________________
મહારાજ સાહેબ,
પુષ્પને રહેવા માટેની સુંદર જગા જો ફૂલદાની હોય છે, પુસ્તકને રહેવા માટેની સુંદર જગા જો અલમારી હોય છે, ફરવા જવા માટેની સુંદર જગા જો ઉદ્યાન હોય છે તો મારા વાંચવામાં ક્યાંક આવ્યું હતું કે ‘કોકના વિચારોમાં રહેવું એ માણસને રહેવા માટેની સુંદર જગા છે.'
આ વાક્ય મારા મનને એટલું બધું ગમી ગયું હતું કે મેં નિર્ધાર કરી લીધો કે જીવનમાં પરાક્રમો એવાં કરી બતાડું કે લોકોને મારા માટે વિચારો કરવા જ પડે.
અને
એદિવસથી માંડીને મેં અનેક ક્ષેત્રોમાં એવાં સંખ્યાબંધ પરાક્રમો કરી બતાવ્યાં છે કે આજે ઘણાંય લોકોના વિચારોમાં હું રહેતો થઈ ગયો છું. જાણવું તો મારે એ છે કે હજી ય હું એવું શું કરી બતાડું કે મારું નામ સર્વત્ર ગાજતું થઈ જાય?
પ્રકર્ષ,
એક વાસ્તવિકતાની તને જાણ કરું ? સુંદર જગા હોવી એ અલગ વાત છે અને સલામત જગા હોવી એ અલગ વાત છે. બની શકે કે જગા સુંદર હોય પણ સલામત ન હોય, સલામત હોય પણ સુંદર ન હોય.
૬૭