________________
સમાધિ, કૃતજ્ઞતા અને કોમળતા, શીલ અને સદાચાર, પવિત્રતા અને સરળતા વગેરે તમામ પ્રકારનાં સત્કાર્યો અને સદ્ગુણો આત્મા માટે હિતકર પણ છે અને કલ્યાણકર પણ છે.
શું કહું તને?
પ્રેયના માર્ગ પર પસંદગી કોની નથી હોતી એ પ્રશ્ન છે. દુર્જનને, ડાકુને, વ્યભિચારીને અને ખૂનીને તો પ્રેયમાર્ગ જામે જ છે પરંતુ ગધેડાને, ઘોડાને, કૂતરાને અને ડુક્કરને પણ પ્રેયમાર્ગ જ પસંદ છે. તું પણ જો એ જ માર્ગ પર પસંદગી ઉતારી બેઠો હોય તો મારે તને એટલું જ યાદ કરાવવું છે કે દોરા વિનાના પતંગનું ભાવિ જેમ ધૂંધળું જ હોય છે તેમ શ્રેયના બંધન વિનાનું શ્રેય આત્મા માટે જોખમી અને ખતરનાક પુરવાર થઈને જ રહે છે.
ઉત્તમ એવું માનવજીવન તારા હાથમાં છે. હું એમ તો નહીં કહું કે મનને તું ખતમ કરી નાખ, પણ એટલું તો જરૂર કહીશ કે પ્રેમપ્રેમી મનને શ્રેયપ્રેમી અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દે. પ્રાપ્ત માનવજીવન સાર્થક બનીને જ રહેશે.