________________
મહારાજ સાહેબ,
મારા મનની આ મૂંઝવણ જાણીને આપને કદાચ હસવું આવશે પણ એની પરવા કર્યા વિના હું આપની પાસે એ જાણવા માગું છું કે ધર્મ શું છે અને અધર્મ શું છે ? જિંદગીનાં ૨૫/૨૫ વરસ વીતી ગયા પછી પણ મારી પાસે આ બાબતની કોઈ સ્પષ્ટ સમજ નથી. ઇચ્છું છું કે આપ મને એનું સરસ સમાધાન આપો.
વિવેક,
તને શીરાની જેમ ગળે ઊતરી જાય એવો તારા પ્રશ્નનો જવાબ આ છે કે તારા મનને જે પણ ગમી રહ્યું છે એ બધું
જ અધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ ગમી રહ્યું છે એ બધું જ ધર્મ છે.
બીજી રીતે જણાવું તો તારા મનને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ ધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ અધર્મ છે.
હું તને જ પૂછું છું.
તારા મનને ક્ષમા ગમે છે ? પવિત્રતા જામે છે ? સરળતા ફાવે છે ? ઉપાસના પસંદ છે ? સંતોષ પ્રત્યે આકર્ષણ છે ? નમ્રતા પ્રત્યે પ્રેમ છે ?
૪૩