________________
હું તને જ પૂછું છું, લાલ સિગ્નલ આગળ પણ ગાડી ઊભી ન રાખવાની સ્વતંત્રતા વ્યક્તિ ભોગવવા લાગે તો એ રસ્તા પર અવરજવર કરતા લોકોના જાનનું થાય શું? શરીર પરનાં તમામ વસ્ત્રો ઉતારી દઈને રસ્તા પર ચાલવાની સ્વતંત્રતા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે તો શીલ-સદાચાર-શરમનું થાય શું? નાનાં બાળકના હાથમાં ખુલ્લી છરી આપી દેવાની સ્વતંત્રતા બાપ તરફથી મળવા લાગે તો પરિવારની સલામતીનું થાય શું?
યાદ રાખજે,
જીવનને સરસ રાખે, સમાજને સ્વસ્થ રાખે, પરિવારને સુરક્ષિત રાખે એવાં જે પણ સમ્યકુ નિયંત્રણો છે એને સ્વીકારી લેવા એ જ સાચી સ્વતંત્રતા છે, બાકી કોઈ પણ પ્રકારનાં નિયંત્રણોને સ્વીકારવાનો ઇનકાર કરી દેવો એ તો સ્વચ્છંદતા છે.
અને અતિ મહત્ત્વની વાત. મનને સ્વચ્છંદતા ગમે છે, અંતઃકરણને સ્વતંત્રતા ! તું રવતંત્ર બનવા માગે છે ને ? અંતઃકરણના શરણે ચાલ્યો જા !