________________
મહારાજ સાહેબ,
હું સમજ્યો છું ત્યાં સુધી આપણે ત્યાં ‘રાગ’ને જ બધાં દુઃખોનું અને પાપોનું મૂળ જણાવ્યું છે. પણ મારો પોતાનો અનુભવ એ રહ્યો છે કે રાગના જ કારણે હું વ્યક્તિઓ સાથેના સંબંધોમાં સારી એવી પ્રસન્નતા અનુભવી રહ્યો છું. રાગ જ મને વ્યક્તિઓ સાથેનું નૈકટ્ય જાળવવા પ્રેરિત કરી રહ્યો છે.
ટૂંકમાં કહું તો હું અત્યારે જે પણ પ્રસન્નતા અનુભવી રહ્યો છું એ તમામનો યશ ‘રાગ’ ના ફાળે જ જાય છે. સાચું કહું તો મને એમ લાગી રહ્યું છે કે જો મારા જીવનમાં રાગ હોય જ નહીં તો મારું જીવન સાવ નિરસ જ બની જાય.
સાહસ કરીને હું તો આપને ય પૂછી રહ્યો છું કે શું આપને પણ રાગજન્ય પ્રસન્નતાનો અનુભવ નથી ? શું આપ પણ રાગના કારણે જ પ્રસન્નતા અનભુવી રહ્યા હો એવું નથી લાગતું ?
આનંદ,
રાગને ઉપમા આપવી હોય તો સરોવરની આપી શકાય જ્યારે પ્રેમને ઉપમા આપવી હોય તો નદીની આપી શકાય. સરોવર અને નદી, બંને પાણીથી લબાલબ હોય છે, કચરો પણ કદાચ બંનેમાં પડતો હોય છે; પરંતુ એ બંને
૩૯