યાણકર છે એનો સમાવેશ શ્રેયમાં થાય છે. ક્ષમા અને નમ્રતા, પરોપકાર અને પ્રેમ, સહિષ્ણુતા અને
પપ
Page #56
--------------------------------------------------------------------------
________________
સમાધિ, કૃતજ્ઞતા અને કોમળતા, શીલ અને સદાચાર, પવિત્રતા અને સરળતા વગેરે તમામ પ્રકારનાં સત્કાર્યો અને સદ્ગુણો આત્મા માટે હિતકર પણ છે અને કલ્યાણકર પણ છે.
શું કહું તને?
પ્રેયના માર્ગ પર પસંદગી કોની નથી હોતી એ પ્રશ્ન છે. દુર્જનને, ડાકુને, વ્યભિચારીને અને ખૂનીને તો પ્રેયમાર્ગ જામે જ છે પરંતુ ગધેડાને, ઘોડાને, કૂતરાને અને ડુક્કરને પણ પ્રેયમાર્ગ જ પસંદ છે. તું પણ જો એ જ માર્ગ પર પસંદગી ઉતારી બેઠો હોય તો મારે તને એટલું જ યાદ કરાવવું છે કે દોરા વિનાના પતંગનું ભાવિ જેમ ધૂંધળું જ હોય છે તેમ શ્રેયના બંધન વિનાનું શ્રેય આત્મા માટે જોખમી અને ખતરનાક પુરવાર થઈને જ રહે છે.
ઉત્તમ એવું માનવજીવન તારા હાથમાં છે. હું એમ તો નહીં કહું કે મનને તું ખતમ કરી નાખ, પણ એટલું તો જરૂર કહીશ કે પ્રેમપ્રેમી મનને શ્રેયપ્રેમી અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દે. પ્રાપ્ત માનવજીવન સાર્થક બનીને જ રહેશે.
Page #57
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
સ્કૂલ અને કૉલેજમાં હંમેશહું નંબર એકપર જ રહ્યો છું. વિષય ચાહે ગણિતનો રહેતો હતો કે વિજ્ઞાનનો, ઈતિહાસનો રહેતો હતો કે ભૂગોળનો-મને પડકારવાની હિંમત કોઈ પણ વિદ્યાર્થીએ ક્યારેય પણ કરી નથી. મારી આ હોશિયારી બદલ મને કૉલેજ તરફથી સુવર્ણચન્દ્રકો પણ ઓછા નથી મળ્યા.
મને પોતાને એમ લાગે છે કે મારી આ હોશિયારીને ચરિતાર્થ કરવા માટે મારી આજુબાજુ જેટલાં પણ ક્ષેત્રો છે એ તમામમાં આમૂલચૂલ પરિવર્તન કરી દેવું જોઈએ. ડૉક્ટરો દર્દીઓને લૂંટી રહ્યા છે તો વેપારીઓ ઘરાકોને લૂંટી રહ્યા છે, નેતાઓ પ્રજાજનોની હાલત કફોડી કરી રહ્યા છે તો વકીલો અસીલોની પથારી ફેરવી રહ્યા છે.
હું આ તમામમાં ધરમૂળથી ફેરફાર કરી દેવા માગું છું. મારી હોશિયારી પર મને ગર્વ પણ છે અને શ્રદ્ધા પણ છે. હું સફળ બનીને જ રહીશ. આપ આ અંગે કોઈ સૂચન આપશો?
ધ્યાન, તારી હોશિયારી બદલ તને ગર્વ હોય એનો મને કોઈ વાંધો નથી, પણ એક વાત તને હું ખાસ યાદ કરાવવા માગું છું
પ
Page #58
--------------------------------------------------------------------------
________________
કે હોશિયારી એ મનનો નશો છે કે જે જગતને બદલી નાખવાની વાતો કર્યા કરે છે જ્યારે ડહાપણ એ અંતઃકરણની મૂડી છે કે જે જાતને બદલી નાખવા તત્પર રહે છે.
હું તને જ પૂછું છું.
તું પોતે સન્માર્ગ પર છે ખરો? પ્રલોભનોની વણઝાર વચ્ચે પણ પતનના માર્ગ પર એક કદમ માંડવાનું પણ તને મન ન થાય એટલું સત્ત્વ તેં વિકસાવ્યું છે ખરું ? તારા ખુદના અંતઃકરણની અદાલતમાં તું હંમેશાં નિર્દોષ જ પુરવાર થાય એટલી પવિત્રતા તે આત્મસાત કરી લીધી છે ખરી?
જો ના, તો મારે તને કહેવું છે કે હોશિયારીના આ નશામાંથી તું વહેલી તકે બહાર આવી જા અને ડહાપણની મૂડીનો સ્વામી બની જવા પ્રયત્નશીલ બનતો જા. કારણ? જગત ક્યારેય બદલાયું નથી અને એને બદલી નાખવાના પ્રયાસોમાં કોઈને પણ ક્યારેય સફળતા મળી નથી જ્યારે જાતને ઘણાંએ બદલી નાખી છે અને એ દિશાના પ્રયાસો જેણે પણ કર્યા છે એમાં એને સફળતા અચૂક મળી જ છે.
પ૮
Page #59
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
કમાલની કરુણતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે સામી વ્યક્તિ પોતાનાં જીવનની કોક સમસ્યાની મારી પાસે રજૂઆત કરે છે અને હું એને એ સમસ્યામાંથી બહાર નીકળી જવાના રસ્તાઓ બતાવતી સલાહ આપું પણ છું તો ય એ સલાહને અનુસરવાનું તો એને ગમતું નથી, એ સલાહને સ્વીકારવાનું તો એને ગમતું નથી, પણ એ સલાહને સાંભળવાનું પણ એને ગમતું નથી.
પ્રશ્ન તો મારા મનમાં એ છે ઊઠે કે સામી વ્યક્તિ જો આપણી સલાહ સાંભળવા પણ ન માગતી હોય તો પછી શા માટે વગર બોલાવ્યે આપણી પાસે આવીને પોતાની સમસ્યાની રજૂઆત કરતી હશે ? આખરે આપણે કાંઈ નવરા-ધૂપ તો નથી બેઠા ને ?
ત્યાગ,
તારી વેદના હું સમજું છું પણ તેં જે મૂંઝવણ રજૂ કરી છે એના સંદર્ભમાં એક વાત તને જણાવું ? જે પણ વ્યક્તિ પોતાની સમસ્યાની રજૂઆત તારી પાસે કરવા આવતી હશે એ વ્યક્તિને તારી પાસે આશા હશે કે તું એને કંઈક સહાય
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
કરીશ પણ તું એને સહાય કરવાને બદલે સલાહ જ આપતો રહેતો હોય તો એ વ્યક્તિ તારાથી અકળાઈ જઈને દૂર ન થઈ જાય તો બીજું શું થાય?
તને ખ્યાલ છે ખરો?
અંતઃકરણ સામાને સહાય કરવા સદાય તત્પર હોય છે જ્યારે મનના તો સામાને સલાહ આપતા રહીને પીએચ.ડી. બની જવાના અભરખા હોય છે.
હું તને જ પૂછું છું. તું પોતે જ કોક મુશ્કેલીમાં આવી ગયો હોય અને એ મુશ્કેલીમાંથી બહાર નીકળી જવા સહાય મળવાની આશાએ કોકની પાસે પહોંચી ગયો હોય ત્યારે એ વ્યક્તિ તને સહાય કરવાને બદલે સલાહ જ આપવા લાગે તો તારા મનમાં પણ એ વ્યક્તિ પ્રત્યે આક્રોશ પેદા ન થઈ જાય?
એટલું જ સૂચન છે મારું તને કે તારી પાસે કોઈ ભૂખ્યો માણસ ભોજનની આશાએ આવ્યો હોય ત્યારે એના હાથમાં ભોજનનાં દ્રવ્યોનાં કાગળ પકડાવી દેવાની ક્રૂરતા તું ક્યારેય આચરતો નહીં. ભૂખ્યો માણસ આવેશમાં આવીને ક્યાંક તારું ગળું દાબી દે એ સંભાવના પણ ઓછી તો નથી જ.
Page #61
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારા વાંચવામાં આવ્યું હતું ક્યાંક કે “મેઘધનુષ્યની સુંદરતા કે પુષ્પની સુંદરતા, કમળોથી વ્યાપ્ત સરોવરની સુંદરતા કેહરિયાળીથી લબાલબ બગીચાની સુંદરતા કરતાં અનેકગણી મહત્ત્વની સુંદરતા તમારા જીવનની છે અને એ સુંદરતાનું મૂળ છે તમારી પોતાની પ્રસન્નતા.
બસ, મેં નક્કી કરી દીધું છે કે જીવનની પ્રત્યેક પળમાં પ્રસન્ન જ રહેવું અને પ્રસન્ન બન્યા રહેવા માટે સ્વાસ્થને સાચવી રાખવું, વિપુલ સંપત્તિના સ્વામી બન્યા રહેવું અને સત્તાની તક જ્યાં પણ મળે ત્યાં ઝડપતા રહેવું.
આપને એટલું જ પુછાવવાનું કે પ્રસન્ન બન્યા રહેવા માટે આટલી ચીજો પર્યાપ્ત તો છે ને? કે પછી અન્ય ચીજોની પણ જરૂર પડે છે?
વિરાગ,
જીવનની સુંદરતા તું કેટલો પ્રસન્ન રહે છે એ નથી, પણ તારા કારણે કેટલા લોકો પ્રસન્ન રહે છે એ છે ! આનું કારણ છે ખુદની પ્રસન્નતા એ જ જો જીવનની સુંદરતા હોય તો રસલંપટ મીઠાઈ પામીને પ્રસન્ન રહે છે, વાસનાલંપટ સ્ત્રી પામીને પ્રસન્ન રહે છે, ધનલંપટ સંપત્તિ પામીને પ્રસન્ન રહે છે અને ભોગલંપટ ભોગ પામીને પ્રસન્ન રહે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
અરે, દારૂડિયાને પેટમાં દારૂ ઠલવાયા પછી પ્રસન્નતા જ અનુભવાય છે, ચોરને કોકને ત્યાં ધાડ પાડ્યા પછી પ્રસન્નતા જ અનુભવાય છે અને ખૂનીને પોતાના હાથ લોહીથી ખરડ્યા બાદ પ્રસન્નતા જ અનુભવાય છે. શું તું આને જીવનની સુંદરતા કહી શકીશ ખરો? હરગિજ નહીં.
અને
એટલે જ તને કહું છું કે ‘મારે પ્રસન્ન રહેવું જોઈએ’ ના નક્કી કરેલા મનના લક્ષ્યને આંબવાની તારે જરૂર નથી પણ “વધુ ને વધુ લોકો મારાથી પ્રસન્ન રહેવા જોઈએ’ના અંતઃકરણના લક્ષ્યને આંબવા તારે પ્રયત્નશીલ બનવાની જરૂર છે.
એ માટે આંખ સામે તું રાખજે પરમાત્માને, સંતોને અને સજ્જનોને. એ સહુના જીવન પરથી તને બધું જ સમજાઈ જશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
અત્તર જો મને પ્રિય જ છે, પુષ્પ જો મને ગમે જ છે, સંપત્તિ જો મને જામે જ છે, મેઘધનુષ્ય મને જો આકર્ષે જ છે તો કહેવા દો કે સત્કાર્યો પણ મને ગમે જ છે. સત્કાર્યો આચરનાર લોકોને જોઉં છું ત્યારે એ સત્કાર્યો આચરી લેવાની મને ઇચ્છા પણ થાય છે.
પણ,
જ્યાં એ સત્કાર્યો આચરવાની શરૂઆત કરું છું ત્યાં એના સેવનમાં પડતી મુશ્કેલીઓ અનુભવતાં મન પાછું પડી જાય છે અને સત્કાર્ય સેવનના પ્રયાસો પર હું પૂર્ણવિરામ મૂકી દઉં છું.
અલબત્ત,
કબૂલ કરું છું હું આપની પાસે કે સત્કાર્યસેવન શક્ય જરૂર છે; પરંતુ કઠિન ભારે છે અને એટલે જ મને એમ લાગે છે કે સત્કાર્ય સેવનમાં આપણા જેવાનું કામ નહીં. આપ આ અંગે શું કહો છો ?
પ્રકાશ, એક વાત તને યાદ કરાવું? તાળું જે ધાતુનું બન્યું હોય છે એની ચાવી પણ એ જ ધાતુની બની હોય છે. જે ધાતુનું
૬૩
Page #64
--------------------------------------------------------------------------
________________
બનેલ તાળું લાખોની સંપત્તિનાં દર્શનમાં પ્રતિબંધક બને છે, એ જ ધાતુની બનેલ ચાવી લાખોની સંપત્તિનાં દર્શન સુલભ પણ કરાવી શકે છે.
સત્કાર્યસેવન અંગે તેજે પણ લખ્યું છે ને એના સંદર્ભમાં મારે તને આ જ વાત કરવી છે. ‘સકાર્યસેવન શક્ય જરૂર છે પણ કઠિન ભારે છે' એમ તારું મન કહે છે ને ? તારા અંતઃકરણને તું પૂછી જે. એ તને સહેજ જુદો પણ અલગ જવાબ આપશે. એ તને કહેશે કે “સત્કાર્યસેવન કઠિન જરૂર છે પણ શક્ય છે?
શું કહું તને?
હું પોતે સંયમજીવન અંગીકાર કરવામાં જો સફળ બન્યો છું તો એનો યશ અંતઃકરણના અવાજને અનુસર્યોને, એના ફાળે જાય છે. બાકી મારું પોતાનું પણ મન મને આ જ ભય બતાવી રહ્યું હતું કે “સંયમજીવન શક્ય છે પણ ભારે કઠિન છે.” એ અવાજની પરવા મેં નથી કરી. ઇચ્છું છું હું કે એ અવાજ સાંભળવા તું ય બધિર બની જા. ફાવી જઈશ.
Page #65
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક સમસ્યાનું સમાધાન જોઈએ છે મારે આપની પાસેથી. વાણી મારી એટલી બધી મધુર અને અસરકારક છે કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા મને મુશ્કેલી નથી પડતી પણ કોણ જાણે શું થાય છે, એ સંબંધનું આયુષ્ય પાણીના પરપોટા જેટલું કે મેઘ ધનુષ્યના રંગો જેટલું જ હોય છે.
સમજાતું તો મને એ નથી કે સંબંધો બાંધવામાં સફળ બની શકતો હું, સંબંધો ટકાવવાની બાબતમાં નિષ્ફળ કેમ જઈ રહ્યો છું? આપ આ અંગે કંઈક સમાધાન આપી શકશો?
ઉપશાંત,
મનના એક વિચિત્ર સ્વભાવનો તને કદાચ ખ્યાલ ન હોય તો જણાવવા માગું છું કે મનને સૌથી વધુ વહાલી કોઈચીજ હોય તો એ છે અહં અને મનને એમ લાગે છે કે અહં પુષ્ટ કરવો હોય તો વધુમાં વધુ વ્યક્તિઓ સાથે આપણો સંબંધ હોવો જોઈએ.
આ સંદર્ભમાં તને મહત્ત્વની વાત જણાવું? અહંકારી ક્યારેય તને એકલો જોવા નહીં મળે. ક્રોધી તને એકલો જોવા મળશે, લોભી અને કૃપણ તને એકલો જોવા મળશે પણ અહંકારી? એને તો ટોળા વિના ચેન જ નથી પડતું. ટોળું જેટલું
Page #66
--------------------------------------------------------------------------
________________
મોટું, એટલો એ રાજી ! કારણ? ટોળું હોય તો જ એને પોતાના અહંને પુષ્ટ કરવાની તકો મળતી રહે.
જે સમસ્યા રજૂ કરી છે ને તારી, એનું સમાધાન આ છે. કબૂલ, તારી વાણી મોહક અને અસરકારક હશે પણ એનો લાભ ઉઠાવવાનું કામ તે મનને સોંપી દીધું છે અને મન સંબંધો બાંધતા રહીને એ લાભ ઉઠાવી પણ રહ્યું છે, પરંતુ એ સંબંધો લાંબા ટકતા એટલા માટે નથી કે સહુને ખ્યાલ આવી જાય છે કે તું તારો અહં પુષ્ટ કરવા જ સંબંધો બાંધતો રહે છે અને એ જ પળે એ સહુ તારી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દે છે.
યાદ રાખજે.
હોશિયાર મન સંબંધો બાંધી શકે છે જ્યારે પ્રેમાળ અંતઃકરણ બંધાયેલ એ સંબંધોને ટકાવી શકે છે. તું જો સંબંધોને દીર્ઘજીવી બનાવવા માગે છે તો તારે તારા મનની હોશિયારીનું બારમું કરી દેવા તત્પર બનવું જ રહ્યું! વાંચી તો છે ને તે “રત્નાકર પચ્ચીસી' ની આ પંક્તિ ? “ચાલાક થઈ ચૂક્યો ઘણું!” સાવધાન !
Page #67
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
પુષ્પને રહેવા માટેની સુંદર જગા જો ફૂલદાની હોય છે, પુસ્તકને રહેવા માટેની સુંદર જગા જો અલમારી હોય છે, ફરવા જવા માટેની સુંદર જગા જો ઉદ્યાન હોય છે તો મારા વાંચવામાં ક્યાંક આવ્યું હતું કે ‘કોકના વિચારોમાં રહેવું એ માણસને રહેવા માટેની સુંદર જગા છે.'
આ વાક્ય મારા મનને એટલું બધું ગમી ગયું હતું કે મેં નિર્ધાર કરી લીધો કે જીવનમાં પરાક્રમો એવાં કરી બતાડું કે લોકોને મારા માટે વિચારો કરવા જ પડે.
અને
એદિવસથી માંડીને મેં અનેક ક્ષેત્રોમાં એવાં સંખ્યાબંધ પરાક્રમો કરી બતાવ્યાં છે કે આજે ઘણાંય લોકોના વિચારોમાં હું રહેતો થઈ ગયો છું. જાણવું તો મારે એ છે કે હજી ય હું એવું શું કરી બતાડું કે મારું નામ સર્વત્ર ગાજતું થઈ જાય?
પ્રકર્ષ,
એક વાસ્તવિકતાની તને જાણ કરું ? સુંદર જગા હોવી એ અલગ વાત છે અને સલામત જગા હોવી એ અલગ વાત છે. બની શકે કે જગા સુંદર હોય પણ સલામત ન હોય, સલામત હોય પણ સુંદર ન હોય.
૬૭
Page #68
--------------------------------------------------------------------------
________________
કોકનાવિચારોમાં રહેવું એ સુંદર જગા ભલે ગણાતી હશે; પરંતુ એ જગા સલામત તો નથી જ. પુષ્પને રહેવા માટે ફૂલદાની સુંદર જગા જરૂર છે; પરંતુ પુષ્પ માટે એ સલામત જગા નથી એ તો તું ય જાણે જ છે ને?
મારે તને એટલું જ કહેવું છે કે તું સુંદર જગામાં ભલે રહેતો થઈ ગયો છે, સલામત જગામાં રહેતો થઈ જા તો હું માનું કે તું મર્દનો બચ્યો છે. અને સલામત જગા કઈ છે એ તારે જાણવું છે? વિચારોનું ઉદ્ગમસ્થાન મન એ કદાચ સુંદર જગા છે પણ લાગણીઓનું ઉદ્ગમસ્થાન અંતઃકરણ એ સુંદર જગા પણ છે અને સલામત જગા પણ છે.
સત્ત્વ અને સંપત્તિનાં પરાક્રમો કરવા દ્વારા લોકોનાં મનમાં તું રહેતો થઈ ગયો છે એ તો જાણ્યું. હવે સદ્ગુણો અને સત્કાર્યોનાં પરાક્રમો કરવા દ્વારા તે લોકોનાં અંતઃકરણમાં રમતો થઈ જા. તારું જીવન સાર્થક બની જશે.
Page #69
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
જીવનનાં આટલાં વરસોના અનુભવોએ એક વાત મને સમજાવી દીધી છે કે ભયભીત મનોદશા એ મોતનું જ બીજું નામ છે. સંપત્તિ આપણી પાસે વિપુલ હોય પણ મન જો ભયગ્રસ્ત જ રહ્યા કરે છે તો એ વિપુલ સંપત્તિનું કરવાનું શું? રહેવાની જગા ભલે આલીશાન છે પણ મન જો કોક અજ્ઞાત ભયનું શિકાર બનેલું છે તો એ આલીશાન જગાનું કરવાનું શું?
પણ,
હમણાં હમણાં આપનાં પુસ્તકોમાં એક જગાએ મારા વાંચવામાં આવ્યું કે ‘સકારાત્મક ભય એ આપણા જીવન વિકાસનું મૂળ છે’ હું આપને એટલું જ પૂછવા માગું છું કે શું આપ ખુદ ભયના હિમાયતી છો?
નિર્ભય,
તને એક મહત્ત્વના સિદ્ધાંતની કદાચ ખબર નથી લાગતી. જેનાથી આપણને ભય હોય છે એના પર તો પ્રેમ કરવાનો પ્રશ્ન જ નથી; પરંતુ જેના પર આપણને પ્રેમ હોય છે એનાથી તો આપણે ભયભીત રહેવાનું જ છે.
૬૯
Page #70
--------------------------------------------------------------------------
________________
તું સાપથી ડરે છે ને ? આગનો તને ભય લાગે છે ને ? ડાકુથી તું ધ્રૂજે છે ને ? ખૂનીથી તું કાંપી ઊઠે છે ને ? દુર્જનનો તને ડર લાગ્યા કરે છે ને ? બસ, આ તમામ પર તારે પ્રેમ કરતા રહેવાની કોઈ જ જરૂર નથી.
પણ,
તને જો તારા મમ્મી-પપ્પા પર પ્રેમ છે, તને જો મારા પર પ્રેમ છે, તને જો પરમાત્મા પર પ્રેમ છે તો તારે એ સહુથી ડરતા રહેવાની ખાસ જરૂર છે.
એ સહુથી ડરતા રહેવું એટલે ? એટલે આ જ કે એ સહુની ઇચ્છા-આજ્ઞાનું ઉલ્લંઘન જો હું કરતો રહીશ તો એમનાં દિલને ચોટ તો નહીં પહોંચે ને ? મારા પરનો એ સહુનો પ્રેમ ઓછો તો નહીં થઈ જાય ને ? હું આ ‘ભય’ ને સકારાત્મક ભય કહું છું.
હું
યાદ રાખજે.
‘ભય કોઈનાથી ય ન રાખવો’ આ ગણિત મનનું છે; પરંતુ ‘સકારાત્મક ભય તો ઊભો જ રાખવો’ આ ગણિત અંતઃકરણનું છે. હું ઇચ્છું છું કે તારા અંતઃકરણમાં તું ડોકિયું કરી જો. ત્યાં તને આ ભય વિધમાન હોવાનું જણાઈ જશે.
an
Page #71
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારે એક મૂંઝવણનું આપની પાસે સમાધાન જોઈએ છે. હું સંકલ્પ કરું છું કે “મારે ખમણ ઢોકળાં ન જ જોઈએ’ તો પછી જમણવારમાં કોઈ મને ગમે તેટલો આગ્રહ કરે છે તો પણ હું ખમણ ઢોકળાં નથી જ ખાતો.
હું સંકલ્પ કરું છું કે મારે નરેશ સાથે સંબંધ નથી જ રાખવો” તો પછી નરેશના લાખ પ્રયાસો છતાં યહું એની સાથે સંબંધ નથી જ બાંધતો પણ,
હું સંકલ્પ કરું છું કે “મારે દુઃખ ન જ જોઈએ' તો પછી દુઃખને દૂર રાખવાના ગમે તેટલા પ્રયાસો ભલે ને હું કરું છું, દુઃખો મારા લમણે ઝીંકાઈને જ રહે છે. સમજાતું તો મને એ નથી કે મારા આ સંકલ્પને હં સફળ કેમ નથી. કરી શકતો ?
નિઃશંક,
મારે દુઃખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરીને તેં તારી બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે કે બીજું કાંઈ? કારણ કે દુઃખ તો આ જગતમાં કોને જોઈએ છે એ પ્રશ્ન છે. ઘોડાને કે ગધેડાને, કીડીને મંકોડાને, દુર્જનને કે ડાકુને કોઈને ય દુઃખ નથી જોઈતું અને દુઃખને દૂર જ રાખવાના એ સહુ જબરદસ્ત પ્રયાસો પણ કરે છે છતાં ય દુઃખો એ સહુને લમણે ઝીંકાતા જ રહે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
કારણ?
આ જ કે “દ:ખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરનાર આખરે છે કોણ? મન ! અને મન છે સ્વાર્થી ! પોતાના પર આવતા રાઈ જેટલા દુઃખથી બચવા એ સામાને મેરુ જેટલું દુઃખ આપવું પડે તો ય આપવા તૈયાર અને તત્પર હોય છે.
તારે સાચે જ જો દુઃખ અંગેનો કોઈ સંકલ્પ કરવો જ હતો તો અંતઃકરણ પાસે જવાની જરૂર હતી કારણ કે અંતઃકરણ પરમાર્થના રવભાવવાળું છે. એની પાસે તું ગયો હોત તો એ તને આ સંકલ્પ કરાવત કે “મારે દુઃખ કોઈને પણ આપવું નથી.'
“દુઃખ જોઈતું નથી એ સંકલ્પ અને દુઃખ આપવું નથી” એ સંકલ્પવચ્ચેનો તફાવત ઝેર અને અમૃત વચ્ચેના તફાવત જેટલો છે એ તું કાયમ આંખ સામે રાખજે. પ્રથમ સંકલ્પમાં દુ:ખો લમણે ઝીંકાવાનાં નિશ્ચિત છે જ્યારે બીજા સંકલ્પમાં દુઃખોની કાયમી વિદાય નિશ્ચિત છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આપના જ કોક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે મકાનના થાંભલાઓ એક-બીજા વચ્ચે સલામત અંતર રાખે છે તો જ મકાનટકી શકે છે. ભૂલેચૂકે થાંભલાઓ જો એકદમ નજીક આવી જાય તો મકાનનું ટકવું સર્વથા અસંભવિત જ બની જાય.
આપની આ વાત મારા હૈયાસોંસરવી ઊતરી ગઈ છે અને મેં એ જ અભિગમ સાથે જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. દુશ્મનોથી તો હું સલામત અંતર રાખતો જ હતો પણ હવે મિત્રોથી પણ હું સલામત અંતર રાખવા લાગ્યો છું. પરિચિતો અને સ્વજનો સાથે પણ એવો જ વ્યવહાર મેં શરૂ કરી દીધો છે.
પણ,
મારા આવા વ્યવહારના કારણે હું એકલો પડી જતો હોઉં એવું મને લાગ્યા કરે છે. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત રસ્તે તો નથી ચડી ગયો ને?
નિર્મળ,
દૂધપાકનું વિષ્ટામાં રૂપાંતરણ કરી દેવામાં શરીરનો જેમ કોઈ જોટો નથી તેમ અર્થનો અનર્થ કરતા રહેવામાં મનનો ય કોઈ જોટો નથી, થાંભલાઓ વચ્ચેના સલામત અંતરની વાત મેં જડ પદાર્થો પ્રત્યેની આસક્તિના સંદર્ભમાં
૭૩
Page #74
--------------------------------------------------------------------------
________________
લખી હતી અને એ વાત તેં જીવો સાથેના સંબંધમાં જોડી દીધી! તું એકલો ન પડી જાય તો બીજું થાય પણ શું?
યાદ રાખજે.
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવ્યા વિના, સર્વજીવોનાં સુખની અને કલ્યાણની કામના કરતા રહ્યા વિના, સર્વ જીવો સાથે ક્ષમાપના કરતા રહ્યા વિના અને સર્વ જીવો પ્રત્યે ઉપશમભાવ કેળવતા રહ્યા વિના જીવનને સ્વસ્થ રાખવામાં અને મનને પ્રસન્ન રાખવામાં, સમાધિટકાવી રાખવામાં અને સદ્ગણોને ઉઘાડ કરવામાં સફળતા મળે એવી કોઈ સંભાવના નથી.
અને એ સંભાવનાને તું જો વાસ્તવિકતાના સ્તર પર અનુભવવા માગે છે તો એનો એક જ વિકલ્પ છે, તું અંતઃકરણના શરણે ચાલ્યો જા. કારણ? મનને દીવાલ ઊભી કરતા રહેવામાં રસ છે જ્યારે અંતઃકરણને તો પુલનું સર્જન કરતા રહ્યા વિના ચેન નથી પડતું.
Page #75
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
અત્યારના કાળમાં એક વાત ખાસ અનુભવાઈ રહી છે કે ચારેય બાજુ વિશ્વાસઘાતનું વાતાવરણ છે. વકીલ અસીલ સાથે છેતરપીંડી કરી રહ્યો છે તો ડૉક્ટર દર્દી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. વેપારી ઘરાક સાથે અને નેતા પ્રજાજન સાથે છેતરપીંડી કરી રહ્યો છે એ તો ઠીક છે પણ બાપદીકરા સાથે અને દીકરો બાપ સાથે પણ કાવાદાવા રમી રહ્યો છે.
આ બધું જોતાં મને મેક્સાવલીનું વાક્ય યાદ આવે છે. એણે કહ્યું છે કે “જે વાત તમે તમારા દુશ્મનને કરવા તૈયાર ન હો એ વાત તમે તમારા મિત્રને પણ ન કરશો કારણ કે આજનો તમારો મિત્ર આવતી કાલે તમારો દુશ્મન બની જાય એવી પૂરી સંભાવના છે.”
મને પોતાને મેક્વાવલીની વાતમાં વજૂદ લાગે છે. વિશ્વાસઘાતના શિકાર બનીને દુઃખી થવું એના કરતાં કોઈના ચ પર પણ વિશ્વાસ મૂક્યો જ નહીં. આપ આ અંગે શું કહો છો ?
કમલ,
તે મેક્વાવલીની જે વાત લખી એ મેં વાંચી. હું તને પરમાત્મા મહાવીરદેવે જે વાત કરી છે એ જણાવું? એમણે જણાવ્યું છે કે જે વાત તમે તમારા મિત્રને કરી શકો છો, એ વાત તમે તમારા દુશ્મનને પણ કરવા ઇચ્છતા હો તો બહુ ચિંતા
Page #76
--------------------------------------------------------------------------
________________
ન કરશો કારણ કે આજનો તમારો દુશ્મન આવતી કાલે તમારો મિત્ર બની જાય એવી પૂરી સંભાવના છે.” - જો તને મેક્સાવલીની વાત જામી રહી છે તો એનો અર્થ એટલો જ છે કે તું મનનો નચાવ્યો નાચી રહ્યો છે અને જો તને મહાવીરની વાત જામી રહી છે તો એનો અર્થ એટલો જ છે કે અંતઃકરણના અવાજને અનુસરવાનું તે નક્કી કરી દીધું છે.
હું તને એ સલાહ તો નહીં આપું કે તું આગળ-પાછળનો વિચાર કર્યા વિના કે બળાબળની વિચારણા કર્યા વિના કાળા ચોરનો પણ વિશ્વાસ કરવા લાગ પણ એટલું તો જરૂર કહીશ કે “આ જગતમાં કોઈ પણ વ્યક્તિવિશ્વાસ કરવાલાયક નથી” આવું માનસિક વલણ તો ક્યારેય ન બનાવી દેતો.
કારણ? મેક્સાવલીનો અર્થ છે રાજનીતિ જ્યારે મહાવીરનો અર્થ છે ધર્મનીતિ: રાજનીતિ રાજકારણમાં ચાલી જાય પણ જીવનવ્યવહાર તો ધર્મનીતિથી મઘમઘતો જ હોવો જોઈએ.
Page #77
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારા હાથમાં જો પથ્થર જ નથી, તો હું પ્રતિમાનું સર્જન કરી જ શકું શી રીતે ? મારી પાસે જો કોરો કાગળ જ નથી તો હું સુંદર ચિત્રનું સર્જન કરી શકું જ શી રીતે ? મારી પાસે જો સ્વસ્થ જીભ જ નથી તો હું પ્રભુની સ્તુતિઓ બોલી શકું જ શી રીતે ?
ટૂંકમાં, મારું મન એમ કહી રહ્યું છે કે સારું પરિણામ જો આપણે મેળવવું હોય તો આપણી પાસે સારી સામગ્રીઓ હોવી જ જોઈએ. આપ આ અંગે શું કહો છો ?
પ્રેમલ,
પથ્થર તો ગુંડાના હાથમાં પણ હોય છે પણ એના દ્વારા પ્રતિમાનું સર્જન નથી જ થતું એ તારા ખ્યાલમાં હશે જ. કોરો કાગળ તો વાસનાલંપટના હાથમાં પણ હોય છે પણ એના દ્વારા કોઈ સુંદર ચિત્રનું સર્જન નથી જ થતું એ તારી જાણમાં હશે જ. જીભ તો ગુંડા પાસે ય સ્વસ્થ હોય છે પણ એના મુખમાંથી સ્તુતિઓના શબ્દો નથી જ નીકળતા એ તારા ખ્યાલમાં હશે જ.
૩૭
Page #78
--------------------------------------------------------------------------
________________
અરે, ગુંડો પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડવામાં કરે છે. વાસનાલંપટ કોરા કાગળ પર વાસનાને ઉત્તેજિત કરતા શબ્દો ચીતરે છે. લબાડ જીભનો ઉપયોગ ગાળો બોલવામાં કરે છે.
આનો અર્થ ? આ જ કે સામગ્રી હાથમાં આવી જવા માત્રથી સારું પરિણામ મળી જાય છે એ મનની માન્યતામાં ઝાઝો દમ નથી. તો પછી સારું પરિણામ મેળવવા માટેનો વિકલ્પ કયો છે?
એનો જવાબ મેળવવા તારે જવું પડશે અંતઃકરણ પાસે. એની પાસે સ્પષ્ટ સમજ છે. પરિણામનો આધાર તમારી પાસે શું છે એના પર નથી; તમે શું છો, એના પર છે.'
સર્પને તમે દૂધ આપો છો. એનું રૂપાંતરણ એ ઝેરમાં કરી દે છે. ગાયને તમે ઘાસ આપો છો. એનું રૂપાંતરણ એ દૂધમાં કરી દે છે. લાયકને તમે અવળું આપો છો, એ સવળું કરી દે છે. નાલાયકને તમે સવળું આપો છો, એ અવળું કરી દે છે.
એટલું જ કહીશ તને કે મનની ચાલબાજીમાં તું ફસાતો નહીં. કારણ કે એ તને એમ જ સમજાવ્યા કરશે કે “સારો બની નથી શકતો કારણ કે મારી પાસે સારી સામગ્રી જ નથી. જ્યારે હકીકત એ છે કે તે તારી પાત્રતા વિકસિત કરી નથી અને એટલે તું સારો બની શક્યો નથી. સાવધાન!
Page #79
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આપ સંયમજીવન અંગીકાર કરી બેઠા છો એટલે અમારા સંસારની નગ્ન વાસ્તવિકતાનો આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ હકીકત એ છે કે આખો યુગ અત્યારે પ્રતિસ્પર્ધાનો ચાલી રહ્યો છે, આગળ વધીને કહું તો ઈર્ષ્યાનો યુગ ચાલી રહ્યો છે.
તમે તમારી રીતે ભલે આગળ વધી રહ્યા છો, તમારો હરીફ તમારા પગ ખેંચીને તમને પછાડી દેવા જાણે કે તૈયાર થઈને જ બેઠો છે. ગુંડાઓની દુનિયા માટે જેમ એમ કહેવાય છે કે તમારે જો મરવું નથી તો સામાને પતાવી દેવા તમે એના પર હુમલાઓ કરતા જ રહો. બસ, એ જ રીતે બજારના જગત માટે કહેવું હોય તો એમ કહી શકાય કે તમારે જો પડવું નથી તો બીજાને પછાડી દેવા તત્પર જ રહો. આ માહોલમાં કરવું શું?
વિમલ,
પડી ગયેલાને હાથ આપીને ઊભો કરવાના પક્ષમાં અંતઃકરણ હોય છે જ્યારે સીધા રસ્તે ચાલી રહેલાની ટાંગમાં ટાંગ ભિડાવી દઈને એને પછાડી દેવાના પક્ષમાં મન હોય છે.
૩૯
Page #80
--------------------------------------------------------------------------
________________
તેં પત્રમાં જે કાંઈ લખ્યું છે એ તો મનની માગ છે, અંતઃકરણની નહીં, અને યાદ કરાવી દઉં તને આ વાત કે મનની માગને આધીન બની જવા માટે તારે વધુ ને વધુ પશુતા તરફ ધકેલાતા જ રહેવું પડશે.
દુનિયા ચાહે કૂતરાની હોય કે ગધેડાની, ડુક્કરની હોય કે શિયાળની ત્યાં તને ભસવાની, કરડવાની, લાતો મારવાની કે આક્રમણો કરવાની ચેષ્ટાઓ સિવાય બીજું કશું ય લગભગ જોવા નહીં મળે. માનવના ખોળિયે પણ તું જો એ જ ચેષ્ટાઓ કરવા માગતો હોય અને તારી જાતને ‘પશુ’ પુરવાર કરવા માગતો હોય તો મારે તને કશું જ કહેવાનું રહેતું નથી.
પણ,
માનવના ખોળિયે તું જો દેવ બની જવા માગતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હાથ તું ભલે કોકને જ આપી શકે પણ પગ તો કોઈના ય ખેંચીશ નહીં. કારણ કે હાથ આપવા માટે પ્રોત્સાહિત કરતું અંતઃકરણ પ્રભુની પ્રશંસાનો વિષય બનતું હોય છે જ્યારે પગ ખેંચવા માટે પ્રોત્સાહિત કરતું મન તો સજ્જનોના જગતમાં થૂ થૂ જ થતું હોય છે.
સાવધાન!
८०
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૧
મહારાજ સાહેબ,
સોનાને કસોટીના પથ્થર સાથે ચકાસીને જો ખરીદવામાં આવે છે તો થાપ ખાવાની શક્યતા ઓછી રહે છે એવું મેં ક્યાંક વાંચ્યું હતું. મારી પાસે સોનું ખરીદી શકું એવી સંપત્તિની શ્રીમંતાઈ ભલે નથી, પણ બુદ્ધિની શ્રીમંતાઈ મારી પાસે સારી એવી છે અને એટલે જ હું કોઈ પણ વાતનો સ્વીકાર કરતા પહેલાં એને તર્કની એરણ પર ચડાવી દઉં છું. જો ત્યાં એ વાત સાચી પુરવાર થાય છે તો જ હું એનો સ્વીકાર કરું છું અન્યથા એ વાતને નકારી દઉં છું.
આપ નહીં માનો પણ મારી આ પડી ગયેલ આદતના કારણે હું જો પરિચિતો વચ્ચે જાઉં છું તો ત્યાં મને “આ
તર્કશાસ્ત્રી આવ્યો’ એમ કહીને આવકાર મળે છે.
પૂછવું તો મારે આપને એ છે કે મારી આ આદત મારા જીવનમાં આગળ વધવામાં મારા માટે જોખમી તો નહીં બની રહે ને ?
શ્યામલ,
સુવર્ણની પરીક્ષા માટે કસોટીનો પથ્થર બરાબર છે પણ તું જો પુષ્પની સુવાસ અનુભવવા માગે છે અને એ માટે પુષ્પની પરીક્ષા કરવા માગે છે તો ત્યાં તો કસોટીનો પથ્થર માત્ર નકામો જ નથી, પુષ્પ માટે ઘાતક પણ છે.
૮૧
Page #82
--------------------------------------------------------------------------
________________
તર્કનો માર્ગખોટો જ છે કે ખરાબ જ છે એવું તો હું તને નહીં કહું પણ તથ્ય સુધી પહોંચવા માટે એ જ માર્ગ સાચો છે કે સારો છે એ પણ હું તને નહીં કહું.
દોરડું ખાલી ઘડાને કૂવાના પાણી સુધી લઈ જાય છે જરૂર પરંતુ એ ખાલી ઘડો પાણીથી ભરાઈ જાય છે જ્યારે ? પાણી સામે ઝૂકી જાય છે ત્યારે ! હાથમાં પકડેલ દોરડા પરની પકડ ઢીલી કરવામાં આવે છે ત્યારે !
ગુજરાતીમાં એક કહેવત છે ને કે તમારે જો રોટલા સાથે જ નિસ્બત છે તો ટપટપની ચર્ચામાં પડવાની લાંબી જરૂર નથી. મારે તને આ જ વાત કહેવી છે. તું જે અંતઃકરણને પ્રિય એવા તથ્ય સુધી પહોંચવા માગે છે તો મનને પ્રિય એવા તર્કના રુક્ષ રસ્તા પર જ ચાલતા રહેવાની તારે જરૂર નથી. બાકી, તને તારી બુદ્ધિનો બહુ ફાંકો હોય તો રાતના સૂઈ ગયા પછી તને સવારે ઉઠાડે છે કોણ? એનો તર્કબદ્ધ જવાબ શોધી લાવ!
Page #83
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
અપેક્ષા હોય છે ગાડીની અને ખરીદી શકું છું સ્કૂટર. મન કહે છે રહેવું જોઈએ તો બંગલામાં જ અને મજબૂરીથી રહેવું પડે છે ફલૅટમાં. ઇચ્છા છે, વરસદા'ડે એક કરોડનું ટર્નઓવર તો થવું જ જોઈએ અને માત્ર પચીસ લાખના ટર્નઓવરમાં જ સંતોષ માનવો પડે છે.
આપ કહો છો, ચોવીસેય કલાક પ્રસન્ન જ રહેવું જોઈએ પણ મન મારું એમ કહે છે કે આપણે જે ઇચ્છતા હોઈએ અને આપણે જેને ચાહતા હોઈએ એ મળે તો જ પ્રસન્નતા ટકી રહે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ પ્રસન્નતા ટકાવવાનો છે ખરો? આપની પાસે એ અંગેનું સમાધાન ઇચ્છું છું.
યશ,
ગૅસના ચૂલા પર સતત ઊકળી રહેલ પાણીમાં તને સ્પષ્ટ પ્રતિબિંબ નિહાળવામાં જો સફળતા મળે તો મનના માધ્યમે પ્રસન્નતા અનુભવતા રહેવામાં તને સફળતા મળે.
એક પ્રશ્ન પૂછું તને? તારું મન એમ કહે છે કે “મીઠાઈની આખી દુકાન જ મને મળી જવી જોઈએ.’ એટલા પૈસા તારી
Page #84
--------------------------------------------------------------------------
________________
પાસે છે ખરા? તારું મન એમ કહે છે કે “જેટલી મીઠાઈ હું ખરીદી શકું તેમ છું એ બધી જ મીઠાઈ મારે પેટમાં પધરાવી દેવી છે.” તારી હોજરી એટલી મજબૂત છે ખરી? જો ના, તો આનો અર્થ તો આ જ ને કે તારે પ્રસન્નતાના નામનું નાહી જ નાખવાનું રહે !
ના. પ્રસન્નતા અનુભવી શકાય છે, પરંતુ એક અલગ રીતે. “જે ચાહતા હોઈએ એ મળી જાય તો જ પ્રસન્નતા' આ ગણિતમાં ભલે મનને રસ છે; પરંતુ અંતઃકરણને તો “જે મળી જાય એને ચાહવા લાગીએ એટલે પ્રસન્નતા જ પ્રસન્નતા.' આ ગણિતમાં રસ છે.
| મન કહે છે, મીઠાઈ મળે તો જ પ્રસન્નતા પણ અંતઃકરણ કહે છે, રોટલો મળી ગયો છે ને? બસ, પ્રસન્નતા જ પ્રસનતા છે. વાંચી છે તે અંગ્રેજીની આ પંક્તિ? WHEN WE HAVE NOT WHAT WE LIKE, THAN WE MUST LIKE WHAT WE HAVE.
એટલું જ કહીશ કે મનની સલાહના માર્ગે પ્રસન્નતા ક્યારેય નથી અને અંતઃકરણની સલાહના માર્ગે પ્રસન્નતા અત્યારે જ છે. કયા માર્ગે કદમ માંડવા એનો નિર્ણય તારે કરવાનો છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
નદી જો કિનારાનાં બંધનમાં હોય છે અને ખેતર જો વાડના બંધનમાં હોય છે, ઝવેરાત જો તિજોરીના બંધનમાં હોય છે અને સિંહ જો પિંજરના બંધનમાં હોય છે, હાથી જો સાંકળના બંધનમાં હોય છે અને કૂતરો જો પટ્ટાના બંધનમાં હોય છે તો મને એમ લાગે છે કે આપણે વ્યક્તિઓ પર જાતજાતનાં બંધનો મૂકી જ દેવા જોઈએ.
પછી એ વ્યક્તિ તરીકે પુત્ર હોય કે પત્ની હોય, નોકર હોય કે ઘરાક હોય, ભૈયો હોય કે ફેરિયો હોય, દલાલ હોય કે વેપારી હોય. ટૂંકમાં આપણને જેનાથી પણ નુકસાન થવાની સંભાવના દેખાતી હોય, એ તમામ પર ચોક્કસ પ્રકારના બંધનો આપણે ઠોકી જ દેવા જોઈએ એમ મારું મન કહે છે. આપ આ અંગે શું કહો છો?
તૈજસ,
દરેક પ્રકારની સ્વતંત્રતા જેમ નુકસાનકારી હોતી નથી તેમ દરેક પ્રકારનાં બંધનો લાભકારી પણ હોતા નથી એ તારે સતત યાદ રાખવાની જરૂર છે. નદીને કિનારાનું બંધન તો બરાબર છે પણ નળ પર તાળાનું બંધન ? પાળેલા કૂતરાને તો સ્વતંત્રતા બરાબર છે પણ હડકાયા કૂતરાને સ્વતંત્રતા ?
Page #86
--------------------------------------------------------------------------
________________
તેં પોતે પત્રમાં મને જે-જે વ્યક્તિઓ પર બંધનો ઠોકી બેસાડવાની વાત લખી છે એ પરથી તો મને એમ લાગે છે કે વ્યક્તિઓની ભૂલ હોય કે ન હોય, તું એ સહુના સ્વતંત્રતાના દરવાજા પર તાળું લગાવી દેવાના ખ્યાલમાં રાચી રહ્યો છે.
હું તને યાદ કરાવવા માગું છું કે સ્વચ્છંદતાના દરવાજા પર તાળું લગાડી દેવાની વાત તો શોભાસ્પદ બને છે; પરંતુ સ્વતંત્રતાના દરવાજા પર તાળું લગાવી દેવાની વાત તો હાસ્યાસ્પદ બને છે, પણ મને એમ લાગે છે કે તારા મન પર માલિકીભાવનો નશો છવાઈ ગયો છે અને એ હિસાબે જ તું બધાયની સ્વતંત્રતા પર તાળાંઓ લગાવી દેવાનો બકવાસ કરવા લાગ્યો છે.
ભલતો નહીં આ વાત કે જેઓએ ‘તાળાં' બની જઈને અન્યોનાં જીવનોને વિકસવા નથી દીધાં કે કચડી નાખ્યાં છે તેઓનાં નામ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયા છે, જેઓએ ‘ચાવી’ બની જઈને અન્યોનાં જીવનોને વિકસવાનાં મેદાનો આપી દીધા છે તેઓનાં નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયા છે.
એટલું જ કહીશ કે “તાળું બની જવા ઉત્સુક મનને વજન આપવાને બદલે “ચાવી’ બની જવા તૈયાર અંતઃકરણને તું કામે લગાડી દે. ફાવી જઈશ.
Page #87
--------------------------------------------------------------------------
________________
sy
મહારાજ સાહેબ,
હું મારી માન્યતામાં સાચો છું કે નહીં એની મને ખબર નથી પણ હમણાં હમણાં છેલ્લા કેટલાક સમયથી મારા મનનો કબજો એક વિચારે લઈ લીધો છે અને એ વિચાર આ છે કે મારી સાથે જે પણ વ્યક્તિ જાણી જોઈને ગલત વ્યવહાર આચરે, એ વ્યક્તિ વારંવાર એવો વ્યવહાર આચરવા ન લાગે એ ખ્યાલે એને એના એ ગલત વ્યવહાર બદલ સજા કરતા જ રહેવું જોઈએ.
મેં ક્યાંક વાંચ્યું હતું કે રોગ, દેવું, આગ અને દુશ્મન આ ચાર નાનાં હોય તો ય એને નાનાં ન માનતા, ઊગતાં જ ડામી દેવા. જો એ બાબતમાં તમે ઊણાં ઊતર્યા તો શક્ય છે કે તમારે સંપત્તિથી યાવત્ ક્યારેક જાનથી પણ હાથ ધોઈ નાખવા પડે.
જાણવું તો મારે એ છે કે ‘થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ' નો મારો અભિગમ બરાબર તો છે ને ? અંકુર,
મને બરાબર ખ્યાલ છે કે કૂતરો તારી સામે ભસતો હોય છે તો તું પણ એની સામે ભસવા નથી જ લાગતો. દારૂડિયો
૮૭
Page #88
--------------------------------------------------------------------------
________________
તને ગાળો આપવા લાગે છે તો તું પણ એને ગાળો નથી જ આપવા લાગતો. અરે, તારો જિગરજાન મિત્ર ક્યારેક તારું અપમાન કરી પણ બેસે છે તો તું પણ એનું અપમાન નથી જ કરવા લાગતો.
આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે “થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ” ના અભિગમનો તારા ખુદના જીવનમાં પણ અમલ નથી.
વાત રહી હવે ગલત વ્યવહાર આચરનાર પ્રત્યેના વ્યવહારની. તને એટલું જ કહીશ કે મન હંમેશાં સજાનું હિમાયતી જ જો રહે છે તો અંતઃકરણ હંમેશાં ક્ષમાના પક્ષમાં જ હોય છે.
હું તને જ પૂછું છું. ગલત વ્યવહાર આચરનારને સજા જ કરવી જોઈએ એવો જો તારો નિર્ણય હોય તો એ ગલત વ્યવહાર આચરનાર તારીખુદની પત્ની, પુત્રી કે પુત્રહશે તો શું તું એમને પણ સજા જ કરતો રહીશ? હરગિજ નહીં. હા, કદાચ તારે ભાવિની સુરક્ષા ખાતર કોકને સજા કરવી પણ પડે તો ય ત્યાં હાથ મારે ત્યારે હૈયું રડે’ એ અભિગમને જ અપનાવજે. તારા હૃદયની કોમળતા સુરક્ષિત રહી જશે.
Page #89
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ક્ષેત્ર ચાહે અધ્યાત્મનું હોય છે કે સંસારનું હોય છે, સફળતાના શિખરે બિરાજમાન કોઈ પણ વ્યક્તિને હું જોઉં છું અને મારા મનમાં ગલગલિયાં થવા માંડે છે, હું પણ શા માટે આ જગાએ પહોંચી શકું?' પણ દુઃખ સાથે કહેવાદો મને કે આજ સુધીમાં એક પણ ક્ષેત્રમાં એ જગાએ પહોંચવામાં સફળ નથી બની શક્યો.
વાંચ્યું તો મેં એ છે કે “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન જાણવું તો મારે એ છે કે હંમેશાં ઊંચા પરિણામની જ અપેક્ષા મેં રાખી છે છતાં એ અપેક્ષાને હું ફળીભૂત કેમ નથી બનાવી શક્યો ?
પુષ્પ,
વ્યવહારનો એક સામાન્ય કાયદો આ છે કે કાર્ય તમે કરી શકતા નથી માત્ર કારણને હાજર કરો છો અને કાર્ય સંપન્ન થઈ જાય છે. આજ સુધીમાં એક પણ માળીને વૃક્ષ પર ફળો ઊગાડવામાં સફળતા મળી નથી. હા, વૃક્ષને એણે ખાતર આપ્યું છે, પાણી પાયું છે, તડકા ખવડાવ્યા છે અને વૃક્ષ પર ફળો ઊગી ગયા છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
આનો અર્થ? આ જ કે તમે જો સુંદર પરિણામને ઝંખો છો તો તમે એ પરિણામ તરફ લઈ જતી પ્રક્રિયાને આરંભી દો. તમે જો કાર્યને સંપન્ન થઈ ગયેલું જોવા ઇચ્છો છો તો એ કાર્ય માટે જરૂરી કારણોને હાજર કરી દો. તમને સફળતા મળી જ સમજો.
તું આજ સુધીમાં એક પણ ક્ષેત્રમાં જો સફળ નથી બની શક્યો તો એની પાછળનું કારણ આ જ રહ્યું હશે. પરિણામનું ભારે આકર્ષણ પણ પ્રક્રિયાની ધરાર ઉપેક્ષા!
હા, મનનો આ જ તો સ્વભાવ છે. લૉટરીની ટિકિટ લેવા એ એક રૂપિયો ખરચવા તૈયાર નથી અને એક કરોડના ઈનામની અપેક્ષા રાખીને બેસે છે. પ્રક્રિયાના માર્ગ પર કદમ માંડવા એ ગલ્લાં-તલ્લાં કરતું રહે છે અને સુંદર પરિણામ ન મળતાં એ હતાશ થઈ જાય છે.
યાદ રાખજે તું આ વાત કે મન પરિણામપ્રેમી છે જ્યારે અંતઃકરણ પ્રક્રિયાપ્રેમી છે. તું જો સુંદર પરિણામને ઝંખી રહ્યો છે તો એ પરિણામ તરફ દોરી જતી પ્રક્રિયાને પ્રારંભી દે. માળી પાણી મૂળને પાય છે અને ફળ વૃક્ષ પર આવે છે એ તારા ખ્યાલમાં હશે જ.
Page #91
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારો પોતાનો વિશ્વાસ ક્રાન્તિમાં છે. તંદુરસ્તી ટકાવી રાખવાના તમે લાખ પ્રયાસો કરો પણ વાતાવરણ જો પ્રદૂષણથી જ વ્યાપ્ત છે તો તમને તંદુરસ્તી ટકાવી રાખવામાં સફળતા ન જ મળે.
પવિત્રતા ટકાવી રાખવાના તમારા મનના અરમાનો ભલે ને આસમાનને આંબી રહ્યા છે, પણ વાતાવરણમાંવિલાસ સિવાય જો બીજું કાંઈ જ નથી તો પવિત્રતા ટકાવી રાખવાના તમારા અરમાનોની સ્મશાનયાત્રા નીકળીને જ રહેવાની છે.
બુદ્ધિ ભલે ને તમારી જોરદાર છે અને પુરુષાર્થ પણ ભલે ને તમારો પ્રચંડ છે પણ બજારમાં જો માહોલ જ મંદીનો છે તો પૈસા કમાવામાં તમને સફળતા નથી જ મળવાની.
ટૂંકમાં, પરિસ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન કરી દીધા વિના જીવનનું, સમાજનું કે રાષ્ટ્રનું ઠેકાણું પડવાનું નથી. અને એ માટે ક્રાન્તિ એ જ એક માત્ર વિકલ્પ છે એમ હું માનું છું. આપ શું કહો છો ?
સ્નેહલ, આખા રસ્તા પર કાંટાઓ જ વેરાયેલા હોય ત્યારે રસ્તા પરના એ કાંટાઓ દૂર કરી દેવાના પ્રયાસોમાં લાગી જવાને
Page #92
--------------------------------------------------------------------------
________________
બદલે આપણા પોતાના પગમાં બૂટ પહેરી લેવાના પ્રયાસોમાં લાગી જવામાં સફળતા મળવાની તો સંભાવના છે જ પણ સાથોસાથ પગને સલામત રાખી દેવાની પણ સંભાવના છે.
હા, ‘ક્રાન્તિ’ શબ્દ આમ તો બહુ સરસ છે. મનને ગમે તેવો છે પણ દુનિયામાં કોઈ એક જગાએ પણ ક્રાન્તિ સફળ થઈ હોય એવું તે સાંભળ્યું છે ખરું?
શું કહું તને? અનંત તીર્થકર ભગવંતો આ જગતમાં પધારીને મોક્ષમાં પધારીગયા. જગતને સુધારવામાં કે જગતના જીવોને સુધારી દેવામાં એમને સફળતા મળી નથી. તને મળી જશે?
બાકી, સાચું કહું ને તો ક્રાન્તિ એ તો મનની એક જાતની ચળ છે કે જેના દ્વારા મન પોતાનો અહં પુષ્ટ કરવા માગે છે. બાકી તું જો સાચે જ તારા જીવનને સલામત અને મનને સ્વસ્થ રાખવા માગે છે તો તારે અંતઃકરણને પ્રિય એવા સંક્રાન્તિના માર્ગ પર કદમ મૂકી દેવાની જરૂર છે. પરિસ્થિતિ બદલી નાખવાની ક્રાન્તિમાં સફળતા છે જ નહીં. મનઃસ્થિતિ બદલી નાખવાની સંક્રાન્તિમાં નિષ્ફળતા નથી.
Page #93
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આવતી કાલનો વિચાર કરું છું અને મન થથરી જાય છે. એક બાજુ મોઘવારી માઝા મૂકી રહી છે, બીજી બાજુ જરૂરિયાતો વધી ગઈ છે તો ત્રીજી બાજુ આવક વધવાનું નામ નથી લેતી.
જિંદગી જો આમ જ ચાલી તો આવતીકાલ આવશે કેવી? આચિંતામાં નેચિંતામાં મારી રાતની ઊંઘ ઊડી જાય છે. ભૂખ લગભગ મરી પરવારી છે અને શાંતિના નામનું તો ક્યારનું ય નાહી નાખ્યું છે.
આપ સાધુ બની ગયા છો એટલે આપ ભલે ચોવીસેય કલાક નિશ્ચિંત રહી શકતા હશો; પરંતુ અમ સંસારીઓની હાલત તો એવી કફોડી છે કે ક્યારેક તો આપઘાત કરી દઈને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવી જાય છે. આપ આ અંગે કંઈક માર્ગદર્શન આપી શકશો?
કાશ્યપ,
એક વાત તો હું તને ખાસ યાદ કરાવવા માગું છું કે ચિંતા આવતી કાલનાં દુઃખોને ઓછી તો નથી કરતી; પરંતુ આજની શક્તિને, શાંતિને અને મસ્તીને પણ ખતમ કરી નાખે છે. હું તને જ પૂછું છું. આવો ખોટનો સોદો કરવાની કોઈ જરૂર ખરી?
Page #94
--------------------------------------------------------------------------
________________
તું કદાચ કહીશ કે પરિસ્થિતિ જ એવી છે કે હું ચિંતા કરવા ન પણ માગું તોય ચિંતા થઈ જ જાય છે તો મારી તને ખાસ સલાહ છે કે મનના ચિંતા કરતા રહેવાના સ્વભાવ પ્રત્યે આંખમીંચામણાં કરતા રહીને અંતઃકરણના ચિંતના કરતા રહેવાના સ્વભાવને તું અમલી બનાવતો જા.
ચિંતા છે, સૂર્યની આડે આવી જતા વાદળ જેવી. સૂર્યને જોવા જ નથી દેતી જ્યારે ચિંતન છે, વાદળવિહીન આકાશ જેવી, સૂર્યદર્શન સીધું જ થઈ શકે છે.
કબૂલ, આજની પરિસ્થિતિ તે જણાવ્યા મુજબની વિષમ છે જ; પરંતુ કેવળ ચિંતા કરતા જ રહેવાથી તો એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હશે તો ય તું જોઈ નહીં શકે જ્યારે ચિંતનના માર્ગે કદમ માંડવાથી કમસે કમ એ રસ્તાનાં દર્શન તો તું કરી જ શકીશ. અને રસ્તો દેખાશે તો તું આ પરિસ્થિતિમાંથી અલ્પાંશ બહાર પણ આવી શકીશ.
સંદેશ સ્પષ્ટ છે. ચિંતા કહે છે, “શું થશે?” ચિંતન કરે છે “શું થઈ શકે તેમ છે?” બંને વચ્ચે આસમાન-જમીન જેટલો તફાવત છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
હમણાં હમણાં કોણ જાણે કેમ પણ મારા મનની રુચિ બિલકુલ જ બદલાઈ ગઈ છે. સામાન્ય ગરમ ચા મને ફાવતી નથી, ચા ગરમાગરમ જ જોઈએ. ફરસાણ માત્ર સ્વાદિષ્ટ હોય એટલું જ પર્યાપ્ત નથી, તીખું તમતું હોય તો જ જામે છે. સુગમ સંગીત સાંભળતા તો મને ઊંઘ જ આવી જાય છે, પોપ સંગીત સાંભળવા મળે છે તો જ મજા આવે છે.
આપ ખોટું ન લગાડશો પણ હકીકત એ છે કે આંગી વિનાના પ્રભુ પ્રતિમાનાં દર્શન પણ મને જામતા નથી. લાખેણી આંગી રચી હોય તો જ મન એ દર્શનમાં પ્રસન્નતા અનુભવે છે અને મુનિ ભગવંતોનાં ઠંડાં પ્રવચનો પણ મનને જામતા નથી. પ્રવચનો આગ ઝરતાં હોય તો જ મજા આવે છે.
જાણવું તો મારે એ છે કે મનની આ બદલાયેલી રૂચિ મારા જીવન માટે જોખમી તો નથી ને? કયવન, મનને મસ્ત રાખવા માટે જેને સતત વિશિષ્ટ જ જોઈતું હોય છે એના મનની મસ્તી જોખમમાં આવીને જ રહે છે
Page #96
--------------------------------------------------------------------------
________________
કારણ કે કોઈ પણ વ્યક્તિને રોજેરોજ એકએકથી ચડિયાતું વિશિષ્ટ તો નથી જ મળતું. જ્યાં પણ આજનું મળેલ વિશિષ્ટ, ગઈકાલે મળેલ વિશિષ્ટ કરતાં નબળું હોવાનું અનુભવાય છે ત્યાં મનની મસ્તીનું બાષ્પીભવન થઈને જ રહે છે.
એક વાત તને કહું?
મનને ભલે ઉત્તેજના જ ફાવે છે પરંતુ અંતઃકરણની પસંદગી તો કાયમ માટે પ્રશાંતતા જ રહી છે. મનને ભલે હિંમેશાં વિશિષ્ટનું આકર્ષણ જ રહ્યું છે; પરંતુ અંતઃકરણને તો સામાન્ય જ પસંદ રહ્યું છે.
તું જો તારા જીવનમાં સ્વસ્થતા અનુભવવા માગે છે અને મનની પ્રસન્નતાને સદા હાથવગી જ રાખવા માગે છે તો ઉત્તેજિત જ બન્યા રહેવાની મનની માગની ઉપેક્ષા કરવાની તાકાત કેળવીને જ રહે. જો એમાં તું નબળો પડ્યો તો યાદ રાખજે કે સ્વસ્થતા અને પ્રસન્નતા તારા શબ્દકોશના વિષય જ બન્યા રહેશે એ તો ઠીક પણ મોત સમયે પણ તારું મન કદાચ વિશિષ્ટ રીતે - શીર્ષાસન કરતાં કરતાં - મરવાની વાત કરીને તારી અંતિમ વિદાય પણ બગાડી નાખશે. સાવધાન!
Page #97
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ક્યાંક મારા વાંચવામાં આવ્યું હતું કે “તમે લાખ પ્રયાસ કરો. તમારી આજુબાજુવાળાનાં દિલને ઠારતા રહેવાના પ્રયાસોમાં તમને સફળતા તો નહીં જ મળે પણ એવા પ્રયાસોમાં મળતી નિષ્ફળતા તમારા દિલને બાળતી રહેશે.
અને સાચું કહું તો આટલાં વરસોનો મારો અનુભવ આ જ રહ્યો છે. સ્વજનો-પરિચિતો અને મિત્રો, આ બધા નજીકવાળા જ ગણાય ને? એ સહુનાં દિલને પ્રસન્ન રાખવા મેં મારી જાત ઘસી નાખી છે પણ કહેવા દો મને કે બદલામાં મને હતાશા અને ઉદ્વિગ્નતા સિવાય બીજું કશું જ મળ્યું નથી.
વારંવારના આવા કટુ અનુભવો પછી મેં નક્કી કરી દીધું છે કે એ સહુને ઠરવું હોય તો કરે અને બળવું હોય તો બળે, આપણે આપણી રીતે જ જીવો. આખરે આપણી જિંદગી આપણા માટે છે. બીજાઓ માટે નથી. આપ આ અંગે શું કહો છો?
કર્તવ્ય,
કાંટો પગમાં વાગે છે પણ આંસુ આંખમાં આવે છે અને મન હાથને પગમાં પેસી ગયેલા કાંટાને કાઢી નાખવા પ્રોત્સાહિત કરે છે એ તો તારા ખ્યાલમાં હશે જ. કારણ? પગ, હાથ, આંખ અને મન એ બધા ભલે અલગ અલગ
Page #98
--------------------------------------------------------------------------
________________
અવયવો છે; પરંતુ આખરે તો એક શરીરને જ બંધાયેલા છે.
જો આટલી સીધી-સાદી વાત તું જીવોની બાબતમાં અને એમાંય ખાસ કરીને પરિચિતોની બાબતમાં સમજી ગયો હોત ને, તો પરિચિતોની ઉપેક્ષા કરતા રહેવાનો વ્યવહાર દાખવવાનું શરૂ કરી દીધું છે એ ન કર્યું હોત.
એક વાત તું ખાસ સમજી રાખજે કે આજુબાજુવાળાનાં દિલને ઠારતા રહેવાના પ્રયાસોમાં ભલે સફળતા નહીં મળતી હોય પણ રેઢિયાળ વ્યવહાર દ્વારા આજુબાજુવાળાનાં દિલને બાળતા રહ્યા બાદ ખુદના દિલને ઠારતા રહેવામાં સફળતા નથી મળતી એ પણ એક નગ્ન સત્ય છે.
હું તો સ્પષ્ટ માનું છું કે મનને રમશાન જ જાણે છે કે જ્યાં સહુને બાળતા જ રહેવાનું હોય છે જ્યારે અંતઃકરણને મંદિર જ જામતું હોય છે કે જ્યાં સહુને ઠારવાનું જ હોય છે. તારી પાસે જીવન માનવનું છે, અને તે પસંદગીસ્મશાન પર ઉતારી બેઠો હોય એ શું ચાલે?
Page #99
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
મારા પુણ્યનો મને ખ્યાલ છે અને એટલે જ હું મનમાં કોઈ મોટા અરમાનો સંઘરીને નથી બેઠો પણ એટલો આગ્રહ તો મારો ચોક્કસ હોય જ છે કે ચીજ ભલે નાની હોય પણ એ એકદમ વ્યવસ્થિત તો હોવી જ જોઈએ.
ચા આખા દિવસમાં હું એક જ વાર લઉં છું અને એ ઠંડી હોય તો શેં ચાલે ? નવાં કપડાં મારે ક્યારેક જ પહેરવાનાં હોય છે અને એ ઇસ્ત્રી કર્યા વિનાનાં હોય એ શું ચાલે ? સત્કાર્ય આપણે ક્યારેક તો કરતા હોઈએ અને કદરના બે શબ્દો પણ સાંભળવા ન મળે એ શું ચાલે ?
ટૂંકમાં, મન મારું એમ કહે છે કે જગતની દૃષ્ટિએ જે ચીજોની કે પ્રસંગોની ગણના ભલે ‘તુચ્છ’ માં થતી હોય પણ આપણી પાસે એ ચીજો અપ-ટુ-ડેટ જ હોવી જોઈએ અને એ પ્રસંગો સારી રીતે જ ઊજવાવા જોઈએ. આ અંગે આપ શું કહો છો ?
વૈભવ,
તને એક વાતનો કદાચ ખ્યાલ નહીં હોય કે માણસની કક્ષા એની પાસે શું છે એના આધારે નક્કી નથી થતી પણ એની પસંદગી શું છે એના આધારે નક્કી થાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
તે તારા પત્રમાં લખ્યું ભલે નથી પણ હું અનુમાન કરી શકું છું કે તારા આનંદની કક્ષા તુચ્છ જ હશે તો તારી પીડાની કક્ષા પણ તુચ્છ જ હશે. ચા ગરમ તો આનંદ અને ચા ઠંડી તો પીડા!પ્રશંસાના બે શબ્દો સાંભળવા મળ્યા તો આનંદ અને નિંદાના બે શબ્દો સાંભળવા મળ્યા તો પીડા! રાતના ઘસઘસાટ ઊંઘ આવી ગઈ તો આનંદ અને ઊંઘ થોડીક બગડી તો પીડા!
તને એટલું જ કહીશ કે મનની પસંદગી કાયમ તુચ્છ'ની જ રહી છે અને અંતઃકરણની પસંદગી કાયમ ‘ઉત્તમ”ની જ રહી છે. તે પોતે જો તારી કક્ષા ઊંચકવા માગે છે તો તારે મનની પસંદગી પર ચોકડી લગાવી દેવાનું સત્ત્વ દાખવવું જ
રહ્યું.
શું કહું તને?
નિત્ય મળતા ભોગોમાં જે પાગલ બને છે એની કક્ષા “અધમ’ છે, કવચિત્ મળતા ભોગોમાં જે પાગલ બને છે એની કક્ષા “મધ્યમ’ છે; પરંતુ ભોગોના ત્યાગનું સત્ત્વ જે દાખવી શકે છે એની કક્ષા તો “ઉત્તમ’ છે. ઇચ્છું છું, તું કમ સે કમ “અધમ' કક્ષામાંથી તો બહાર નીકળી જ જા.
100
Page #101
--------------------------------------------------------------------------
________________
લાભ અને હાનિ વચ્ચેનો સંઘર્ષ શક્ય એટલો વહેલો સમાપ્ત થઈ જવો જોઈએ, જય અને પરાજય વચ્ચેનો સંઘર્ષ પણ જેટલો વહેલો સમાપ્ત થઈ જાય એટલું જગતના હિતમાં છે, પણ પતનપ્રેમી મન અને ઉત્થાનપ્રેમી અંતઃકરણ વચ્ચેનો સંઘર્ષ તો જીવનભર ચાલુ રહેવો જોઈએ. કારણ કે એ સંઘર્ષમાં જ આત્મકલ્યાણનાં બીજ ધરબાયેલાં છે. કેવો છે એ સંઘર્ષ? આ પુસ્તક હાથમાં લો. સંખ્યાબંધ યુક્તિઓ જાણવા મળશે. વંદનીય સંઘર્ષ
Page #102
--------------------------------------------------------------------------
________________ તો બચવાની સંભાવના છે... ‘સંઘર્ષ' આ શબ્દ કાને પડતાં જ આપણી આંખ સામે યુદ્ધનું, હિંસાનું, આક્રોશનું કે બોલાચાલીનું કોક દશ્ય આવી જાય અને આપણે મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગીએ કે “હે પ્રભુ ! વહેલી તકે આ સંઘર્ષ પર પૂર્ણવિરામ મુકાઈ જાય એવું કાંક આપ કરો’ પણ એક મસ્ત સંઘર્ષ છે મન અને અંતઃકરણ વચ્ચેનો, પ્રેમ અને શ્રેય વચ્ચેનો, પતન અને ઉત્થાન વચ્ચેનો, સુખ અને હિત વચ્ચેનો. એ આપણી અંદર જ ઉત્પન્ન થાય છે અને જ્યાં સુધી એ સંઘર્ષ ચાલુ રહે છે ત્યાં સુધી આપણાં વિકાસની, ઉત્થાનની અને હિતની તમામ સંભાવનાઓ ખુલ્લી રહે છે. હા, આ સંઘર્ષમાં અંતઃકરણ જો વિજેતા બને છે તો આત્મા ન્યાલ થઈ જાય છે, પણ મન જો વિજેતા બને છે તો આત્મા બેહાલ થઈ જાય છે. પ્રશ્ન એ છે કે જ્યાં પણ શુભની તક આવે છે કે અશુભનું પ્રલોભન આવે છે ત્યાં આપણાં મન અને અંતઃકરણ વચ્ચે કોઈ સંઘર્ષ થાય છે ખરો કે નહીં ? જો સંઘર્ષ થતો હોય તો આપણાં આત્મહિતને અકબંધ રાખવામાં આપણને સફળતા મળે એવી પૂરી સંભાવના છે. પણ સંઘર્ષ જો થતો જ નથી અને મનની શરણાગતિ આપણે સ્વીકારી લઈએ છીએ તો આપણાં આત્મહિત પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય છે. અહીં મન અને અંતઃકરણની અલગ અલગ પ૦ વિશેષતાઓ પર મારા મંદ ક્ષયોપશમાનુસાર મેં પ્રકાશ પાથર્યો છે. એક જ ઇચ્છા છે. સહુ પોતાનાં મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દઈને પ્રાપ્ત માનવજીવનને સાર્થક કરીને જ રહે. પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થઈ ગયું હોય તો હું એનું ત્રિવિધે ત્રિવિધ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ