SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ બનેલ તાળું લાખોની સંપત્તિનાં દર્શનમાં પ્રતિબંધક બને છે, એ જ ધાતુની બનેલ ચાવી લાખોની સંપત્તિનાં દર્શન સુલભ પણ કરાવી શકે છે. સત્કાર્યસેવન અંગે તેજે પણ લખ્યું છે ને એના સંદર્ભમાં મારે તને આ જ વાત કરવી છે. ‘સકાર્યસેવન શક્ય જરૂર છે પણ કઠિન ભારે છે' એમ તારું મન કહે છે ને ? તારા અંતઃકરણને તું પૂછી જે. એ તને સહેજ જુદો પણ અલગ જવાબ આપશે. એ તને કહેશે કે “સત્કાર્યસેવન કઠિન જરૂર છે પણ શક્ય છે? શું કહું તને? હું પોતે સંયમજીવન અંગીકાર કરવામાં જો સફળ બન્યો છું તો એનો યશ અંતઃકરણના અવાજને અનુસર્યોને, એના ફાળે જાય છે. બાકી મારું પોતાનું પણ મન મને આ જ ભય બતાવી રહ્યું હતું કે “સંયમજીવન શક્ય છે પણ ભારે કઠિન છે.” એ અવાજની પરવા મેં નથી કરી. ઇચ્છું છું હું કે એ અવાજ સાંભળવા તું ય બધિર બની જા. ફાવી જઈશ.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy