________________
મહારાજ સાહેબ,
એક બાબતનું મારે આપની પાસે સ્પષ્ટ અને શીઘ્ર માર્ગદર્શન જોઈએ છે. સમાજમાં કે સંસ્થામાં, જ્યાં ક્યાંય પણ ખોટું થાય છે કે ખરાબ થાય છે, હું એને સહન કરી શકતો નથી. જે પણ વ્યક્તિ દ્વારા કાર્યમાં કચાશ રહી ગઈ હોય, હું સહુની વચ્ચે કોઈની ય શેહમાં તણાયા વિના કડક શબ્દોમાં આલોચના કરવા લાગું છું.
મારા ઘણા મિત્રોનું કહેવું એમ છે કે મારે આ આલોચના કરતા રહેવાનો રસ્તો છોડી દેવો જોઈએ પણ મેં ક્યાંક સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે ‘અન્યાય કરવા કરતાં પણ અન્યાય સહી લેવો એ મોટો અપરાધ છે’ જો હું ગલત કાર્યની પણ આલોચના નથી કરતો તો અન્યાયમાં હું સહભાગી નથી બનતો ?
સંવેગ,
કાર્ય સો ટકા ગલત હોય અને એની તું આલોચના કરતો રહેતો હોય તો એ તો સમજાય છે પણ કાર્ય સારું હોય અને એમાં થોડીક કચાશ રહી જતી હોય એટલા માત્રથી તું જો એ સત્કાર્ય કરનારની સહુ વચ્ચે આલોચના કરતો રહેતો હોય તો મારે તને કહેવું છે કે તું બહુ મોટું અને ભયંકર જોખમ ઉઠાવી રહ્યો છે.
૪૭