________________
ન જ રહે ને? અરે, તારી આંખ સામે જ તે ગલીમાં દાખલ થઈ ગયેલા છોકરાને જોયો છે અને એની પાછળ હાથમાં ખુલ્લો છરો લઈને આવેલ ગુંડો તને એ છોકરો કઈ બાજુ ગયો છે એ પૂછી રહ્યો છે, તું એ ગુંડાને સાચો જવાબ તો નહીં જ આપે ને?
બાકી એક વાત તને કહું?
સાચું બોલવા છતાં પણ તું જો અપ્રિય બની રહ્યો છે અને સહુથી તિરસ્કૃત થઈ રહ્યો છે તો એની પાછળ એક જ કારણ હશે, તારા સત્યોચ્ચારણમાં ડંખ હશે, તારી સાચી રજૂઆતમાં સામાને ઉતારી પાડવાની ચેષ્ટા હશે, સામા પ્રત્યેના તિરસ્કારનો ભાવ હશે, તારા ખુદના અહંને પુષ્ટ કરવાની બાલિશતા હશે. એ સિવાય આ દુઃખદ સ્થિતિ તારા માટે સર્જાય જ નહીં.
હા, એક વાત તો નિશ્ચિત છે કે “સાચા' નો આગ્રહ હંમેશાં મનનો હોય છે જ્યારે અંતઃકરણ તો હંમેશાં સારા”નું જ આગ્રહશીલ હોય છે. તું સત્યોચ્ચારણ જરૂર કર પણ એ સત્યોચ્ચારણ કરતા પહેલાં અંતઃકરણની સંમતિ લઈ લે. ખાતરી સાથે તને કહું છું કે તું પ્રિય અને સન્માનનીય બનીને જ રહીશ.