________________
વચ્ચેનો મહત્ત્વનો કોઈ તફાવત હોય તો તે આ છે કે સરોવર બંધિયાર હોય છે અને એના કારણે ગંધાતું રહે છે જ્યારે નદી ખુલ્લી હોય છે અને એના કારણે નિર્મળ રહેતી હોય છે.
બસ,
રાગ આ સરોવરનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો છે. સરોવરનું પાણી શરૂઆતમાં ભલે નિર્મળ હોય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહે છે તેમ તેમ એ જેમ ગંધાતું રહે છે તેમ રાગ શરૂઆતમાં કદાચ નિર્મળ [2] દેખાતો પણ હોય છે તોય સમય પસાર થતાં જ એ ગંધાવા લાગે છે જ્યારે પ્રેમ? એ તો નદીનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો હોવાના કારણે ગમે તેટલા સમય બાદ પણ એમાં કોઈ સડાંધ પેદા થતી નથી.
યાદ રાખજે, મનની પસંદગી રાગ છે જ્યારે અંતઃકરણની પસંદગી તો પ્રેમ જ છે. હું સંયમજીવનમાં આજે મસ્તી અનુભવી રહ્યો છું પ્રેમના કારણે. તું સંસારી જીવનમાં આવતી કાલે સુસ્તી અનુભવવાનો છે રાગના કારણે! સાવધાન!