________________
મહારાજ સાહેબ,
જીવનનાં આટલાં વરસોના અનુભવોએ એક વાત મને સમજાવી દીધી છે કે ભયભીત મનોદશા એ મોતનું જ બીજું નામ છે. સંપત્તિ આપણી પાસે વિપુલ હોય પણ મન જો ભયગ્રસ્ત જ રહ્યા કરે છે તો એ વિપુલ સંપત્તિનું કરવાનું શું? રહેવાની જગા ભલે આલીશાન છે પણ મન જો કોક અજ્ઞાત ભયનું શિકાર બનેલું છે તો એ આલીશાન જગાનું કરવાનું શું?
પણ,
હમણાં હમણાં આપનાં પુસ્તકોમાં એક જગાએ મારા વાંચવામાં આવ્યું કે ‘સકારાત્મક ભય એ આપણા જીવન વિકાસનું મૂળ છે’ હું આપને એટલું જ પૂછવા માગું છું કે શું આપ ખુદ ભયના હિમાયતી છો?
નિર્ભય,
તને એક મહત્ત્વના સિદ્ધાંતની કદાચ ખબર નથી લાગતી. જેનાથી આપણને ભય હોય છે એના પર તો પ્રેમ કરવાનો પ્રશ્ન જ નથી; પરંતુ જેના પર આપણને પ્રેમ હોય છે એનાથી તો આપણે ભયભીત રહેવાનું જ છે.
૬૯