________________
માટેની તમામ સામગ્રીઓ હાજર હોવા છતાં, શુભના સેવન માટેના સંયોગો અનુકૂળ હોવા છતાં અને શુભના સેવન માટેનું સત્ત્વ હોવા છતાં ય મન શા માટે એને વિલંબમાં મૂકતું રહે છે?
એટલું જ કહીશ તને કે આ ગલત અને ખતરનાક જીવન વ્યવસ્થામાંથી તારી જાતને તું બહાર કાઢી દેવા માગે છે તો એક કામ કર. સુવાસ અનુભવવાનું તને જ્યારે પણ મન થાય છે ત્યારે તું જેમ ગટર પાસે ન જતાં બગીચા પાસે જ પહોંચી જાય છે તેમ શુભના સેવન માટે તારું મન જેવું તૈયાર થાય, તું એ વખતે મન પાસે ન જતાં અંતઃકરણ પાસે પહોંચી જા..
કારણ? અંતઃકરણ આ બાબતમાં એકદમ સ્પષ્ટ હોય છે. એ અશુભને વિલંબમાં મૂકતું રહે છે અને શુભનેહાજરમાં જ પતાવતું રહે છે. મનની ચાલબાજીમાં અત્યાર સુધી ખૂબ ફસાણો, હવે અંતઃકરણના સાંનિધ્યમાં આવી જા. તારું કામ થઈ જશે.