________________
પણ,
હું તને પૂછું છું, જેનો ફોટો સારો હોવા છતાં ઍક્સ-રે બગડેલો હોય એને સારો ફોટો હોવા બદલ જે ઈનામ મળે એનો આનંદ વધુ હોય કે ઍક્સ-રે બગડેલો હોવા બદલ વ્યથા વધુ હોય?
યાદ રાખજે,
મનને ભલે સફળતાનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણને તો સરસતા જ ગમે છે. સરસતાનાં બલિદાન પર મળી જતી સફળતા પાછળ મન ભલે પાગલ પાગલ બની જતું હશે; પરંતુ મનનાં એ પાગલપન વખતે પણ, અંતઃકરણ તો રડતું જ હશે.
મારી તને એક જ સલાહ છે.
જીવનનાં લક્ષ્યસ્થાને તું સફળતાને નહીં પરંતુ સરસતાને ગોઠવી દેજે. સમજુ ખેડૂત લક્ષ્યસ્થાને પાકને ગોઠવે છે, ઘાસને નહીં એ તારા ખ્યાલમાં હશે જ. સરસતાનો પાકમળ્યા પછી સફળતાનું ઘાસ મળે તો ઠીક છે, નહિતર સરસતાના પાકથી જીવનને સમૃદ્ધ બનાવતો રહેજે.