________________
અરે, દારૂડિયાને પેટમાં દારૂ ઠલવાયા પછી પ્રસન્નતા જ અનુભવાય છે, ચોરને કોકને ત્યાં ધાડ પાડ્યા પછી પ્રસન્નતા જ અનુભવાય છે અને ખૂનીને પોતાના હાથ લોહીથી ખરડ્યા બાદ પ્રસન્નતા જ અનુભવાય છે. શું તું આને જીવનની સુંદરતા કહી શકીશ ખરો? હરગિજ નહીં.
અને
એટલે જ તને કહું છું કે ‘મારે પ્રસન્ન રહેવું જોઈએ’ ના નક્કી કરેલા મનના લક્ષ્યને આંબવાની તારે જરૂર નથી પણ “વધુ ને વધુ લોકો મારાથી પ્રસન્ન રહેવા જોઈએ’ના અંતઃકરણના લક્ષ્યને આંબવા તારે પ્રયત્નશીલ બનવાની જરૂર છે.
એ માટે આંખ સામે તું રાખજે પરમાત્માને, સંતોને અને સજ્જનોને. એ સહુના જીવન પરથી તને બધું જ સમજાઈ જશે.