________________
મહારાજ સાહેબ,
અનેક સ્થળે મને સાંભળવા પણ મળ્યું છે અને વાંચવા પણ મળ્યું છે કે મન એ આપણું દુશ્મન છે પણ આટલાં વરસોના અનુભવ પરથી હું આપને સ્પષ્ટ જણાવી શકું તેમ છું કે મને પોતાને મન કાયમ માટે મિત્ર જ લાગ્યું છે કારણ કે એણે હંમેશાં મારા સુખની જ ચિંતા કરી છે. હું દુઃખી ન થાઉં એ માટે એણે મને હંમેશાં માર્ગદર્શન આપ્યા જ કર્યું છે. જાણવું તો મારે એ છે કે આપ મનને મિત્ર માની રહ્યા છો કે દુશ્મન ?
નમન,
મન એ આપણું મિત્ર છે કે જેને આપણાં સુખની ચિંતા છે પણ અંતઃકરણ એ તો આપણું કલ્યાણમિત્ર છે કે જેને આપણાં હિતની ચિંતા છે. અને સુખ તથા હિત વચ્ચેનો તફાવત તારા ખ્યાલમાં ન હોય તો તને જણાવું કે સુખ ક્યારેક આત્માનું અહિત પણ નોતરી બેસતું હોય છે તો હિતને અકબંધ રાખવા ક્યારેક દુઃખને પણ આવકારવું પડતું હોય છે.
‘મન એ આપણું દુશ્મન છે’ એવું તને જે સાંભળવા-વાંચવા મળ્યું છે એ આ સંદર્ભમાં એકદમ સાચું જ છે. જીભને સ્વાદિષ્ટ લાગતો અને તૃપ્તિનો અનુભવ કરાવતો વિષયુક્ત મોદક જો સુખનું કારણ ન જ મનાતો હોય તો ઈન્દ્રિયોને
૩