________________
શું કહું તને?
મન અને અંતઃકરણ અહીં જ જુદાં પડે છે. મનને સ્પષ્ટીકરણમાં રસ છે જ્યારે અંતઃકરણને શુદ્ધીકરણમાં રસ છે. ભૂલનો બચાવ કરવા દ્વારા મન પોતાનો અહં પુષ્ટ કરતું રહે છે જ્યારે આક્ષેપોની વણઝાર વચ્ચે ચ રવસ્થતા ટકાવી રાખવા દ્વારા અને મૌન રહેવા દ્વારા અંતઃકરણ પોતાને વધુ ને વધુ શુદ્ધ કરતું રહે છે.
તને હું એટલું જ કહેવા માગું છું કે કમ સે કમ તું તારા ઉપકારીઓ સમક્ષ તો આ સ્પષ્ટીકરણના શસ્ત્રનો ઉપયોગ ન જ કરતો. સ્પષ્ટીકરણ કરવા દ્વારા તું કદાચ નિર્દોષ પુરવાર થઈ પણ જઈશ તો ય એમનાં હૃદયના શુભાશિષ પામતા રહેવાથી તારી જાત વંચિત રહી જાય એવી પૂરી શક્યતા છે. હું નથી ઇચ્છતો કે આ અપાયના શિકાર બનવાનું દુર્ભાગ્ય તારા લમણે ઝીંકાતું રહે.