________________
મહારાજ સાહેબ,
એક સમસ્યાનું સમાધાન જોઈએ છે મારે આપની પાસેથી. વાણી મારી એટલી બધી મધુર અને અસરકારક છે કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા મને મુશ્કેલી નથી પડતી પણ કોણ જાણે શું થાય છે, એ સંબંધનું આયુષ્ય પાણીના પરપોટા જેટલું કે મેઘ ધનુષ્યના રંગો જેટલું જ હોય છે.
સમજાતું તો મને એ નથી કે સંબંધો બાંધવામાં સફળ બની શકતો હું, સંબંધો ટકાવવાની બાબતમાં નિષ્ફળ કેમ જઈ રહ્યો છું? આપ આ અંગે કંઈક સમાધાન આપી શકશો?
ઉપશાંત,
મનના એક વિચિત્ર સ્વભાવનો તને કદાચ ખ્યાલ ન હોય તો જણાવવા માગું છું કે મનને સૌથી વધુ વહાલી કોઈચીજ હોય તો એ છે અહં અને મનને એમ લાગે છે કે અહં પુષ્ટ કરવો હોય તો વધુમાં વધુ વ્યક્તિઓ સાથે આપણો સંબંધ હોવો જોઈએ.
આ સંદર્ભમાં તને મહત્ત્વની વાત જણાવું? અહંકારી ક્યારેય તને એકલો જોવા નહીં મળે. ક્રોધી તને એકલો જોવા મળશે, લોભી અને કૃપણ તને એકલો જોવા મળશે પણ અહંકારી? એને તો ટોળા વિના ચેન જ નથી પડતું. ટોળું જેટલું