________________
સત્કાર,
તારા પ્રશ્નનો જવાબ હું આપું એ પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ તું આપ. તારા ઘરને કદાચ આગ લાગી જાય અને એ વખતે એ આગને ઠારવા તે જેને અધિકાર આપ્યો હોય, આમંત્રણ આપ્યું હોય એવા લોકો આવે તો જ તું એમને આગ ઠારવા સંમતિ આપે કે પછી કોઈ પણ વ્યક્તિને આગ ઠારવા સંમતિ આપી દે ?
એક બાજુ તું પોતે કબૂલ કરે છે કે મારા જીવનમાં કમજોરીઓ છે જ, વ્યસનોએ પણ મારા જીવનમાં પ્રવેશ કરી જ દીધો છે તો પછી એને દૂર કરવા કોઈ પણ વ્યક્તિ તને સલાહ આપતી હોય, એમાં તું અકળાઈ શેનો જાય છે ?
યાદ રાખજે આ વાત કે મનને સંભળાવતા રહેવામાં રસ છે, જ્યારે અંતઃકરણને સાંભળતા રહેવામાં રસ છે. તું જો તારા જીવનને બચાવી લેવામાં રસ ધરાવે છે તો અંતઃકરણને કામે લગાડતો જા. ફાવી જઈશ.
૨૪