________________
મહારાજ સાહેબ,
એક વિકટ સમસ્યા મારા જીવનમાં સર્જાઈ છે. આપણે જૂઠનો આગ્રહ રાખતા હોઈએ અને એના કારણે અપ્રિય બનતા હોઈએ એ વાત તો મગજમાં બેસે છે પણ મારી બાબતમાં હમણાં હમણાં સાવ વિપરીત બનવા લાગ્યું છે. હું સાચાનો આગ્રહ રાખું છું, જે હોય તે અને સામી વ્યક્તિ જેવી હોય તેવી, હું રજૂ કરી દઉં છું, સહુને મોઢામોઢ સંભળાવી દઉં છું અને માર ખાઈ રહ્યો છું!
જાણવું તો મારે એ છે કે જૂઠ બોલનારની જેમ શું સત્ય બોલનાર પણ અપ્રિય અને તિરસ્કૃત બનતો હશે! જો હા, તો કારણ શું હશે એની પાછળ?
શ્રેયસ,
તને ખ્યાલ ન હોય તો જણાવું કે સાચું પણ જે સારું ન હોય, સારી અસર ઉપજાવનારું ન હોય, સારું પરિણામ લાવનારું ન હોય તો એના ઉચ્ચારણની આપણે ત્યાં મનાઈ છે.
તારા ઘરમાં સંડાસ છે એ વાત સાચી પણ તારું ઘર બહારથી કોઈ જોવા આવે તો એને તું સંડાસખોલીને દેખાડતો તો