________________
બહેલાવતું અને આત્માનું અહિત નિશ્ચિત કરી દેતું મન સુખનું કારણ શું માની શકાય?
તું પોતે સ્પષ્ટ થઈ જજે. સુખના માર્ગે જઈને અહિતને નોતરવું હોય તો મનનાં શરણે જવામાં કોઈ જ વાંધો નથી; પરંતુ દુઃખ વેઠી લઈને પણ હિતને તું જો અકબંધ કરી દેવા માગે છે તો તારે મનને છોડી દઈને અંતઃકરણના શરણે જ જવું પડશે.
શું કહું તને?
અમારે ત્યાં “પંચસૂત્ર' નામના ગ્રંથમાં સ્પષ્ટ લખી દીધું છે કે “અકલ્યાણ મિત્રનો ત્યાગ જ કરી દેવો’. મારી તને સ્પષ્ટ સલાહ છે કે મન મિત્ર ભલે હશે પણ કલ્યાણમિત્ર તો નથી જ. તારે એનો જીવનવ્યવહારમાં ક્યાંક ઉપયોગ કરવો પડે તો કરી લેજે પણ એના ખોળામાં માથું મૂકીને નિશ્ચિતતાથી સૂઈ તો ન જ જતો. કદાચ એ તારું માથું કાપી નાખશે. સાવધાન!