________________
જવાબ આપ.
સ્કૂલ-કૉલેજમાં કાયમ પ્રથમ નંબર જ લાવતો વિદ્યાર્થી વધુ સ્વસ્થ હોય છે કે પછી કાયમ પંદર-વીસમા નંબરે રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે? તારે કહેવું જ પડશે કે પ્રથમ નંબરે રહેતા વિદ્યાર્થી કરતાં પંદર-વીસમા નંબરમાં રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે.
ભૂલીશ નહીં તું આ વાત કે વિશિષ્ટ બન્યા રહેવાના તારા આ ધખારા તો મનની દેન છે, બાકી અંતઃકરણ તો વિશુદ્ધ બન્યા રહેવાની ઝંખનામાં જ રમતું હોય છે.
તને એટલું જ કહીશ કે વિશુદ્ધ બન્યા રહેવાના પ્રયત્નોમાં કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના તું વિશિષ્ટ બની જતો હોય તો ખુશીથી બની જજે. કારણ કે એ વિશિષ્ટતા તારી વિશુદ્ધિમાં લેશ બાધક નહીં બને !